છત્તીસગઢ ચૂંટણી Live: ચૂંટણી પંચની મોટી કાર્યવાહી, 2 અધ્યક્ષ અધિકારીઓ અને 2 ટીઆઇ સસ્પેન્ડ
બ્રિંદ્રાનવાગઢ વિધાનસભાના બે મતદાન કેન્દ્રો પર સવારે 7 વાગ્યાથી વોટિંગ શરૂ કરવામાં આવ્યું છે. જોકે બપોર 3 વાગ્યા સુધી ચાલુ રહેશે.
Trending Photos
રાયપુર: છત્તીસગઢમાં બીજા તેમજ છેલ્લા તબક્કાની 19 જિલ્લાની 72 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. 12 વાગ્યા સુધીમાં રાજ્યમાં 22 ટકા વોટિંગ પુરૂ થઇ ગયું છે. EVM મશીનોમાં સામે આવી રહેલી ખામીઓના કારણે મતદાન પ્રક્રિયા ધીમી થઇ ગઇ છે. ત્યારે પંડરિયા વિધાનસભાના ખેરવારમાં ભાજપના સિંબોલ પર વોટ પડવાને લઇ કોંગ્રેસ નેતાઓએ ચૂંટણી કમિશનમાં તેની ફરિયાદ કરી અને ભાજપ પર EVM ટેંપરિંગનો આરોપ લગાવ્યો છે. જેના કારણે છત્તીસગઢ PCC ચીફ ભૂપેશ બધેલે કહ્યું કે EVM મશીન ત્યાં જ ખરાબ થઇ રહ્યું છે જ્યાં કોંગ્રેસની સ્થિતી મજબૂત છે. ત્યારે કેટલીક જગ્યાઓ પર હજુ પણ મતદાન પ્રક્રિયા શરૂ થઇ નથી.
તમને જણાવી દઇએ કે ગરિયાબંધના પરેવા પાલી મતદાન કેન્દ્રમાં ગ્રામીણોએ ચૂંટણી બહિષ્કાર કરી અત્યાર સુધીમાં એક પણ વોટ આપ્યો નથી. આ ગામમાં મૂળભૂત સુવિધાઓ ન હોવાતી અહીંયા ગ્રામીણ લોકો ઘણા રોષે ભરાયા છે. ત્યારે અધિકારીઓએ જ્યારે ગ્રામીણો સાથે વાત કરવાની માંગ કરી તો તેમે નકારી કાઢી હતી. પેંડ્રાના એક પોલિંગ બૂથમાં છત્તીસગઢ જનતા કોંગ્રેસના પ્રમુખ અજીત જોગી તેમના પુત્ર અમિત જોગી સાથે મતદાન કરવા પહોંચ્યા હતા.
તમને જણાવી દઇએ કે મતદાન પ્રક્રિયા શરૂ થવાની સાથે જ પ્રદેશના જૂદા-જૂદા વિસ્તારોમાંથી EVM મશીમાં ટેકનિકલ ખામી સર્જાઇ હોવાના સમાચાર મળી રહ્યા છે. જેમાં કવર્ધાની 236 નંબરના પોલિંગ બૂથનું મશીનમાં ખામી સર્જાયા હોવાનું સામે આવ્યું અને સીએમ રમન સિંહને પણ આ વિસ્તારથી જ મત આપવાનો બાકી છે. પરંતુ EVM મશીનમાં ખામી સર્જાવવાના કારણે મતદાન પ્રક્રિયા અટકાઇ છે. તમને જણાવી દઇએ કે, સમગ્ર 72 બેઠકો પર મતદાન સવારે 8 વાગ્યાથી શરૂ થયુ છે અને સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રહેશે. છત્તીસગઢમાં છેલ્લા તબક્કાના મતદાનને લઇ પીએમ મોદીએ પણ ટ્વિટ દ્વારા છત્તીસગઢની જનતાને તેમના મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરી છે.
રાજ્યમાં આ સ્થિતિમાં ત્રિકોણીય ચૂંટણી છે, જેમાં એક બાજુ સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) છે, તો બીજી બાજુ વિપક્ષી કોંગ્રેસ છે. ત્યારે અજીત જોગી અને માયાવતીનું ગઠબંધન રાજ્યમાં ત્રીજા મોર્ચાના રૂપમાં સામે આવ્યું છે.
