ભારતે આપ્યો મોટો ઝટકો, સેમી હાઇ સ્પીડ ટ્રેનોના નિર્માણથી ચીન કંપનીઓ બહાર

પૂર્વ લદ્દાખમાં ચીનની સેના (PLA)ના અતિક્રમણ બાદ ભારત સતત જુદી જુદી રીતથી તેને જવાબ આપી રહ્યું છે. ભારતે ચીનને વધુ એક ઝટકો આપતા તેની કંપનીઓની સેમી હાઇ સ્પીડ ટ્રેન (Semi high speed train) સેટ બોલીથી બહાર કર્યું છે. તેને ચીન માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.
ભારતે આપ્યો મોટો ઝટકો, સેમી હાઇ સ્પીડ ટ્રેનોના નિર્માણથી ચીન કંપનીઓ બહાર

નવી દિલ્હી: પૂર્વ લદ્દાખમાં ચીનની સેના (PLA)ના અતિક્રમણ બાદ ભારત સતત જુદી જુદી રીતથી તેને જવાબ આપી રહ્યું છે. ભારતે ચીનને વધુ એક ઝટકો આપતા તેની કંપનીઓની સેમી હાઇ સ્પીડ ટ્રેન (Semi high speed train) સેટ બોલીથી બહાર કર્યું છે. તેને ચીન માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.

રેલવેએ વંદે ભારત પ્રોજેક્ટ અંતર્ગત હાઇ સ્પીડ ટ્રેનના 44 સેટ માટે એક આંતરરાષ્ટ્રીય ટેન્ડર જારી કર્યું હતું. આ ટેન્ડરમાં ચીનની કંપનીએ પણ ટેન્ડર ભર્યું હતું. હવે રેલવેએ સમગ્ર ટેન્ડરિંગ પ્રક્રિયાને રદ કરી છે. રેલવે ટૂંક સમયમાં ફરીથી નવું ટેન્ડર જારી કરશે. જેમાં કોઇ પણ ચીનની કંપનીને ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત આ હાઇ સ્પીડ ટ્રેનોનું નિર્માણ ભારતમાં જ કરવામાં આવશે.

આ વિશે રેલવેએ શુક્રવારના કહ્યું કે, તેમાં 44 સેમી હાઇ સ્પીડ વંદે ભારત ટ્રેનોના નિર્માણનું ટેન્ડર કરવામાં આવ્યું છે, જે ગત વર્ષ આમંત્રિત કરવામાં આવ્યા હતા. ગત મહિને જ્યારે ટેન્ડર ખોલવામાં આવ્યું તો 16 ડબ્બાવાળી આ 44 ટ્રેનોને ઇલેક્ટ્રિકલ સાધનો અને અન્ય માલ પૂરા પાડનારા છ દાવેદારોમાં એક ચીની સંયુક્ત ઉદ્યમ (સીઆરઆરસી-પાયોનિયર ઇલેક્ટ્રિક (ઇન્ડિયા) પ્રાઈવેટ લિમિટેડ) એકમાત્ર વિદેશી તરીકે ઉભરી આવ્યો છે.

વર્ષ 2015માં ચીન કંપની સીઆરઆરસી યોંગજી ઇલેક્ટ્રિક કંપની લિમિટેડ અને ગુરૂગ્રામની પાયનિયર ઇલેક્ટ્રિક પ્રાઇવેટ લિમિટેડની વચ્ચે સંયુક્ત ઉદ્યમ બન્યું હતું.

રેલ મંત્રાલયે એક ટ્વિટમાં કહ્યું, 44 સેમી હાઇ સ્પીડ ટ્રેનોના નિર્માણના ટેન્ડર રદ કરવામાં આવ્યા છે. સુધારેલી જાહેર ખરીદી ('મેક ઇન ઈન્ડિયા' ઓર્ડર) આદેશ હેઠળ એક અઠવાડિયાની અંદર નવા ટેન્ડર મંગાવવામાં આવશે.

જો કે, રેલવેએ ટેન્ડર રદ કરવા પાછળ કોઇ ખાસ કારણનો ઉલ્લેખ કર્યો નથી. (ઇનપુટ: એજન્સી ભાષાની સાથે)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news