ZEE NEWS ના એંકર રોહિત રંજનની ધરપકડનો પ્રયાસ, યુપી પોલીસને જણાવ્યાં વગર પહોંચી છત્તીસગઢ પોલીસ
છત્તીસગઢની પોલીસે યુપી પોલીસને જણાવ્યા વગર ઝી ન્યૂઝના એંકર રોહિત રંજનની ધરપકડ કરવાનો પ્રયત્ન કર્યો. રોહિત રંજન ગાઝિયાબાદના ઈન્દિરાપુરમમાં રહે છે. છત્તીસગઢ પોલીસ તેમના ઘરની અંદર પહોંચી અને તેમની ધરપકડ કરવાની કોશિશ કરી.
Trending Photos
Zee News Anchor Rohit Ranjan: છત્તીસગઢની પોલીસે યુપી પોલીસને જણાવ્યા વગર ઝી ન્યૂઝના એંકર રોહિત રંજનની ધરપકડ કરવાનો પ્રયત્ન કર્યો. રોહિત રંજન ગાઝિયાબાદના ઈન્દિરાપુરમમાં રહે છે. છત્તીસગઢ પોલીસ તેમના ઘરની અંદર પહોંચી અને તેમની ધરપકડ કરવાની કોશિશ કરી.
સાદા કપડાંમાં છત્તીસગઢ પોલીસનું તાંડવ
છત્તીસગઢ પોલીસ કોઈ પણ સૂચના આપ્યા વગર રોહિત રંજનને ઘરેથી ઉઠાવવા માંગતી હતી. સાદા કપડાંમાં 10થી 15 લોકોની એક ટીમ ત્રણ ગાડીઓમાં રોહિતના ઘરે ધરપકડ કરવા પહોંચી હતી. રોહિતની સોસાયટીમાં પહોંચ્યા બાદ પોલીસે સૌથી પહેલા સિક્યુરિટી ગાર્ડ્સ સાથે ગેરવર્તણૂંક કરી. ગાર્ડે કોશિશ કરી કે ઈન્ટરકોમ દ્વારા રોહિત રંજનને જાણકારી આપવામાં આવે, પરંતુ તેમને એમ કરતા રોકવામાં આવ્યા. ગાર્ડે RWA ને પણ જાણકારી આપવાની કોશિશ કરી પરંતુ રોકવામાં આવ્યા. પોલીસે ગાર્ડ્સના પણો મોબાઈલ ફોન રાખી લીધા. પોલીસ સિક્યુરિટી ગાર્ડને પકડીને રોહિત રંજનના ઘરની અંદર લઈ ગઈ.
જે સમયે પોલીસ રોહિતના ઘરે પહોંચી ત્યારે તેમના પરિવારના 4-5 લોકો ઘરમાં હાજર હતા. પોલીસની રોહિતની પત્ની સાથે ઉગ્ર દલીલો પણ થઈ. 10-15 લોકો જબરદસ્તીથી ડ્રોઈંગ રૂમમાં બેસી ગયા. આ દરમિયાન યુપી પોલીસને જાણકારી મળી અને તે રોહિતના ઘરે પહોંચી ગઈ. યુપી પોલીસે કહ્યું કે તમારે ધરપકડ કરવી હતી તો સૌથી પહેલા એસએસપીને વાત કરવી જોઈતી હતી. ત્યારબાદ લોકલ ટીમને લઈને તમે અહીં આવત અને પૂછપરછ કરત. પરંતુ છત્તીસગઢ પોલીસ તમામ નિયમો બાજુ મૂકી રોહિતની ધરપકડ કરવા પહોંચી.
#RahulGandhi Video Case: #ZeeNews ના એંકર રોહિત રંજનની ધરપકડનો પ્રયાસ, યુપી પોલીસને જણાવ્યાં વગર પહોંચી છત્તીસગઢ પોલીસ#RohitRanjan #ZEE24Kalak pic.twitter.com/OZc23kW7gO
— Zee 24 Kalak (@Zee24Kalak) July 5, 2022
રોહિત રંજને આ મામલે ટ્વીટ કરીને પણ જણાવ્યું હતું. તેમણે લખ્યું કે લોકલ પોલીસને જાણ કર્યા વગર છત્તીસગઢ પોલીસ મારા ઘરની બહાર મારી ધરપકડ કરવા ઊભી છે. શું આ કાયદાકીય રીતે યોગ્ય છે?
बिना लोकल पुलिस को जानकारी दिए छत्तीसगढ़ पुलिस मेरे घर के बाहर मुझे अरेस्ट करने के लिए खड़ी है,क्या ये क़ानूनन सही है @myogiadityanath @SspGhaziabad @adgzonelucknow
— Rohit Ranjan (@irohitr) July 5, 2022
જેના પર ગાઝિયાબાદ પોલીસે પણ ટ્વીટ કરી છે. પોલીસ તરફથી લખવામાં આવ્યું કે પ્રકરણ સ્થાનિક પોલીસના ધ્યાનમાં છે. ઈન્દિરાપુરમ પોલીસ ઘટનાસ્થળે છે. નિયમમુજબ કાર્યવાહી કરવામાં આવશે. અત્રે જણાવવાનું કે છત્તીસગઢ પોલીસ વહેલી સવારે લગભગ 6 વાગે રોહિત રંજનના ઘરે પહોંચી ગઈ. છત્તીસગઢ પોલીસના 10-15 સભ્યો સાદા કપડાંમાં રોહિત રંજનના ઘરે ધરપકડ કરવા પહોંચ્યા હતા.
