CBI વિવાદ: અસ્થાના લાંચકાંડની તપાસ કરી રહેલા એકે બસ્સી પણ પહોંચ્યા સુપ્રીમ કોર્ટ, કહ્યું- SIT તપાસ થાય

સીબીઆઇના વિશેષ ડાયરેક્ટર રાકેશ અસ્થાના પર લાગે લાંચના આરોપોની તપાસ કરી રહેલા સીબીઆઇ ઓફિસર એકે બસ્સીએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે.

CBI વિવાદ: અસ્થાના લાંચકાંડની તપાસ કરી રહેલા એકે બસ્સી પણ પહોંચ્યા સુપ્રીમ કોર્ટ, કહ્યું- SIT તપાસ થાય

નવી દિલ્હી: સીબીઆઇના આંતરિક વિખવાદમાં મંગળવારે નવો વળાંક આવ્યો છે. સીબીઆઇના વિશેષ ડાયરેક્ટર રાકેશ અસ્થાના પર લાગે લાંચના આરોપોની તપાસ કરી રહેલા સીબીઆઇ ઓફિસર એકે બસ્સીએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. તેમણે તેમના ટ્રાન્સફરને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો છે.

સીબીઆઇ અધિકારી એક બસ્સીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી સંપૂર્ણ મામલાની એસઆઇટી તપાસ કરવાની માંગ કરી છે. એકે બસ્સીએ દાવો કર્યો છે કે અસ્થાનાની સામે શંકાસ્પદ સામગ્રી, ફોન રેકોર્ડ્સ, વ્હોટ્સ અપ સંદેશાઓ એકત્રિત કરવામાં આવ્યા છે. બસ્સીના વકીલે મંગળવારે ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની બેન્ચને અરજી પર શુક્રવારે સુનાવણી કરવાની માંગ કરી જેના પર ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ કહ્યું કે ‘અમે જોઇશું’

CBI निदेशक और विशेष निदेशक के मामले की 2 हफ्ते में जांच पूरी करे सीवीसी- SC का बड़ा आदेश

તમને જણાવી દઇએ કે સીબીઆઇ ડાયરેક્ટર આલોક વર્માને અચાચનક રજા પર મોકલી દેવાની સામે દાખલ અરજી પર સુપ્રીમ કોર્ટમાં 26 ઓક્ટોબરની સુનાવણી થઇ હતી. સુપ્રીમ કોર્ટમાં તે દરમિયાન વરિષ્ઠ વકીલ ફલી નરીમને આલોક વર્માની વકીલાત કરી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સીબીઆઇના ડાયરેક્ટર આલોક વર્મા અને સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાની સામે સીવીસી 2 અઠવાડીયામાં તપાસ પૂરી કરે. મામલાની હવે પછીની સુનાવણી 12 નવેમ્બરે થવાની છે.

આ તપાસની નિગરાણી સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ એકે પટનાયક કરશે. સુપ્રીમ કોર્ટે આ મામલે સીવીસી, કેન્દ્ર સરકાર અને સીબીઆઇને વિશેષ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને તેમની અરજીના સંબંધમાં નોટીસ ફટકારી છે. સુપ્રીમ કોર્ટે સીબીઆઇના મામલે બદલવામાં આવેલા પાંચ જજ અધિકારીઓની જાણકારી બંધ પરબિડીયામાં કોર્ટને આપવાનું કહ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news