ચાણક્ય નીતિઃ નોકરીમાં સફળતા મેળવવા માટે અપનાવો આ ચાણક્ય નીતિ, દિવસ-રાત થશે પ્રગતિ
આચાર્ય ચાણક્યની નીતિઓ અનુસાર ગમે તે ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે વ્યક્તિનો વ્યવહાર કુશલ હોવો જરૂરી છે.
Trending Photos
નવી દિલ્હીઃ આચાર્ય ચાણક્ય એક મહાન અર્થશાસ્ત્રી હતી. સાથે તેમણે પોતાના નીતિ શાસ્ત્રમાં ધન, કારોબાર અને નોકરી વગેરેમાં સફળતા હાસિલ કરવા માટે ઘણી નીતિઓનો ઉલ્લેખ કર્યો છે. ઘણીવાર વ્યક્તિના તમામ પ્રયાસો બાદ પણ નક્કી સફળતા મળતી નથી. આચાર્ય ચાણાક્યએ પોતાની ચાણક્ય નીતિમાં 11માં અધ્યાયના પ્રથમ શ્લોકમાં ચાર એવા ગુણ જણાવ્યા છે જે કોઈપણ સફળ વ્યક્તિ કે કોઈ સારા નેતામાં હોય છે. તેમનું કહેવું છે કે આ ગુણ કેટલાક ખાસ લોકોમાં જન્મજાત હોય છે, જેના પ્રભાવથી તેને દરેક કામમાં સફળતા મળે છે. તે કહે છે કે આ ગુણોને કારણે વેપાર, નોકરી કે અન્ય ક્ષેત્રમાં સફળતા મળે છે.
ચાણક્ય નીતિ કહે છે કે વ્યક્તિને પોતાના લક્ષ્યની જાણકારી હોવી જોઈએ. એકવાર તમે લક્ષ્ય નક્કી કરી લો તો તેને પૂરુ કરવા લાગી જવું જોઈએ. જે લોકો લક્ષ્ય નક્કી કરતા નથી તે પોતાના સમયને ખરાબ કરે છે. કરિયરમાં પણ સફળતા ત્યારે મળે છે જ્યારે વ્યક્તિ લક્ષ્ય નક્કી કરે છે.
યોજના બનાવી કાર્ય કરો
ચાણક્ય નીતિ કહે છે કે કાર્ય કે નોકરીમાં સફળતા ત્યારે સંભવ છે જ્યારે વ્યક્તિ યોજના બનાવી કાર્ય કરે છે. જે લોકો કાર્યની યોજના બનાવતા નથી, યોજના વગર કાર્ય કરે છે, તે વિઘ્ન અને પડકાર આવવા પર ડરી જાય છે. યોજના વગર કાર્યમાં સફળતા મળવાની સંભાવના પણ ઓછી હોય છે.
ઈમાનદાર અને અનુશાસિત વ્યક્તિ
કોઈ વ્યક્તિ ખોટું કરીને ભલે ગમે એટલું ધન ભેગું કરે, પરંતુ તેનું પરિણામ તેણે ભોગવવું પડે છે. તેથી ચાણક્ય નીતિ અનુસાર વ્યવસાય કે નોકરીમાં પ્રગતિ કરવા માટે તમારે તમારા કાર્યો પ્રત્યે ઈમાનદાર હોવું જરૂરી છે. અનુશાસન અન ઈમાનદારીથી પરિપૂર્ણ વ્યક્તિ ખુબ મહેનત કરે છે અને સફળતા હાસિલ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે