Chandrayaan-3 ની અસલ પરીક્ષા તો હવે આવશે, ચંદ્ર સુધી કેવી રીતે પહોંચશે...તમામ વિગતો જાણો
ISRO એ ચંદ્રયાન-3ની પહેલી ઓર્બિટ મેન્યૂવરિંગ સફળતાપૂર્વક પૂરી કરી લીધી છે. એટલે કે તેની પહેલી કક્ષા બદલાઈ ગઈ છે. હવે તે 42 હજાર કિમીથી વધુની કક્ષામાં પૃથ્વીની ચારેબાજુ ઈંડાકાર ચક્કર મારી રહ્યું છે. હાલ ઈસરો વૈજ્ઞાનિકો તેની કક્ષા સંબંધિત ડેટાનું એનાલિસિસ કરી રહ્યા છે.
Trending Photos
ISRO એ ચંદ્રયાન-3ની પહેલી ઓર્બિટ મેન્યૂવરિંગ સફળતાપૂર્વક પૂરી કરી લીધી છે. એટલે કે તેની પહેલી કક્ષા બદલાઈ ગઈ છે. હવે તે 42 હજાર કિમીથી વધુની કક્ષામાં પૃથ્વીની ચારેબાજુ ઈંડાકાર ચક્કર મારી રહ્યું છે. હાલ ઈસરો વૈજ્ઞાનિકો તેની કક્ષા સંબંધિત ડેટાનું એનાલિસિસ કરી રહ્યા છે. લોન્ચિંગ બાદ ચંદ્રયાન-3ને 179 કિલોમીટરની પેરીજી અને 36500 કિલોમીટરની એપોજીવાળા ઈંડાકાર કક્ષામાં નાખવામાં આવ્યું હતું. એટલે કે ઓછું અંતર પેરીજી. પહેલા ઓર્બિટ મેન્યુવરમાં એપોજીને વધારવામાં આવ્યું છે. એટલે કે 36500 કિલોમીટરથી હવે 42000 કિલોમીટર. ધરતીની ચારેબાજુ પાંચ વાર ઓર્બિટ મેન્યુવર થશે. એટલે કે કક્ષા બદલવામાં આવશે. તેમાં ચારમાં એપોજી એટલે કે પૃથ્વીથી જ્યારે ચંદ્રયાન દૂર હશે. તે કક્ષા બદલવામાં આવશે. એટલે કે પહેલી, ત્રીજી. ચોથી, અને પાંચમી. હવે તમે વિચારી રહ્યા હશો કે બીજી કક્ષા ક્યા ગઈ. અસલમાં બીજી કક્ષામાં એપોજી નહીં પરંતુ પેરીજી બદલવામાં આવશે. એટલે કે નજીકના અંતરને વધારવામાં આવશે. ઈસરોના પ્રમુખ એસ.સોમનાથે દાવો કર્યો છે કે જો બધુ ઠીક રહ્યું તો ચંદ્રયાન-3 23 ઓગસ્ટની સાંજે લગભગ 5.47 વાગે ચંદ્રમાની જમીન પર લેન્ડિંગ કરશે. કેવી હશે ચંદ્રયાનની આગળની યાત્રા...ખાસ જાણો.
હવે આગળ શું
ચંદ્રયાન-3ને ગઈ કાલે એટલે કે 14 જુલાઈના રોજ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીષ ધવન સ્પેસ સેન્ટરથી બપોરે 2.25 વાગે લોન્ચ કરાયું. લોનચ્ના લગભગ 16 મિનિટ બાદ પ્રોપલ્શન મોડ્યૂલ રોકેટથી અલગ થઈ ગયું. હવે સવાલ એ છે કે ચંદ્રયાન ચંદ્રની ધરતી પર ક્યારે ઉતરશે. સરળ શબ્દોમાં તમને સમજાવીએ.
- બપોરે 2.25 વાગે શક્તિશાળી LMV 3 રોકેટની મદદતી ચંદ્રયાન 3ને લોન્ચ કરાયું.
- લોન્ચિંગના 16 મિનિટ બાદ પૃથ્વીની ઓર્બિટમાં પહોંચતા પહેલા ચંદ્રયાન-3 રોકેટથી અલગ થઈ ગયું.
- આગામી 3 દિવસ સુધી ચંદ્રયાન-3 પૃથ્વીની ઓર્બિટમાં ચક્કર કાપતું રહેશે.
- જો કે પૃથ્વીના દરેક ચક્કર બાદ ચંદ્રયાન-3ના ઓર્બિટનો દાયરો વધતો જશે એટલે કે તે ધરતીથી દૂર અને ચંદ્રમાની નજીક જશે.
- ત્યારબાદ ચંદ્રયાન ઓર્બિટ બદલશે અને એક નિર્ધારિત સ્પીડથી આગળના 6 દિવસ સુધી ચંદ્રમા તરફ આગળ વધતું રહેશે.
- ચંદ્રમાની નજીક પહોંચીને ચંદ્રયાન પૃથ્વીની ઓર્બિટ છોડીને ચંદ્રમાની ઓર્બિટમાં પ્રવેશ કરશે.
- ત્યારબાદ આગામી 13 દિવસ સુધી ચંદ્રયાન એક નિર્ધારિત ઝડપથી ચંદ્રમાના ચક્કર કાપશે.
- આ દરમિયાન ચંદ્રયાનની ઓર્બિટનો દાયરો ઘટતો રહેશે અને તે ધીરે ધીરે ચંદ્રમાની નજીક જશે.
- જ્યારે ચંદ્રયાન અને ચંદ્રમા વચ્ચેનું અંતર 100 કિમી હશે ત્યારે લેન્ડર પ્રોપલ્શન મોડ્યૂલથી અલગ થઈ જશે.
- ત્યારબાદ પણ લેન્ડર નાના ઓર્બિટમાં ચક્કર કાપતું રહેશે. પંરતુ તેની ઝડપ ઓછી થતી જશે અને અનુકૂળ પરિસ્થિતિ વચ્ચે લેન્ડર ચંદ્રમાની સપાટી પર ઉતરશે.
- લેન્ડરની સપાટી પર પહોંચતા જ તેમા લાગેલા રેમ્પ ખુલી જશે અને પ્રજ્ઞાન રોવર નીકળીને ચંદ્રમાની સપાટી પર ઉતરી જશે.
- આગામી 14 દિવસ સુધી રોવર ચંદ્રમાની સપાટીની ચકાસણી કરશે અને ત્યાંની જાણકારીઓ અને ડેટા સ્પેસ સેન્ટરમાં રહેતા વૈજ્ઞાનિકોને મોકલતો રહેશે.
- પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી, ત્યાંની માટી, પથ્થર, અને ત્યાં હાજર ખનીજની ચકાસણી કરશે.
- એવો અંદાજો છે કે લગભગ 40થી 45 દિવસ બાદ એટલે કે ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં ચંદ્રયાન-3ની સફર પૂરી થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે