Citizenship Amendment Bill: કેમ મુસલમાનોનો સમાવેશ નથી કરાયો? અમિત શાહે આપ્યો જવાબ

 નાગરિકતા સંશોધન બિલ 2019 (Citizenship Amendment Bill 2019) પર આજે રાજ્યસભામાં વિપક્ષના અનેક સવાલોના જવાબ આપતા ગૃહ મંત્રી અમિત શાહે (Amit Shah) મુસલમાનોને આ બિલમાં કેમ સામેલ કરવામાં નથી આવ્યાં તેનું કારણ જણાવ્યું. તેમણે કહ્યું કે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં મુસ્લિમ બહુમતીમાં છે. આથી તેમના પર અત્યાચાર થવાની શક્યતા બહુ ઓછી છે. ગૃહ મંત્રીએ કહ્યું કે વિપક્ષ 6 ધર્મના લોકોને સામેલ કરવા બદલ તેમની પ્રશંસા તો નથી કરતો પરંતુ તેમનું બધુ ધ્યાન મુસ્લિમો પર જ ટીકી ગયુ છે. 

Citizenship Amendment Bill: કેમ મુસલમાનોનો સમાવેશ નથી કરાયો? અમિત શાહે આપ્યો જવાબ

નવી દિલ્હી:  નાગરિકતા સંશોધન બિલ 2019 (Citizenship Amendment Bill 2019) પર આજે રાજ્યસભામાં વિપક્ષના અનેક સવાલોના જવાબ આપતા ગૃહ મંત્રી અમિત શાહે (Amit Shah) મુસલમાનોને આ બિલમાં કેમ સામેલ કરવામાં નથી આવ્યાં તેનું કારણ જણાવ્યું. તેમણે કહ્યું કે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં મુસ્લિમ બહુમતીમાં છે. આથી તેમના પર અત્યાચાર થવાની શક્યતા બહુ ઓછી છે. ગૃહ મંત્રીએ કહ્યું કે વિપક્ષ 6 ધર્મના લોકોને સામેલ કરવા બદલ તેમની પ્રશંસા તો નથી કરતો પરંતુ તેમનું બધુ ધ્યાન મુસ્લિમો પર જ ટીકી ગયુ છે. 

નોંધનીય છે કે વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે સવાલ પૂછ્યો હતો કે ભારતના બીજા પણ પાડોશી દેશો છે તો ફક્ત બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનને જ કેમ તેમાં સામેલ કરવામાં આવ્યાં? તેમણે એમ પણ પૂછ્યું હતું કે મુસ્લિમો ઉપર પણ અફઘાનિસ્તાનમાં તાલિબાને અત્યાચાર કર્યાં પરંતુ તેમને તો બિલમાં જગ્યા નથી અપાઈ. ગૃહ મંત્રીએ જવાબ આપતા કહ્યું કે શું બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં મુસ્લિમોને લઘુમતી ગણી શકાય? તેમણે કહ્યું કે જ્યારે તે દેશોનો મુખ્ય ધર્મ જ ઈસ્લામ છે તો તેમના પર અત્યાચાર થવાની શક્યતા પણ  ખુબ ઓછી છે. 

આ દેશોએ નથી કર્યો લિયાકત-નહેરુ પેક્ટનો અમલ
ગૃહ મંત્રીએ મુસ્લિમો માટે કહ્યું કે તેમણે ડરવાની કોઈ જરૂર નથી. કારણ કે બિલનો ભારતના મુસલમાનો સાથે કોઈ લેવાદેવા નથી. શાહે કહ્યું કે પાડોશી દેશોએ લિયાકત નહેરુ સંધિની વાતોનો અમલ કર્યો નથી. તમામ સરકારોનું કર્તવ્ય છે કે આ સંધિને માને. શાહે કહ્યું કે યુપીએ સરકાર દરમિયાન રાજસ્થાન સરકારે તત્કાલિન ગૃહ મંત્રી પી ચિદમ્બરમને પાકિસ્તાનથી આવનારા હિન્દુ અને શીખ શરણાર્થીઓ અંગે પત્ર લખ્યો હતો. ત્યારબાદ બે જ ધર્મોના 13000 લોકોને ફાયદો મળ્યો હતો. તેમણે કહ્યું કે અમે બિલમાં 6 ધર્મના લોકોને સામેલ કર્યાં છે. ગૃહ મંત્રીએ કહ્યું કે કોઈ પણ કોંગ્રેસ પર વાત કરતું નથી કારણ કે તે લોકો ધર્મનિરપેક્ષ કહેવાય છે. તમે ક્યાં સુધી લોકોને મુરખ બનાવશો?

જુઓ LIVE TV

રોહિંગ્યા પર ગૃહ મંત્રીનો જવાબ
ગૃહ મંત્રીએ કહ્યું કે રોહિંગ્યા મ્યાંમારથી સીધા આવતા નથી. પરંતુ બાંગ્લાદેશના રસ્તે ભારતમાં ઘૂસણખોરી કરે છે આથી તેમને  બિલમાં જગ્યા નથી આપવામાં આવી. ગૃહ મંત્રીએ કહ્યું કે શું કાશ્મીરમાં હિન્દુ કે બૌદ્ધ રહેતા નથી? તેમણે કહ્યું કે કાશ્મીરમાંથી કલમ 370 હટાવાઈ છે તો બધા માટે હટાવાઈ છે, પછી તે ભલે ગમે તે  ધર્મના હોય. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news