બીજા તબક્કાની ચૂંટણીમાં કુલ 1,079 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. જેમાંથી કોંગ્રેસ અને ભાજપના દરેક 72 બેઠક પર તેમના ઉમેદવારોને ઉભા કર્યા છે. માયાવતીની બહુજન સમાજ પાર્ટી (બસપા) 25 બેઠકો પર ચૂંટણી લડી રહી છે અને પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગીની જનતા કોંગ્રેસ છત્તીસગઢમાં 46 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. જ્યારે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (આપ)એ 66 બેઠકો પર તેમના ઉમેદવાર ઉભા કર્યા છે.
છત્તીસગઢ ચૂંટણી અપડેટ
- મહાસમુંદમાં પણ ઇવીએમ ખરાબ થવાની ફરિયાદ મળી રહી છે. જેના કારણે મતદાતાઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મહાસમુંદમાં બૂથ ક્રમાંક 92 લોહારગામમાં બુથ ખરાબ થયા હોવાનું સામે આવ્યું છે. જેા કારણે વોટિંગ હજુ સુધી શરૂ કરવામાં આવ્યું નથી. ત્યારે જાંજગીર ચાંપામાં પણ મેંહદીગામ બુથ ક્રમાંક 123ના ઇવીએમમાં પણ ટેકનિકલી ખામી સર્જાઇ છે, જેના કારણે મતદાતાઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
- બિલાસપુર સંભાગ કમિશ્નર ટીસી મહાવર તેમજ કલેક્ટર પી. દયાનંદ સપત્નિક મતદાન કરવા માટે મહિલા સંગવારી કેન્દ્ર પહોંચ્યા અને મત આપી તેમને મતાધિકારનો ઉપયોગ કર્યો છે. ત્યારે બિલાસપુર રેન્જ આઇજી પ્રદીપ ગુપ્તા, જિલ્લા પંચાયત સીઇઓ ડો. ફરિહા આલમ સિદ્દીકીએ પણ મતદાન કરવા તેમને મતાધિકારનો ઉપયોગ કર્યો છે.
- રાયપુરના બીપી પુજારી સ્કૂલના 162 અને 165 નંબર બૂથ પર હજૂ સુધી વોટિંગ શરૂ થયું નથી. જણાવી રહ્યા છે કે મશીમાં ટેકનિકલ ખામીના કારણે વોટિંગ શરૂ થઇ શક્યું નથી.
- બલોદાબજારના બૂથ ક્રમાંક 116 નવીન શાસકીય શાળામાં પણ EVM મશીનમાં ખામી સર્જાઇ છે, જેના કારણે ઘણી મુશ્કેલીનો સામનો કરવા પડી રહ્યો છે.
- રાયપૂર ઉત્તરમાં રાજેશ મૂણતે તેમના પરિવાર સાથે મતદાન કર્યું. કોરિયાના બૈકુંઠપુરથી ભાજપના મંત્રી ભૈયાલાલ રાજવાડેએ ZEE ન્યૂઝ સાથે એક્સક્લૂસિવ વાતચીતમાં દરેક મતદારને તેમના મતાધિકારનો ઉયપોગ કરવાની વાત કરી છે.
- પીએમ મોદીએ પણ ટ્વિટ દ્વારા છત્તીસગઢની જનતાને તેમના મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરી છે. છત્તીસગઢમાં આજે બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન છે. સમગ્ર મતદાતાઓને મારી વિનંતી છે કે તેઓ સંપૂર્ણ ઉત્સાહની સાથે મોટી સંખ્યામાં મતદાન કરી લોકતંત્રના મહાપર્વને સફળ બનાવે.
छत्तीसगढ़ में आज दूसरे और अंतिम चरण का मतदान है। सभी मतदाताओं से मेरा निवेदन है कि वे पूरे उत्साह के साथ भारी संख्या में मतदान कर लोकतंत्र के महापर्व को सफल बनाएं।
— Narendra Modi (@narendramodi) November 20, 2018
- ધમતરીથી સિહાવા વિધાનસભા વિસ્તારના મતદાન કેન્દ્રોમાં પણ વોટિંગ મશીનમાં ખામી સર્જાવાના સમાચાર મળી રહ્યા ચે. આ સાથે મેનપુરના મતદાન કેન્દ્રે ક્રમાંક 240માં પણ ખામી સર્જાઇ હોવાની માહિતી મળી રહી છે. જેના કારણે મતદાતાઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરી શક્યા નહીં.