Congress brazenly uses Rajasthan and Chattisgarh police, the only two states they are relevant in, to target journalists working out of NCR. You can disagree with someone’s opinion but intimidating them like this is a grim reminder of #Emergency. Congress is a blot on democracy… https://t.co/18mSNIgNky
— Amit Malviya (@amitmalviya) July 5, 2022
કોંગ્રેસ લોકો પર કરે છે દમન-માલવિય
ભાજપના નેતા અમિત માલવિયએ કહ્યું કે કોંગ્રેસ લોકોનું દમન કરી રહી છે અને છત્તીસગઢ પોલીસનો ખોટો ઉપયોગ કરી રહી છે. દેશ કાયદાથી ચાલશે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે કોંગ્રેસ બેશરમીથી રાજસ્થાન અને છત્તીસગઢ પોલીસનો ઉપયોગ કરી રહી છે. ફક્ત બે રાજ્ય એનસીઆરમાં કામ કરનારા પત્રકારો પર ટાર્ગેટ માટે પ્રાસંગિક છે. કોઈના મતથી અસહમત, પરંતુ તેમને આ રીતે ડરાવવા #ઈમરજન્સીની ગંભીર યાદ અપાવે છે. કોંગ્રેસ લોકતંત્ર પર ધબ્બો છે. બીજી બાજુ ભાજપના વરિષ્ઠ નેતા કૈલાશ વિજયવર્ગીયએ પણ કહ્યું કે આ કોંગ્રેસની તાનાશાહી છે.
'CM बघेल के आदेश पर एंकर को गिरफ्तार करने की कोशिश'- Zee News से बोले पूर्व सीएम रमन सिंह | #BreakingNews @drramansingh #ZeeJhukegaNahi pic.twitter.com/OGaTa9q9up
— Zee News (@ZeeNews) July 5, 2022
કોંગ્રેસની તાનાશાહી- કૈલાશ વિજયવર્ગીય
ભાજપના વરિષ્ઠ નેતા કૈલાશ વિજયવર્ગીયએ પણ કહ્યું કે આ કોંગ્રેસની તાનાશાહી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસનું આ જ ચરિત્ર છે. ઈન્દિરા ગાંધીએ દેશની અંદર ઈમરજન્સી લગાવી. તેઓ આ જ પ્રકારે તાનાશાહી ઈચ્છે છે. લોકતંત્રમાં એક પત્રકાર સાથે આ પ્રકારનો વ્યવહાર બિલકુલ યોગ્ય નથી. હું છત્તીસગઢ સરકારની આ હરકતની ટીકા કરું છું.
'ये कांग्रेस का तानाशाही रवैया है', बीजेपी नेता कैलाश विजयवर्गीय का कांग्रेस पर हमला @KailashOnline @Mimansa_Zee #ZeeJhukegaNahi pic.twitter.com/LQ1dHpnRIE
— Zee News (@ZeeNews) July 5, 2022
છત્તીસગઢ સીએમના આદેશ પર કાર્યવાહી
છત્તીસગઢ પોલીસ દ્વારા રોહિત રંજનની ધરપકડ કરવા પહોંચવા મુદ્દે પૂર્વ મુખ્યમંત્રી રમણ સિંહે કહ્યું કે આ કાર્યવાહી છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના આદેશ પર થઈ છે. તેમાં કોઈ આઈપીસી કે સીઆરપીસીના નિયમોનું પાલન થયું નથી.
बीजेपी प्रवक्ता शहजाद पूनावाला का ट्वीट- 'बदले के लिए कांग्रेस की कार्रवाई' | #BreakingNews @Shehzad_Ind @Mimansa_Zee #ZeeJhukegaNahi pic.twitter.com/FzC6lcV7nI
— Zee News (@ZeeNews) July 5, 2022
બદલા માટે કોંગ્રેસની કાર્યવાહી- શહજાદ પૂનાવાલા
ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ કહ્યું કે છત્તીસગઢ પોલીસ દ્વારા વરિષ્ઠ પત્રકાર રોહિત રંજનની ધરપકડનો પ્રયત્ન સંપૂર્ણ રીતે દુરઉપયોગ છે અને બદલો લેવા માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા સ્વીકૃત પોલીસશક્તિની પહોંચથી વધુ છે. ચેનલ/એંકરે પહેલા જ સામગ્રી બદલ માફી માંગી હતી. શું આવા કેસમાં ધરપકડ યોગ્ય છે? સમાચાર રિપોર્ટ્સ મુજબ પોલીસ દ્વારા પ્રક્રિયાઓનું પાલન થયું નથી. શું રોહિતને સમન પાઠવવામાં આવ્યો હતો? શું આવા મામલામાં સીધી ધરપકડની જરૂર છે? શું સુપ્રીમે પહેલા જ સ્પષ્ટ કર્યું નથી? આ એક પેટર્ન અને ડિઝાઈન બનતી જઈ રહી છે. તેને જરાય યોગ્ય ઠેરવી શકાય નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે