INX મીડિયા કેસ: CBIએ પી.ચિદમ્બરમની પુછપરછ માટે 6 જુને રજુ થવા માટે જણાવ્યું
આઇએનએક્સ મીડિયામાં વિદેશી રોકાણને મંજુરી આપવા મુદ્દે ગોટાળો થયો હોવાનો આરોપ
Trending Photos
નવી દિલ્હી : સીબીઆઇએ આજે આઇએનએખ્સ મીડિયામાં વિદેશી રોકાણની મંજુરીમાં કથિત અનિયમિતતા અંગે પુછપરછ માટ પુર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમને 6 જુને હાજર થવા માટે જણાવ્યું છે.આઇએનએક્સ મીડિયાની શરૂઆત પુર્વ મીડિયા દિગ્ગજ પીટર મુખર્જી અને તેમની પત્ની ઇન્દ્રાણી મુખર્જીએ રકી હતી. સુત્રોએ જણાવ્યું કે ચિદમ્બરમે ગુરૂવારે આ મુદ્દે પુછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા પરંતુ તેમણે કેન્દ્રીય તપાસ બ્યૂરો (CBI)ની નોટિસનાં પાલન માટે બીજી કોઇ તારીખની માંગણી કરી હતી.
દિલ્હી હાઇકોર્ટે ગુરૂવારે ચિદમ્બરમે આ મુદ્દે 3 જુલાઇ સુધી ધરપકડથી અંતરિમ સંરક્ષણ પ્રદાન કર્યું હતું. આઇએનએક્સ મીડિયાને 305 કરોડ રૂપિયા માટે વિદેશી રોકાણ સંવર્ધન બોર્ડની મંજુરી અંગે ચિદમ્બરમની કથિત ભુમિકાની તપાસનાં ઘેરામાં આવી છે. આઇએનએખ્સ મીડિયાને 2007માં વિદેશથી મળેલા 305 કરોડ રૂપિયામાં કથિત ગોટાળા અને FIPB પાસેથી મંજુરી મળ્યા બાદ સીબીઆઇએ ગત્ત વર્ષે 15 મેનાં રોજ એફઆઇઆર દાખલ કરાવી હતી. 2007માં ચિદમ્બરમ કેન્દ્રીય નાણા મંત્રી હતા.
પી.ચિદમ્બરમનાં પુત્ર કાર્તિ ચિતમ્બરમને આ મુદ્દે કથિત રીતે 10 લાખ રૂપિયા લેવા માટેની તેની અટકાયત કરવામાં આવી હતી. આ મુદ્દે અન્ય આરોપીઓનાં આઇએનએખ્સ મીડિયાનાં ડાયરેક્ટર ઇન્દ્રાણી મુખર્જી અને આઇએનએક્સનાં તત્કાલીન ન્યૂઝ ડાયરેક્ટર પીટર મુખર્જીનો પણ સમાવેશ થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે