પદ્મ પુરસ્કારોની જાહેરાત: 112 હસ્તીઓને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન

ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી દેવામાં આવી છે. આ વખતે કુલ 112 લોકોને પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યા છે. જેમાં કુલ 4 લોકોને પદ્મ વિભૂષણ, 14 લોકોને પદ્મ ભૂષણ અને 94 લોકોને પદ્મ શ્રી પુરસ્કાર આપવામાં આવ્યું છે. જે લોકોને પુરસ્કાર આપવામાં આવ્યું છે, તેમાં 21 મહિલાઓ પણ છે. 11 વ્યક્તિ એવા છે જે વિદેશી, NRI/PIO/OCI કેટેગરીમાં આવે છે. પદ્મ પુરસ્કાર 3 લોકોને મરણોપરાંત આપવામાં આવ્યું છે. જ્યારે એક ટ્રાન્સજેન્ટર વ્યક્તિને પણ અપાયું છે. 

પદ્મ પુરસ્કારોની જાહેરાત: 112 હસ્તીઓને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન

નવી દિલ્હી : ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી દેવામાં આવી છે. આ વખતે કુલ 112 લોકોને પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યા છે. જેમાં કુલ 4 લોકોને પદ્મ વિભૂષણ, 14 લોકોને પદ્મ ભૂષણ અને 94 લોકોને પદ્મ શ્રી પુરસ્કાર આપવામાં આવ્યું છે. જે લોકોને પુરસ્કાર આપવામાં આવ્યું છે, તેમાં 21 મહિલાઓ પણ છે. 11 વ્યક્તિ એવા છે જે વિદેશી, NRI/PIO/OCI કેટેગરીમાં આવે છે. પદ્મ પુરસ્કાર 3 લોકોને મરણોપરાંત આપવામાં આવ્યું છે. જ્યારે એક ટ્રાન્સજેન્ડર વ્યક્તિને પણ અપાયું છે. 

પદ્મ વિભૂષણ
તીજન બાઇ, ઇસ્માઇલ ઉમર ગુલેહ (વિદેશી), અનિલ કુમાર મણિભાઇ નાઇક, બલવંત મોરેશ્વર પુરંદરે

પદ્મ ભૂષણ
જોન ચેમ્બર્સ (વિદેશી), સુખદેવ સિંહ ઢીંડસા, પ્રવીણ ગોરધન, મહાશય ધર્મ પાલ ગુલાટી, દર્શન લાલ જૈન, અશોક લક્ષ્મણરાવ કુકડે, કરિયા મુંડા, બુધાદિત્ય મુખર્જી, મોહનલાલ વિશ્વનાથન નાયર, એસ નાંબી નારાયણ, કુલદીય નાયર (મરણોપરાંત), બછેંદ્રી પાલ, વીકે શુંગલૂ, હુકમદેવ નારાયણ યાદવ.

પદ્મ શ્રી
રાજેશ્વર આચાર્ય, બંગારૂ આદિગલર, ઇલિયાસ અલી, મનોજ વાજપેયી, ઉદ્ધવ કુમાર ભારાલી, ઓમેશ કુમાર ભારતી, પ્રીતમ ભર્તવાન, જ્યોતી ભટ્ટ, દિલીપ ચક્રવર્તી, મમ્મી ચાંડી, સ્વપન ચૌધરી, કંવલ સિંહ ચૌહાણ, સુનીલ છેત્રી, દિનકર ઠેકેદાર, મુક્તાબેન પંકજકુમાર દાગલી, બાબુલાલ દહિયા, થંગા દારલોંગ, પ્રભુ દેવા, રાજકુમારી દેવી, ભગીરથ દેવી, બલદેવ સિંહ ઢિલ્લો, હરિકા દ્રોણાવલ્લી, ગોદાવરી દત્તા, ગૌતમ ગંભીર, દ્રોપદી ધિમિરય, રોહિણી ગોડબોલે, સંદિપ ગુલેરિયા, પ્રતાપસિંહ હર્ડિયા, બુલુ ઇમામ, ફ્રેડરિકે ઇરિના, જોરાવરસિંહ જાદવ, એસ.જયશંકર, નરસિંહ દેવ જમ્વાલ, ફૈયાધ અહેમદ જાન, કે.જી જયન, સુભાષ કાક, શરથ કમલ, રજનીકાંત, સુદામ કેવટ, વામન કેન્દ્રે, દિવંગત અભિનેતા કાદર ખાન, અબ્દુલ ગફુર ખત્રી, રવીંદ્ર કોલ્હે, સ્મિતા કોલ્હે, બોમ્બાયલા દેવી લેશરામ, કૈલાશ મડૈયા, રમેશ બાબાજી મહારાજ, વલ્લભભાઇ વાસરાભાઇ મારવાનિયા, ગીતા મેહતા, શાદાબ મોહમ્મદ, કેકે મોહમ્મદ, શ્યામા પ્રસાદ મુખર્જી, દૈતારી નાઇક, શંકર મહાદેવન નારાયણ, શાંતનુ નારાયણ, નર્તકી નટરાજ, ટર્સિગ નોરબો, અનુપ રંજન પાંડે, જગદીશ પ્રસાદ પારેખ, ગણપતભાઇ પટેલ, બિમલ પટેલ, હુકમચંદ પાટીદાર, હરવિંદર સિંહ ફુલકા, મદુરૈ ચેન્નાઇ પિલ્લઇ, તાઓ પોર્ચન લિંચ, કમલા પુજારીને પણ પદ્મ શ્રી પુરસ્કાર આપવામાં આવ્યું છે. પહલવાન બજરંગ પુનિયા, જગતરામ, આર.વી રમણી, દેવરપલ્લી પ્રકાશ રાવ, અનુપ શાહ, મિલિના સાલ્વિની, નગીદાસ સંઘવી, સિરિવિનેલા સીતારામ શાસ્ત્રી, શબ્બીર સૈયદ, મહેશ શર્મા, મોહમ્મદ હનીફ ખાન શાસ્ત્રી, બૃજેશ કુમાર શુક્લ, નરેન્દ્ર સિંહ, પ્રશાંતિ સિંહ, સુલ્તાન સિંહ, જ્યોતિ કુમાર સિન્હા, આનંદન શિવમણિ, શારદા શ્રીનિવાસન, દેવેન્દ્ર સ્વરૂપ (મરણોપરાંત), અજય ઠાકુર, રાજીવ થરાનાથ, શાલુમારદા થિમક્કા, જમુના ટુડૂ, ભારત ભૂષણ ત્યાગી, રામસ્વામી વેંકટસ્વામી, રામ શરણ વર્મા, સ્વામી વિશુદ્ધાનંદ, હીરલાલ યાદવ વેંકટેશ્વર રાવ યદલાપલ્લીને પણ પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news