Corona Vaccine ને લઇને કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, બધાને મળશે મફતમાં વેક્સીન

આ દરમિયાન કેન્દ્રની મોદી સરકારે વેક્સીનેશનને લઇને મોટી જાહેરાત કરી છે. કેન્દ્ર સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે દેશભરમાં તમામને મફતમાં વેક્સીન લગાવવામાં આવશે. 

Corona Vaccine ને લઇને કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, બધાને મળશે મફતમાં વેક્સીન

નવી દિલ્હી: આખા દેશમાં કોરોના વેક્સીનની ડ્રાય રન શરૂ થઇ ગઇ છે. વેક્સીનની ડ્રાઇ રન દરેક રાજ્યની રાજધાનીમાં થશે. રાજ્યોના અંતિમ છેડા સુધી વેક્સીન પહોંચાડવાનો હેતું છે. મળતી માહિતી અનુસાર દરેક સેન્ટર પર 25 લોકોને વેક્સીન આપવામાં આવશે. વેક્સીનેશન પ્રક્રિયાનો આ સૌથી મોટો ટેસ્ટ છે. 

આ દરમિયાન કેન્દ્રની મોદી સરકારે વેક્સીનેશનને લઇને મોટી જાહેરાત કરી છે. કેન્દ્ર સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે દેશભરમાં તમામને મફતમાં વેક્સીન લગાવવામાં આવશે. 

— Dr Harsh Vardhan (@drharshvardhan) January 2, 2021

તમને જણાવી દઇએ કે દેશભરમાં વાયરસ વેક્સીનની ડ્રાય રન શરૂ થઇ ગઇ છે. આજે વેક્સીનના ડ્રાય રનનો બીજો તબક્કો શરૂ થયો છે. દેશના અલગ-અલગ રાજ્યોમાં ડ્રાય રન માટે સેન્ટર બનાવવામાં આવ્યા છે. 

જાણી લો ડ્રાઇ રનમાં ટ્રેનિંગ સ્વાસ્થકર્મી સામેલ થઇ રહ્યા છે. ડ્રાય રનનો પહેલો તબક્કો 28-29 ડિસેમ્બર 2020ના રોજ થઇ હતી. પહેલો તબક્કો અસમ, આંધ્રપ્રદેશ, ગુજરાત, પંજાબમાં શરૂ થયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news