રાજીનામા બાદ બોલ્યા સુબ્રમણ્યમ જઇ રહ્યો છું પરંતુ નોકરીનો અંતિન દિવસ નિશ્ચિત નહી

મુખ્ય આર્થિક સલાહકારના પદ પર રાજીનામું આપનારા અરવિંદ સિબ્રમણ્યમે કહ્યું કે આ તેમની અત્યાર સુધીની સૌથી સારી જોબ રહી

રાજીનામા બાદ બોલ્યા સુબ્રમણ્યમ જઇ રહ્યો છું પરંતુ નોકરીનો અંતિન દિવસ નિશ્ચિત નહી

નવી દિલ્હી : મુખ્ય આર્થિક સલાહકાર (CEA)નાં પદથી રાજનામું આપનારા અરવિંદ સુબ્રમણ્યમે કહ્યું કે, આ તેમની અત્યાર સુધીની સૌથી સારી નોકરી રહી. તેમણે કહ્યું કે, મે અત્યાર સુધી જે પણ નોકરી કરી અને ભવિષ્યમાં પણ જ્યાં પણ કરીશ, આ મારો સૌથી સારો અનુભવ રહ્યો. હું પોતાની સાથે આ કાર્યકાળ દરમિયાન યાદગાર પળ લઇને જઇ રહ્યો છું. હું દેશનાં માટે ભવિષ્યમાં પણ કમ કરવા માટે હંમેશા પ્રતિબદ્ધ રહીશ. ઓફીસમાં અંતિમ દિવસ અંગે પુછવામાં આવતા સુબ્રમણ્યમે કહ્યું કે, અંતિમ દિવસ શું હશે તે અંગે કોઇ પણ નિર્ણય નથી લીધો.
અગાઉ કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ એક ફેસબુક પોસ્ટની મદદથી અરવિંદ સુબ્રમણ્યમ ફાઇનાન્સ મિનિસ્ટ્રીમાં રાજીનામું મુકી હોવાની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, સુબ્રમણ્યમ પારિવારિક જવાબદારીઓનાં કારણે અમેરિકા જઇ રહ્યા છે. સુબ્રમણ્યમને 16 ઓક્ટોબર, 2014નાં રોજ નાણામંત્રાલયનાં મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમની નિયુક્તિ ત્રણ વર્ષ માટે કરવામાં આવી હતી. 2017માં તેમનો કાર્યકાળ વધારે એક વર્ષ માટે વધારવામાં આવ્યો હતો. 

જેટલીએ એમ પણ જણાવ્યું કે, થોડા દિવસો પહેલા સુબ્રમણ્યમે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મારી સાથે વાત કરી હતી. તેમણે પારિવારિક પ્રતિબદ્ધતાઓનાં કારણે અમેરિકા પરત ફરવા માંગતા હતા. તેમનું કારણ વ્યક્તિગત્ત છે, પરંતુ તેમના માટે ઘણુ મહત્વનું છે.   મારી પાસે તેમની સાથે સંમત થવા સિવાય કોઇ વિકલ્પ નહોતો. જેટલીએ કહ્યું કે, ગત્ત વર્ષે ઓક્ટોબરમાં સુબ્રમણ્યમનો ત્રણ વર્ષનો કાર્યકાળ પુરો થયો હતો. ત્યાર બાદ તેમણે સુબ્રમણ્યમને થોડા સમય અને પદ પર જળવાઇ રહેવા માટેનો આગ્રહ કર્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news