Coal Case: મમતા બેનરજીની મુશ્કેલીઓ વધી!, ભત્રીજા અભિષેક બેનરજીના ઘરે પહોંચી CBI

પશ્ચિમ બંગાળ (West Bengal) માં સીએમ મમતા બેનરજીના ભત્રીજા અને સાંસદ અભિષેક બેનરજી (Mamata Banerjee)  તપાસની ઝપેટમાં આવી ગયા છે.

Coal Case: મમતા બેનરજીની મુશ્કેલીઓ વધી!, ભત્રીજા અભિષેક બેનરજીના ઘરે પહોંચી CBI

કોલકાતા: પશ્ચિમ બંગાળ (West Bengal) માં સીએમ મમતા બેનરજીના ભત્રીજા અને સાંસદ અભિષેક બેનરજી (Mamata Banerjee)  તપાસની ઝપેટમાં આવી ગયા છે. Coal Case માં તપાસ કરવા માટે કેન્દ્રીય તપાસ બ્યૂરો (CBI) ની ટીમે તેમના ઘરે સમન આપ્યું. આ સમનને અભિષેક બેનરજીના પત્ની રૂજીરા નરુલાએ રિસિવ કર્યું. સીબીઆઈએ તેમને તપાસમાં સામેલ થવાના નિર્દેશ આપ્યા છે. 

સીબીઆઈએ 13 સ્થળો પર પાડ્યા દરોડા
અત્રે જણાવવાનું કે સીબીઆઈએ આ અગાઉ કોલસાના ગેરકાયદેસર ખનન અને તસ્કરી મામલે 19 ફેબ્રુઆરીના રોજ બંગાળમાં 13 સ્થળો પર દરોડા પાડ્યા હતા. જેમાં કોલસાના ગેરકાયદેસર ખનનમાં સામેલ  જયદેવ મંડલ અને લાંબા સમયથી ફરાર ચાલી રહેલા કોલસા માફિયા અનૂપ માજી ઉર્ફે લાલાના ઠેકાણા પણ સામેલ હતા. આ દરમિયાન કોલકાતા, પુરુલિયા, પશ્ચિમ બર્ધમાન અને બાંકુડામાં સર્ચ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. 

હજારો કરોડનું છે કોલસા કૌભાંડ
કોલસા કૌભાંડ કેસમાં CBI અભિષેક બેનરજીના અનેક નીકટના લોકો વિરુદ્ધ દરોડા પાડી રહી છે. આરોપ છે કે આ કૌભાંડમાં સામેલ લોકોએ ગેરકાયદેસર રીતે હજારો કરોડ રૂપિયાના કોલસાનું ખનન કરીને તેને બ્લેક માર્કેટમાં વેચ્યું. તેનાથી સરકારની તિજારીને ખુબ નુકસાન થયું. આ મામલે સીબીઆઈએ ડિસેમ્બરના શરૂઆતના અઠવાડિયામાં કોલકાતાના સીએ ગણેશ બગારિયાની ઓફિસ ઉપર પણ રેડ મારી હતી. ભાજપ આ મામલે સતત CBI ને ઘેરતો રહ્યો છે. ભાજપનો આરોપ છે કે આ કૌભાંડનો સૌથી વધુ ફાયદો અભિષેક બેનરજીને થયો. 

અભિષેક બેનરજીએ ભાજપ પર સાધ્યું નિશાન
આ અગાઉ તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ અભિષેક બેનરજીએ એક રેલીમાં ભાજપ પર નિશાન  સાધ્યું હતું. તેમણે ભાજપના નારા ડબલ એન્જિનવાળી સરકાર (કેન્દ્ર અને રાજ્યમાં એક જ પાર્ટીની સરકાર)ની ટીકા કરતા કહ્યું કે ભગવો પક્ષ સાર્વજનિક ધન હડપવા માટે આ વ્યવસ્થા ઈચ્છે છે. 

ડાયમન્ડ હાર્બર સીટથી સાંસદ છે અભિષેક બેનરજી
તૃણમૂલ કોંગ્રેસની યુવા શાખાના અધ્યક્ષ અને ડાયમન્ડ હાર્બર સીટથી સાંસદ બેનરજીએ એવો પણ દાવો કર્યો કે આ નારો એ વાતને સાબિત કરે છે કે કેન્દ્રમાં ભાજપના નેતૃત્વવાળી સરકાર પશ્ચિમ બંગાળની મદદ કરતી નથી, કારણ કે તે રાજ્યમાં સત્તામાં નથી. તેમણે કહ્યું કે ભાજપના નેતા એવો તર્ક આપીને કે ડબલ એન્જિનવાળી સરકારના નારા લગાવે છે કે કદાચ એપ્રિલ-મેમાં થનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીતથી પશ્ચિમ બંગાળના વિકાસમાં તેજી આવશે કારણ કે કેન્દ્રમાં પણ તેમની સરકાર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news