CBSE Term 2 Exam Date: સીબીએસઈ ટર્મ 2 પરીક્ષાની તારીખ જાહેર, જુઓ CBSE નોટિસ
CBSE એ ટર્મ 2 ની પરીક્ષાની તારીખ જાહેર કરી છે. CBSE એ પરીક્ષાની તારીખને લઈને નોટિસ જારી કરીને માહિતી આપી છે. CBSEની સૂચના મુજબ ટર્મ 2 ની પરીક્ષા 26 એપ્રિલ 2022 થી શરૂ થશે.
Trending Photos
CBSE Term 2 Exam Dates Released: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને ટર્મ 2 પરીક્ષાની તારીખ જાહેર કરી છે. CBSE એ પરીક્ષાની તારીખને લઈને નોટિસ જાહેર કરીને માહિતી આપી છે. CBSEની સૂચના મુજબ ટર્મ 2 ની પરીક્ષા 26 એપ્રિલ 2022 થી શરૂ થશે. સીબીએસઈએ કહ્યું કે 10th અને 12th ની પરીક્ષાઓની ડેટશીટ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. પરીક્ષાઓનું તારીખપત્રક સત્તાવાર વેબસાઇટ cbse.nic.in પર જાહેર કરવામાં આવશે.
ઓફલાઇન લેવામાં આવશે પરીક્ષા
સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ધોરણ 10 અને 12 માટે બીજા સત્રની (સેકન્ડ ટર્મ) બોર્ડ પરીક્ષા 26 એપ્રિલથી ઓફલાઇન લેવાનું આયોજન કરશે. અધિકારીઓએ બુધવારે આ માહિતી આપી. CBSE પરીક્ષા નિયંત્રક સંયમ ભારદ્વાજે જણાવ્યું હતું કે, "બોર્ડે વિવિધ હિતધારકો સાથે ચર્ચા કર્યા પછી અને દેશમાં કોવિડ-19 ની સ્થિતિને ધ્યાનમાં રાખીને બીજા સત્રની બોર્ડ પરીક્ષા માત્ર ઓફલાઇન મોડ દ્વારા જ લેવાનો નિર્ણય લીધો છે." તેમણે કહ્યું, 'થિયરી પરીક્ષાઓ 26 એપ્રિલ 2022 થી શરૂ થશે. ધોરણ 10 અને 12 નું તારીખપત્રક ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે.
CBSE નોટિસ અહીં જુઓ
પરીક્ષા 50 % બાકીના અભ્યાસક્રમ માટે
જણાવી દઈએ કે CBSE ની આ સૂચના ટર્મ 2 ની પરીક્ષાના 50% બાકી રહેલા અભ્યાસક્રમ માટે છે. CBSE એ જણાવ્યું કે પ્રશ્નપત્રમાં ઉદ્દેશ્ય અને વિષયલક્ષી બંને પ્રશ્નો પૂછવામાં આવશે. પ્રશ્નપત્ર ઉકેલવા માટે 2 કલાકનો સમય આપવામાં આવશે.
ટર્મ 1 નું પરિણામ ટૂંક સમયમાં જાહેર થશે
CBSE ટર્મ 1 પરિણામ 2022 (CBSE Term 1 Result 2022) પણ ટૂંક સમયમાં રિલીઝ થઈ શકે છે. ધોરણ 10, 12 નું પરિણામ સત્તાવાર વેબસાઇટ cbse.gov.in અને cbseresults.nic.in પર જાહેર કરવામાં આવશે. નોંધનીય છે કે ટર્મ 1 પરીક્ષા પછી વિદ્યાર્થીઓને પાસ, કમ્પાર્ટમેન્ટ અથવા એસેન્શિયલ રિપીટ તરીકે વર્ગીકૃત કરવામાં આવશે નહીં. ધોરણ 10, 12 નું અંતિમ પરિણામ ટર્મ 2 ની પરીક્ષાઓ પછી જાહેર કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે