ધર્મના નામે થતી હિંસાના વિરોધી હતા મારા પિતા: સુબોધકુમારનાં પુત્રની હૃદય સ્પર્શી વાત

ગૌહત્યાની શંકામાં થયેલી હિંસા દરમિયાન અજાણ્યા લોકોએ ઇન્સપેક્ટર સુબોધ સિંહની ગોળીમારીને હત્યા કરી દીધી હતી

ધર્મના નામે થતી હિંસાના વિરોધી હતા મારા પિતા: સુબોધકુમારનાં પુત્રની હૃદય સ્પર્શી વાત

નવી દિલ્હી : બુલંદ શહેર હિંસામાં મૃત્યુ પામેલા ઇંસ્પેક્ટર સુબોધ કુમાર સિંહના પુત્ર અભિષેક સિંહે કહ્યું કે, મારા પિતા ઇચ્છતા હતા કે હું સારો વ્યક્તિ બનું, તેઓ ક્યારે પણ ધર્મનાં નામે સમાજમાં હિંસા ભડકે નહી તેવું ઇચ્છતા. હું સવાલ પુછવા માંગુ છું કે આ હિંદૂ-મુસ્લિમ વિવાદમાં આજે મારા પિતાનો જીવ ગયો કાલે કોઇ બીજાનાં પિતાનો જીવ જશે ? 

સોમવારે ગૌહત્યા મુદ્દે બુલંદ શહેરમાં સ્યાનામાં ભડકેલી હિંસામાં ઇન્સપેક્ટર સુબોધ કુમાર સિંહે ગોળી લાગવાનાં કારણે મોત થયું હતું. આ મુદ્દે 28 લોકોને આરોપી જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે સોમવારની ઘટનામાં 60 અજાણ્યા લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. દાખલ રિપોર્ટમાં બજરંગ દળનાં વરિષ્ઠ નેતા યોગેશ રાજનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમણે અગાઉ ગૌહત્યાનાં આરોપ સાથે ફરિયાદ દાખલ કરાવી હતી. 

માથામાં વાગી ગોળી
જ્યારે પોલીસ ચિંગરાવઠી વિસ્તારમાં ગૌહત્યાની અફવા ફેલાયા બાદ આક્રોશીત ટોળાને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહી હતી. ત્યારે ઇન્સપેક્ટર એસકે સિંહને માથામાં ગોળી મારી દેવામાં આવી હતી. આ ઉપરાંત તેમના માથા, કમર અને પગ પર અનેક ડંડાઓનાં નિશાન પણ મળ્યા છે. મળતી માહિતી અનુસાર પ્રદર્શનકર્તાઓએ સુબોધ કુમારની સરકારી પિસ્ટલ અને 3 મોબાઇલ ફોન લૂંટી લીધા. આ ઘટનામાં એક યુવકનું પણ મોત થયું હતું. બુલંદશહેરમાં તણાવપુર્ણ પરિસ્થિતીને જોતા મોટા પ્રમાણમાં સુરક્ષાદળોને ફરજંદ કરી દેવામાં આવ્યા છે. 

15 ગાડીઓ પણ આગ હવાલે
યૂપી સરકારે આ મુદ્દે તપાસ કરવા માટે એડીજી ઇન્ટેલજન્સને સમગ્ર ઘટનાની તપાસ સોંપી છે. જે માત્ર 48 કલાકમાં રિપોર્ટ સોંપશે. આ સાથે જ મેરઠ રેંજનાં મહાનિરીક્ષકની અધ્યક્ષતામાં એક સીટની રચના પણ કરવામાં આવી છે. બુલંદ શહેરમાં થયેલી ઘટનામાં પાંચ પોલીસ કર્મચારીઓ અને 6 સામાન્ય લોકોને પણ ઇજા પહોંચી છે. આ હિંસામાં આશરે 400 લોકોનો સમાવેશ થાય છે. જેમણે 15 ગાડીઓને સળગાવી દીધી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news