Covid 19: પ્રવાસન સ્થળો પર ભારે ભીડ, કેન્દ્રની ચેતવણી, કહ્યું- કોરોનાની બીજી લહેર ખતમ થઈ નથી

કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ હિલ સ્ટેશનો અને પ્રવાસન સ્થળો પર કોરોના વાયરસનો પ્રસાર રોકવા માટે રાજ્ય સરકારો દ્વારા ઉઠાવેલા પગલાની સમીક્ષા કરતા રાજ્યોની સાથે લોકોને પણ એલર્ટ કર્યાં છે. 
 

Covid 19: પ્રવાસન સ્થળો પર ભારે ભીડ, કેન્દ્રની ચેતવણી, કહ્યું- કોરોનાની બીજી લહેર ખતમ થઈ નથી

નવી દિલ્હીઃ કોરોના લૉકડાઉન અને પ્રતિબંધોમાં છૂટ મળવાની સાથે હિલ સ્ટેશનો અને અન્ય પ્રવાસન સ્થળો પર લોકોની ભીડ અને કોરોના પ્રોટોકોલના ઉલ્લંઘન પર કેન્દ્ર સરકારે ફરી ચેતવણી આપી છે. સરકારે કહ્યું કે, કોરોનાની બીજી લહેર હજુ ગઈ થી અને આ પ્રકારે બેદરકારીથી મહામારીને સીધુ આમંત્રણ છે. 

કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ હિલ સ્ટેશનો અને પ્રવાસન સ્થળો પર કોરોના વાયરસનો પ્રસાર રોકવા માટે રાજ્ય સરકારો દ્વારા ઉઠાવેલા પગલાની સમીક્ષા કરતા રાજ્યોની સાથે લોકોને પણ એલર્ટ કર્યાં છે. બેઠકમાં ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, બંગાળ, મહારાષ્ટ્ર, ગોવા, કેરલ અને તમિલનાડુમાં કોરોનાની સ્થિતિ અને રસીકરણની સમગ્ર સ્થિતિ પર વિસ્તારથી ચર્ચા થઈ છે. 

બેઠકમાં તે પણ જણાવવામાં આવ્યું કે વિભિન્ન રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં બીજી લહેર નબળી પડી રહી છે અને સમગ્ર સંક્રમણ દર પણ ઘટ્યો છે, પરંતુ ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, કેરલ, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને બંગાળના ઘણા જિલ્લામાં હજુ પણ સંક્રમણ દર 10 ટકાથી વધુ છે. 

હિલ સ્ટેશનો પર કોરોના પ્રોટોકોલના ઉલ્લંઘન સાથે જોડાયેલા મીડિયા રિપોર્ટ પર ગંભીર ચિંતા વ્યક્ત કરતા ભલ્લાએ કહ્યુ કે, રાજ્યોએ માસ્ક પહેરવા, સામાજીક અંતર જાળવવા જેવા બચાવ ઉપાયોને કડક રીતે લાગૂ કરવા જોઈએ. 

પાંચ સ્તરીય રણનીતિ અપનાવે રાજ્ય
ગૃહ મંત્રાલય તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બેઠકમાં રાજ્યોને પાંચ સ્તરીય રણનીતિ અપનાવવાનું કહેવામાં આવ્યું છે. તેમાં ટેસ્ટિંગ, સંક્રમિતોના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ, સારવાર, રસીકરણ અને કોરોનાથી બચાવના નિયમોનું પાલન કરવું સામેલ છે. મંત્રાલયે 29 જૂને આ સંબંધમાં એક આદેશ પણ જારી કર્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news