ચંદીગઢ યુનિવર્સિટીમાં MMS કાંડ પર બબાલ, કોણ હતી વીડિયો બનાવનારી યુવતી, જાણો ઘટનાની 10 મોટી વાતો
Punjab: ચંદીગઢ યુનિવર્સિટીના એમએમએસ કાંડ પર દેશભરમાં ગુસ્સાનો માહોલ છે. યુવતીઓના સ્નાન સમયના કથિત વાયરલ વીડિયોથી યુનિવર્સિટીમાં તણાવનો માહોલ છે. આવો આ મામલામાં અત્યાર સુધી શું-શું થયું તે જાણીએ.
Trending Photos
ચંદીગઢઃ Chandigarh University MMS Case: ચંદીગઢ યુનિવર્સિટીમાં એમએમએસ કાંડ (MMS Scandal) થી દેશભરમાં ગુસ્સાનો માહોલ છે. ગર્લ્સ હોસ્ટેલની એક યુવતી પર બીજી યુવતીઓના સ્નાન કરતા સમયે વીડિયો બનાવવાનો આરોપ છે. આરોપ છે કે આ યુવતીએ અન્ય યુવતીઓના વિવાદાસ્પદ વીડિયો બનાવ્યા અને પોતાના એક મિત્રને શેર કર્યાં. જ્યારે આ વાતનો ખુલાસો થયો તો વિશ્વવિદ્યાલયમાં હંગામો શરૂ થઈ ગયો. આવો આ ઘટનાની મોટી વાતો જાણીએ.
રાત્રે 2 કલાકે શરૂ થયો હંગામો
મોહાલીમાં ચંદીગઢ યુનિવર્સિટીમાં રાત્રે 2 કલાકે તે સમયે હંગામો શરૂ થઈ ગયો જ્યારે ખબર પડી કે હોસ્પિટલની 5થી 6 વિદ્યાર્થિનીઓનો સ્નાન કરવા સમયનો વીડિયો બનાવી વાયરલ કરવામાં આવ્યો છે. જાણવા મળ્યું કે એક યુવતીએ વીડિયો બનાવી એક યુવકને મોકલ્યો. આ મામલામાં યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓએ પરિસરમાં હંગામો શરૂ કર્યો.
પોલીસે કર્યો લાઠીચાર્જ
વીડિયો સામે આવ્યા બાદ વિદ્યાર્થિનીઓ હોસ્પિટલમાંથી બહાર આવી ગઈ હતી. તેમણે વી વોન્ટ જસ્ટિસના નારા લગાવ્યા અને યુનિવર્સિટીને ઘેરી હતી. પોલીસેને માહિતી આપવામાં આવી. પોલીસે વિદ્યાર્થિનીઓને શાંત કરવાનો પ્રયાસ કર્યો તે તેમણે પોલીસ વાનને ઉથલાવી દીધી. પોલીસે પ્રદર્શનકારીઓને શાંત કરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. યુનિવર્સિટી પરિસરમાં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત છે.
યુનિવર્સિટીએ કહ્યું- કોઈએ આપઘાતનો પ્રયાસ કર્યો નથી
યુનિવર્સિટીમાં મામલો ઉગ્ર બની ગયો. આ વચ્ચે સમાચાર આવ્યા કે કેટલીક યુવતીઓએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો. પરંતુ યુનિવર્સિટી અને પોલીસે આ વાતનો ઇનકાર કરી દીધો. વિશ્વવિદ્યાલયનું કહેવું છે કે કોઈ યુવતી તરફથી આવો પ્રયાસ કરાયો નથી. કોઈ વિદ્યાર્થિનીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી નથી.
વિવાદાસ્પદ વીડિયો મળ્યો નથી
ચંદીગઢ વિશ્વવિદ્યાલયનું કહેવું છે કે વિદ્યાર્થિનીઓનો વિવાદાસ્પદ વીડિયો શૂટ કરવાની અફવાઓ નિરાધાર અને ખોટી છે. તેમનું કહેવું છે કે કોઈએ આવો વીડિયો બનાવ્યો નથી, જે વિવાદાસ્પદ હોય. તેનું કહેવું છે કે માત્ર એક વીડિયો મળ્યો છે જે ખુદ તે વિદ્યાર્થિનીનો છે, જેને તેણે તેના પ્રેમી સાથે શેર કર્યો હતો.
વાયરલ વીડિયા આરોપી વિદ્યાર્થિનીનો છે
વિશ્વવિદ્યાલયના તંત્ર જેવો દાવો મોહાલી પોલીસના પ્રમુખે પણ કર્યો છે. મોહાલીના એસએસપી વિવેક શીલ સોનીએ કહ્યુ કે, તે વાત ખોટી છે કે ઘણી યુવતીઓના વીડિયો બનાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે અમારી તપાસમાં આવો બીજો કોઈ વીડિયો સામે આવ્યો નથી. તેમણે કહ્યું કે જે વીડિયો વાયરલ થયો તે આરોપી છાત્રા ખુદનો છે.
શિમલાના યુવકનું આરોપી યુવતી સાથે કનેક્શન
એડીજીપી ગુરપ્રીત દેવનું કહેવું છે કે આરોપી યુવતીને શિમલાનો એક યુવક જાણે છે. તે યુવકની ધરપકડ કરવામાં આવી છે અને ફોનની ફોરેન્સિક તપાસ થશે. ત્યારે બધુ સ્પષ્ટ થઈ જશે.
આ તપાસનો વિષય છે
રાજ્ય મહિલા આયોગની અધ્યક્ષ મનીષા ગુલાટીએ કહ્યું કે આ મામલામાં ખોટું બોલવામાં આવ્યું કે કેટલીક વિદ્યાર્થિનીઓએ આત્મહત્યા કરી લીધી છે. આ અફવા છે ન કોઈએ આત્મહત્યા કરી છે. રાજ્ય મહિલા આયોજના અધ્યક્ષે કહ્યું- જો આ બધુ પહેલાથી ચાલી રહ્યું હશે તો તે તપાસનો વિષય છે અને આ મામલા પર મારી નજર રહેશે.
મુખ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ
ભગવંત માને ટ્વીટ કર્યુ- ચંદીગઢ વિશ્વવિદ્યાલયની દુર્ભાગ્યપૂર્ણ ઘટના વિશે સાંભળીને દુખ થયું. દીકરીઓનું સન્માન છે. ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને જે દોષી સાબિત થશે તેના વિરુદ્ધ કાર્યવાહી થશે. મુખ્યમંત્રીએ કહ્યું- હું તંત્રના સંપર્કમાં છું અને બધાને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરૂ છું.
રાષ્ટ્રીય મહિલા આયોગનું નિવેદન
આ મામલામાં હવે રાષ્ટ્રીય મહિલા આયોગે પણ પ્રતિક્રિયા આપી છે. પંચે પંજાબ પોલીસના ડીજીપીને પત્ર લખીને આ મામલામાં દોષીતો વિરુદ્ધ ઝડપી અને કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે રાષ્ટ્રીય મહિલા પંચે ચંદીગઢ વિશ્વવિદ્યાલયના વાઇસ ચાન્સલરને પણ કહ્યું કે તે આ મામલામાં દોષીતો વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે