દિલ્હીના ધોળા કુવા રિંગરોડ પર એન્કાઉન્ટર, ISISના આતંકીની ધરપકડ

દેશની રાજધાની નવી દિલ્હી (Delhi)માં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસના જવાનોએ ગત રાત્રી 11.30 વાગ્યે રિઝ રોડથી ઇસ્લામિક સ્ટેટ (ISIS)ના એક આંતકી (Terrorist)ની ધરપકડ કરી છે. પોલીસને મળેલી જાણકારી અનુસાર તેની પાસે આઇઇડી (IED) પણ મળી આવ્યો છે

દિલ્હીના ધોળા કુવા રિંગરોડ પર એન્કાઉન્ટર, ISISના આતંકીની ધરપકડ

નવી દિલ્હી: દેશની રાજધાની નવી દિલ્હી (Delhi)માં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસના જવાનોએ ગત રાત્રી 11.30 વાગ્યે રિઝ રોડથી ઇસ્લામિક સ્ટેટ (ISIS)ના એક આંતકી (Terrorist)ની ધરપકડ કરી છે. પોલીસને મળેલી જાણકારી અનુસાર તેની પાસે આઇઇડી (IED) પણ મળી આવ્યો છે. પોલીસે જણાવ્યું કે, આતંકી જ્યારે ધોળા કુવાથી કરોલ બાગ તરફ જઇ રહ્યો હતો, ત્યારે તેની ધરપકડ કવામાં આવી છે.

યુપીનો રહેવાસી છે આતંકી
તમને જણાવી દઇએ કે અબ્દુલ યૂસુફ ખાન (Abdul Yusuf Khan) નામનો આ આતંકી ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)નો રહેવાસી છે. જેની ગત રાત્રી 11.30 વાગે કરોલ બાગ પાસેથી રિઝ રોડ પરથી ધરપકડ કરવામાં આવી છે.

દિલ્હી પોલીસે જણાવ્યું કે, ધરપકડ કરવામાં આવેલા આતંકીની હાલ પૂછપરછ ચાલી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં તેના કેટલાક અન્ય સાથી પણ છે, જે અબ્દુલ યૂસુફની મદદ કરી રહ્યાં હતા. તમની ધરપકડ માટે જુદી જુદી જગ્યાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news