ચીની કંપનીને ઝટકો, ભારતીય રેલવેએ 'વંદે ભારત' પ્રોજેક્ટમાંથી દેખાડ્યો બહારનો રસ્તો
44 ડબ્બા તૈયાર કરવા માટે આશરે 1800 કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટમાં ચાઇનીઝ કંપનીના ટેન્ડરને અયોગ્ય જાહેર કરી દેવામાં આવ્યું છે. મહત્વનું છે કે આ હરાજીમાં માત્ર ત્રણ કંપનીઓ સામેલ થઈ હતી.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય રેલવે (Indian Railway)એ ચાઇનીઝ કંપનીને ઝટકો આપતા તેને વંદે ભારત (Vande Bharat) ટ્રેન સેટ નિર્માણ માટે થનારી હરાજીમાંથી બહારનો રસ્તો દેખાડી દીધો છે. 44 ડબ્બા તૈયાર કરવા માટે આશરે 1800 કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટમાં ચાઇનીઝ કંપનીના ટેન્ડરને અયોગ્ય જાહેર કરી દેવામાં આવ્યું છે. મહત્વનું છે કે આ હરાજીમાં માત્ર ત્રણ કંપનીઓ સામેલ થઈ હતી.
આ રીતે હવે માત્ર બે કંપનીઓ BHEL અને Medha Servo Drives રેસમાં રહી ગઈ છે. જાણવા મળી રહ્યું છે કે Medha કંપનીએ સૌથી ઓછી બોલી લગાવી હતી, તેથી તેને પહેલા બે ટ્રેન સેટ નિર્માણનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો.
મહત્વનું છે કે સીઆરપીસી પાયનિયર ઇલેક્ટ્રિક ઈન્ડિયા (CRRC-Pioneer Electric India) પણ બોલીમાં સામેલ હતી, પરંતુ રેલવે દ્વારા તેના કંસોર્ટિયમને અયોગ્ય જાહેર કરી બહાર કરી દેવામાં આવી હતી. આ કંપની ચીનની કંપની CRRC Yongji Electric Ltd અને ભારતની Pioneer Fil-Med Ltd કંપનીની ભાગીદારી વાળી કંપની છે. Pioneer નો પ્લાન્ટ હરિયાણામાં આવેલો છે.
મહત્વનું છે કે ભારતીય રેલવેને આ ટેન્ડર્સનું મૂલ્યાંકન કરવા અને ફાઇનલ કોલ લેવામાં આશરે ચાર સપ્તાહનો સમય લાગ્યો. ઈન્ટીગ્રલ કોચ ફેક્ટ્રી એટલે કે ICF પાસેથી રેલવે વંદે ભરાત ટ્રેનના 44 ડબ્બા ખરીદશે.
ઉલ્લેખનીય છે કે પૂર્વી લદ્દાખમાં ચીન અને ભારતની સેનાઓ વચ્ચે હિંસક ઘર્ષણ થયા બાદ સરકાર સતત ચીન કંપનીઓ પર આક્રમક વલણ અપનાવી રહી છે. આ પહેલા સરકારે ઘણી ચાઇનીઝ એપ્સને બેન કરી દીધી હતી. સાથે ચાઇનીઝ કંપનીઓના રોકાણને લઈને પણ ઘણા નિયમો પર સખત વલણ અપનાવવામાં આવી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે