મણિપુરમાં બે મૈતેઈ વિદ્યાર્થીઓની હત્યામાં સામેલ 4 આરોપીની ધરપકડ, સીએમ એન બિરેન સિંહે કહ્યું- કડક સજા આપશે
Manipur violence: મણિપુરમાં જાતીય હિંસા દરમિયાન બે વિદ્યાર્થીઓની હત્યા કરવામાં આવી હતી. આ મામલાના આરોપીઓને સીબીઆઈની ટીમે દબોચી લીધા છે. તાજેતરમાં આ વિદ્યાર્થીઓના મૃતદેહના ફોટો વાયરલ થયા હતા.
Trending Photos
ઈમ્ફાલઃ Manipur Voilence News: મણિપુરમાં બે યુવા વિદ્યાર્થીઓની હત્યાના મામલામાં ચાર શંકાસ્પદોની રવિવારે સીબીઆઈ અને અન્ય સુરક્ષાદળોએ ધરપકડ કરી લીધી છે. મુખ્યમંત્રી એન. બિરેન સિંહે આ જાણકારી આપતા કહ્યું કે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નિર્દેશ પર એજન્સીના વિશેષ ડાયરેક્ટર અજય ભટનાગરના નેતૃત્વમાં પાંચ અધિકારીઓની સાથે એક વિશેષ સીબીઆઈ ટીમ 27 સપ્ટેમ્બરથી મણિપુરમાં છે.
મુખ્યમંત્રીએ કહ્યું- આજે (1 ઓક્ટોબર) સીબીઆઈ, સેના, આસામ રાઇફલ્સ અને રાજ્ય સુરક્ષા દળોની એક સંયુક્ત ટીમે બે યુવા વિદ્યાર્થીઓની હત્યાના મામલામાં ચુરાચાંદપુર જિલ્લામાંથી ચાર શંકાસ્પદોની ધરપકડ કરી છે. આ બે વિદ્યાર્થીઓની હત્યાના જધન્યા અપરાઘના મામલામાં મોટી સફળતા છે.
સીબીઆઈ કરી રહી છે કેસની તપાસ
મુખ્યમંત્રીએ કહ્યું કે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે તેમને આશ્વાસન આપ્યું છે કે બે યુવા વિદ્યાર્થીઓની હત્યાના મામલાને ગંભીરતાથી લેવામાં આવશે અને ગુનેગારોને આકરી સજા આપવામાં આવશે. મણિપુર સરકાર પહેલા જ વિદ્યાર્થીઓની હત્યાનો મામલો સીબીઆઈને સોંપી ચુકી છે.
પૂર્વોત્તર રાજ્યમાં 17 વર્ષીય વિદ્યાર્થી હિજામ લિનથોઇનગાંબી અને 20 વર્ષીય ફિજામ હેમજીતની હત્યાના વિરોધમાં પાછલા સપ્તાહે મોટા પાયે વિદ્યાર્થીઓએ આંદોલન કર્યું હતું. બંને વિદ્યાર્થીઓ બિષ્ણુપુર જિલ્લાના હતા અને છ જુલાઈએ મણિપુરમાં જાતીય હિંસા દરમિયાન લાપતા થયા હતા. તેની તસવીરો 25 સપ્ટેમ્બરે વિવિધ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે