યુવકે 2 મહિનામાં એક બે નહી પણ છ વાર આચર્યું દુષ્કર્મ, આ રીતે ફૂટ્યો ભાંડો

છેલ્લા બે મહિનામાં યુવકે તેના ઘરે આ ઉપરાંત તેના મિત્રના ઘરે સગીરાને લઇ જઇને દુષ્કર્મ કર્યું હતું. જોકે સમગ્ર મામલે રામોલ પોલીસ આ યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

યુવકે 2 મહિનામાં એક બે નહી પણ છ વાર આચર્યું દુષ્કર્મ, આ રીતે ફૂટ્યો ભાંડો

મૌલિક ધામેચા/અમદાવાદ: અમદાવાદમાં દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે તેવામાં શહેરના રામોલ વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મ થયાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. રામોલના સીટીએમ વિસ્તારમાં રહેતી એક સગીરાને તેની સામેની દુકાનમાં જ કામ કરતો એક યુવક દ્વારા એક કે બે વખત નહિ પણ છેલ્લા બે મહિનામાં છ વખત દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઇ છે. સગીરાના પિતા કામ ધંધે ગયા હતા અને બપોરના સમયે પરિવારમાં બધા સુતા હતા તે સમયે સગીરા તેના ઘરે હતી નહિ. 

જોકે પરિવારજનોએ આસપાસ અને સગા સબંધીઓ પાસે તપાસ કરતા સગીરા મળી નહિ અને સગીરાના પિતાએ રામોલ પોલીસે સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસની તપાસમાં સગીરા એક યુવક સાથે મળી આવી હતી. સગીરાએ જણાવ્યું હતું કે તેના ઘરની સામે કામ કરતો યુવકે તેની સાથે દુષ્કર્મ કર્યું છે.

છેલ્લા બે મહિનામાં યુવકે તેના ઘરે આ ઉપરાંત તેના મિત્રના ઘરે સગીરાને લઇ જઇને દુષ્કર્મ કર્યું હતું. જોકે સમગ્ર મામલે રામોલ પોલીસ આ યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આ સગીરા સાથે બે મહિનામાં છ વખત દુષ્કર્મ કર્યું તે ઉપરાંત અગાઉ પણ આ રીતે આ સગીરા સાથે અથવા અન્ય કોઈ સગીરાને પોતાના હવસનો શિકાર બનાવી છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news