CDS જનરલ બિપિન રાવતની પત્ની મધુલિકા રાવત કોણ છે? દિવ્યાંગો અને આશ્રિતોની કઈ રીતે કરે છે સેવા?

શ્રીમતી મધુલિકા રાવત AWWA (આર્મી વાઇવ્સ વેલ્ફેર એસોસિએશન) ના પ્રમુખ અને ભારતીય સેના પ્રમુખ જનરલ બિપિન રાવતના પત્ની છે. તે આર્મી કર્મચારીઓની પત્નીઓ, બાળકો અને આશ્રિતોના કલ્યાણ માટે કામ કરે છે.

CDS જનરલ બિપિન રાવતની પત્ની મધુલિકા રાવત કોણ છે? દિવ્યાંગો અને આશ્રિતોની કઈ રીતે કરે છે સેવા?

નવી દિલ્હીઃ શ્રીમતી મધુલિકા રાવત AWWA (આર્મી વાઇવ્સ વેલ્ફેર એસોસિએશન) ના પ્રમુખ અને ભારતીય સેના પ્રમુખ જનરલ બિપિન રાવતના પત્ની છે. તે આર્મી કર્મચારીઓની પત્નીઓ, બાળકો અને આશ્રિતોના કલ્યાણ માટે કામ કરે છે. AWWA એ ભારતની સૌથી મોટી એનજીઓ પૈકીની એક છે. મધુલિકા રાવત ઘણા કલ્યાણ કાર્યક્રમો અને ઝુંબેશોનો ભાગ રહ્યાં છે જે વીર નારીઓ (સૈન્ય વિધવાઓ) અને અલગ-અલગ-દિવ્યાંગ બાળકોને મદદ કરે છે.

મધુલિકા રાવત આર્મીના જવાનોની પત્નીઓના સશક્તિકરણ કરવામાં ઉત્પ્રેરક રહી છે, તેમને બ્યુટિશિયન કોર્સની સાથે ટેલરિંગ, નીટિંગ અને બેગ મેકિંગના કોર્સ લેવા અને તેમને આર્થિક રીતે સ્વતંત્ર બનાવવા માટે 'કેક અને ચોકલેટ્સ' બનાવવા માટે પ્રોત્સાહિત કરી છે. તેઓ તેના સભ્યોની આરોગ્ય જાગૃતિ અને સુખાકારીને પણ પ્રોત્સાહન આપે છે.

મધુલિકા રાવતે પોતાનો અભ્યાસ દિલ્હીમાં કર્યો હતો અને દિલ્હી યુનિવર્સિટીમાંથી મનોવિજ્ઞાનમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું. AWWA ઉપરાંત, તે ખાસ કરીને કેન્સર પીડિતો માટે ઘણા પ્રકારના સામાજિક કાર્યો કરે છે. મધુલિકા રાવત, પતિ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત સાથે, ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરમાં હતા જે બુધવારે (8 ડિસેમ્બર) બપોરે તમિલનાડુના કુન્નૂરમાં ક્રેશ થયું હતું. કપલ કુન્નુરના વેલિંગ્ટનમાં ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજ જઈ રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના બની હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news