Single Use Plastic Ban: 1 જુલાઈથી પ્લાસ્ટિકની આ વસ્તુનો નહીં કરી શકો ઉપયોગ, સરકારે બનાવ્યો એક્શન પ્લાન

Single Use Plastic Ban: 1 જુલાઈથી દેશભરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ લાગવા જઈ રહ્યો છે. આ માટે સરકારે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. જો કોઈ દુકાન પર સિંગલ યુઝ પ્લાસ્ટિકથી બનેલી વસ્તુઓ મળે છે, તો તેમના વિરૂદ્ધ કડક કાર્યવાહી થશે.

Single Use Plastic Ban: 1 જુલાઈથી પ્લાસ્ટિકની આ વસ્તુનો નહીં કરી શકો ઉપયોગ, સરકારે બનાવ્યો એક્શન પ્લાન

Single Use Plastic Ban: દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે સરકારે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક માટે કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડે કડક નિયમ બનાવ્યા છે. CPCB એ સ્પષ્ટ રીતે કહ્યું છે કે, 1 જુલાઈથી જો કોઈ સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેચાણ કરે છે અથવા ઉપયોગ કરે છે, તો તેની સામે કડક કાર્યવાહી થશે.

1 જુલાઈથી સંપૂર્ણ પ્રતિબંધ થશે સિંગલ યુઝ પ્લાસ્ટિક
CPCB એ સિંગલ યુઝ પ્લાસ્ટિકનું લિસ્ટ પણ જાહેર કર્યું છે, જે 1 જુલાઈથી સંપૂર્ણ રીતે પ્રતિબંધ છે. આ તમામ પ્રોડક્ટના Alternative માટે 200 કંપનીઓ પ્રોડક્ટ બનાવી રહી છે. આ માટે તેમને લાયસન્સ રીન્યુ કરાવવાની જરૂર નથી.

1 જુલાઈથી આ વસ્તુઓ થઈ જશે બેન
- પ્લાસ્ટિક સ્ટિકવાળા ઇયર બડ્સ
- ફુગ્ગાની પ્લાસ્ટિક સ્ટિક
- પ્લાસ્ટિકના ફ્લેગ
- કેન્ડી સ્ટિક
- આઇસ ક્રીમ સ્ટિક
- થર્મોકોલ
- પ્લાસ્ટિક પ્લેટ્સ
- પ્લાસ્ટિક કપ
- પ્લાસ્ટિક પેકિંગનો સામાન
- પ્લાસ્ટિકથી બનેલા ઇનવિટેશન કાર્ડ
- સિગરેટ પેકેટ્સ
- પ્લાસ્ટિક અને પીવીસી બેનર (100 માઇક્રોનથી ઓછા)

પ્લાસ્ટિક યુઝ કરનાર પર થશે કડક કાર્યવાહી
CPCB દ્વારા પસાર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે કોઈપણ દુકાનમાં જો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવશે તો દુકાનના ટ્રેડ લાયસન્સ રદ કરવામાં આવશે. દુકાનદારને ફરી લાયસન્સ લેવા માટે દંડ ચૂકવી એપ્લાય કરવું પડશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news