- મુંગેલીની લોરમી વિધાનસભામાં પણ બૂથ ક્રમાંક 203 નવાગાંલ વેંકટમાં બે EVM મશીનોમાં ખામી સર્જાઇ છે. જેના કારણે મતદાતાઓની લાંબી લાઇન લાગી છે અને ચૂંટણી કાર્યમાં વિલંબ થઇ રહ્યો છે.
- બલરામપૂરના દહેજવાર મતદાન ક્રમાંક 206માં પણ હાલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઇ શકી નથી. જેના કારણે મતદાતાઓ મુશ્કેલીમાં મુકાયા છે.
- બેમેતરામાં પૂર્વ નેતા પ્રતિપક્ષ રવિન્દ્ર ચોબેએ તેમની પત્ની સાથે તેમના ગૃહ ગ્રામ મોહાભાઠાના મતદાન ક્રમાંક 153માં મતદાન કર્યું છે.
- કવર્ધાના 236 નંબર પોલિંગ બૂથ પર મશીમાં ટેકનીકલી ખામી સર્જાવવાના કારણે અત્યારે હાલ ત્યાં વોટિંગ અટકી ગયું છે. જણાવી દઇએ કે કવર્ધા સીએમ રમન સિંહનું ગૃહક્ષત્ર છે. જેના કારણે મુખ્યમંત્રી રમન સિંહ પણ આ મતદાન કેન્દ્રમાં વોટ આપશે, પરંતુ મશીનમાં ખામી સર્જાવવાના કારણે મતદાતાઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
- વોટિંગને લઇને થર્ડ જેન્ડરમાં પણ ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાયપૂર ઉત્તરમાં ઘણા થર્ડ જેન્ડર મતદાન કરવા પોલિંગ બૂથ પર પહોંચ્યા અને મતાધિકારનો ઉપયોગ કર્યો છો.
- કોરબા સાંસદ બંશીલાલ મહતોએ તેમની પત્ની સાથે કોરબા વિધાનસભાની સીતામઢી સ્થિત આદિમ જાતી કલ્યાણ બાલક સ્કૂલમાં મતદાન કર્યું છે. ત્યારે પાટણ વિધાનસભાના કુરૂદ ડીહી મતદાન કેન્દ્રમાં 9 વાગ્યા સુધીમાં 18 ટકા તો બિલાસપુર વિધાનસભામાં 10 ટકા મતદાન થઇ ગયું છે.
અહીંયા 77 લાખથી વધારે પૂરૂષો અને 76 લાખથી વધારે મહિલાઓ સહિત ડોઢ કરોડથી વધારે મતદાતા મતદાન કરવાને યોગ્ય છે. આ 72 બેઠકો પર લગભગ 1000 મતદાતા થર્ડ જેન્ડરના છે.
બીજા તબક્કાની 72 બેઠકો માટે 19,000 મતદાન કેન્દ્રો પર સુરક્ષા વધારવામાં આવી છે અને તેમાં હેલિકોપ્ટર અને ડ્રોનની મદદ લાવમાં આવી રહી છે. આ સાથે એક લાખથી વધારે સુરક્ષા કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
નક્સલ પ્રભાવિત ગરિયાબંદ, ઘમરતી, મહાસમુંદ, કબીરધામ, જરપૂર અને બલરામપુર જિલ્લામાં વધારાની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
પહેલા તબક્કામાં રાજ્યના 8 નક્સલ પ્રભાવિત જિલ્લાની 18 બેઠકો પર 12 નબેમ્બરે મતદાન થયું હતું. નક્સલીઓએ લોકોને ચૂંટણીથી દુર રહેવાની ધમકી આપી હતી. તેમ છતાં 76.28 ટકા મતદાન થયું હતું.
90 સભ્યની વિધાનસભામાં ભાજપની પાસે માત્ર 49 બેઠકો, કોંગ્રેસ પાસે 39 અને બસપા પાસે એક બેઠક છે.
તમને જણાવી દઇએ કે આ બેઠક માટે 19335 મતદાન કેન્દ્રો પર વોટિંગ માટે સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે. ગત ચૂંટણીમાં થયેલા નક્સલી હુમલાને ધ્યાનમાં રાખી સુરક્ષા વ્યવસ્થા મજબુત કરી દેવામાં આવી છે. ઘણા મતદાન કેન્દ્રો પર વોટિંગ પણ શરૂ થઇ ગયું છે. જણાવી દઇએ કે પહેલા ચરણના મતદાન માટે 19937 કેન્દ્રો બનાવવામાં આવ્યા હતા. કેટલાક વૃદ્ધો પણ તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન કેન્દ્રો પર પહોંચી ચુક્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે