By election results 2022: પેટાચૂંટણીના પરિણામ, જાણો ક્યાં કોને મળી જીત
By election results 2022: દેશની એક લોકસભા અને ચાર વિધાનસભા સીટો માટે થયેલી પેટાચૂંટણી માટે આજે પરિણામનો દિવસ છે. મતગણતરી ચાલુ છે. ચાર રાજ્યોમાંથી બંગાળમાં ટીએમસી, બિહારમાં આરજેડી અને છત્તીસગઢ તથા મહારાષ્ટ્રમાં કોંગ્રેસ માટે સારા સમાચાર જોવા મળી રહ્યા છે જ્યારે ભાજપ માટે પરિણામ આંચકા સમાન છે.
Trending Photos
By election results 2022: દેશની એક લોકસભા અને ચાર વિધાનસભા સીટો માટે થયેલી પેટાચૂંટણી માટે આજે પરિણામનો દિવસ છે. મતગણતરી ચાલુ છે. ચાર રાજ્યોમાંથી બંગાળમાં ટીએમસી, બિહારમાં આરજેડી અને છત્તીસગઢ તથા મહારાષ્ટ્રમાં કોંગ્રેસ માટે સારા સમાચાર જોવા મળી રહ્યા છે જ્યારે ભાજપ માટે પરિણામ આંચકા સમાન છે. ચાર રાજ્યોની 5 બેઠકો માટે મતદાન 12 એપ્રિલના રોજ થયું હતું.
પશ્ચિમ બંગાળમાં ટીએમસી જીતી
પશ્ચિમ બંગાળમાં એક વિધાનસભા અને એક લોકસભાની બેઠક માટે પેટાચૂંટણી થઈ હતી. જેમાં બાલીગંજ વિધાનસભા બેઠક પરથી બાબુલ સુપ્રીયોએ જીત મેળવી છે. જ્યારે આસનસોલ લોકસભા બેઠક પર શત્રુઘ્ન સિન્હા 2 લાખ કરતા વધુ મતથી જીત્યા. પહેલીવાર એવું બન્યું છે કે આસનસોલ બેઠક ટીએમસીએ જીતી છે. આ અગાઉ 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં બાબુલ સુપ્રીયોએ ભાજપની ટિકિટ પર જીત મેળવી હતી. તે પહેલા આ સીટ સીપીઆઈ(એમ) પાસે હતી. બાબુલ સુપ્રીયોએ જીત બાદ કહ્યું કે દીદીએ જમીન પર કામ કરવા માટે અમારું માર્ગદર્શન કર્યું. અમારી પાર્ટીના કાર્યકરોએ ખૂણે ખૂણે મહેનત કરી. તેમણે ભાજપની હાર માટે ઈંધણના ભાવને પણ જવાબદાર ઠેરવ્યો. તેમણે કહ્યું કે આજે જનતાએ ભાજપના અહંકારને નષ્ટ કર્યો છે. ભાજપની નીતિઓ દેશવિરોધી છે. જીતનો શ્રેય મમતા બેનર્જીને જાય છે.
આ બાજુ આસનસોલ લોકસભા બેઠકથી ભાજપના ઉમેદવાર અગ્નિમિત્રા પોલે ચૂંટણી હાર્યા બાદ કહ્યું કે અમારા તરફથી કેટલીક કમીઓ હતી જેના કારણે હારનો સામનો કરવો પડ્યો. જનતાનો ફેંસલો માન્ય રહેશે. કેટલાક સ્થાનો પર ધાંધલીના કેટલાક મામલા જોવા મળ્યા પરંતુ કેન્દ્રીય દળોએ ખરેખર સારું કામ કર્યું. અમે આવનારા દિવસમાં જમીન સ્તરે કામ કરીશું.
મહારાષ્ટ્રમાં કોંગ્રેસને લીડ
મહારાષ્ટ્રની કોલ્હાપુર નોર્થ બેઠક ઉપર પણ કોંગ્રેસના ઉમેદવાર આગળ છે. કોંગ્રેસના જાધવ જયશ્રી ચંદ્રકાંત (અન્ના)ને અત્યાર સુધીમાં 79659 મત મળ્યા છે. જ્યારે ભાજપના સત્યજીત કદમ (નાના)ને 64587 મત મળ્યા છે.
બિહારમાં આરજેડી ઉમેદવારની જીત
બિહારમાં રાષ્ટ્રીય જનતા પાર્ટીના ઉમેદવારે જંગી બહુમતીથી જીત મેળવી છે. આરજેડીના ઉમેદવાર અમર કુમાર પાસવાનને 82547 મત મળ્યા છે. જ્યારે બીજા નંબરે ભાજપના ઉમેદવાર બેબી કુમારીને 45889 મત મળ્યા છે. ત્રીજા નંબરે વિકાસશીલ ઈન્સાન પાર્ટી (વીઆઈપી)ના ઉમેદવાર ગીતા કુમારી રહ્યા જેમને 29276 મત મળ્યા.
છત્તીસગઢમાં કોંગ્રેસ આગળ
છત્તીસગઢની ખૈરાગઢ બેઠક ઉપર પણ કોંગ્રેસના ઉમેદવાર આગળ છે. અહીં ભાજપના કોમલ જંઘેલને અત્યાર સુધીમાં 54483 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના યશોદા નિલાંબર વર્માને 72510 મત મળ્યા છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે જ સીધો મુકાબલો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે