કેન્દ્રનો રાજ્યોને ડ્રાઈવિંગ લાયસન્સ, ગાડીના કાગળોને ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં સ્વિકારવા આદેશ

ટ્રાફિક પોલીસ અને પરિવહન વિભાગ જેવી એજન્સીઓ પણ ઈ-ચલણ એપ સાથે ડોક્યુમેન્ટની પુષ્ટિ કરી શકશે 

કેન્દ્રનો રાજ્યોને ડ્રાઈવિંગ લાયસન્સ, ગાડીના કાગળોને ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં સ્વિકારવા આદેશ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને આદેશ આપ્યો છે કે તે કાયદાનું પાલન કરાવતી એજન્સીઓ દ્વારા ડ્રાઈવિંગ લાયસન્સ, વાહન નોંધણી, વીમો વગેરે સાથે જોડાયેલા દસ્તાવેજોને ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં સ્વિકારવાની શરૂઆત કરે. 

કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરિમાર્ગ મંત્રાલયે મંગળવારે રાજ્ય માટે પરિચાલનની માનક પ્રક્રિયાઓ (SOP) બહાર પાડી હતી. જેમાં જણાવાયું છે કે, વાહન માલિકનું ડ્રાઈવિંગ લાયસન્સ અને વીમા પ્રમાણપત્ર જેવા ડોક્યુમેન્ટ્સને ડિજિલોકર અને એમ પરિવહન જેવા મોબાઈલ એપ પર પણ જોઈ શકાશે. 

કેન્દ્રના આદેશમાં જણાવાયું છે કે, આ જ રીતે ટ્રાફિક પોલીસ અને પરિવહન વિભાગ જેવી કાયદાનું પાલન કરાવતી એજન્સીઓએ પણ ઈ-ચલણ એપ દ્વારા આ દસ્તાવેજોની પુષ્ટિ કરવાની રહેશે. કેમ કે આ એપમાં ડ્રાઈવિંગ લાયસન્સ અને વાહન દસ્તાવેજોના ઓનલાઈન ચકાસમી અંગેના આંકડા ઉપલબ્ધ છે. 

મંત્રાલયના જણાવ્યા અનુસાર તેનાથી કાયદાનું પાલન કરાવતી એજન્સીઓને ચલણ કાપ્યા બાદ દસ્તાવેજો સંભાળવાની ઝંઝટમાંથી પણ મુક્તિ મળસે. સાથે જ નાગરિકોને પણ ચલણ જમા કરાવવા માટે દસ્તાવેજો માટેની મુશ્કેલીમાંથી છુટકારો મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news