IND vs AUS: સ્મિથ-વોર્નર વિના પણ ઓસ્ટ્રેલિયા ફેવરિટઃ રહાણે

ભારતીય ટીમના વાઇસ કેપ્ટન અંજ્કિય રહાણેનું માનવું છે કે, ઓસ્ટ્રેલિયન ટીમ સ્ટિવ સ્મિથ અને ડેવિડ વોર્નરની  ગેરહાજરીમાં સિરીઝ જીતવાની દાવેદાર છે. રહાણે પ્રમાણે કાંગારૂ ટીમની પાસે તે બોલિંગ એટેક છે, જેના દમ પર  તે સિરીઝ પોતાના નામે કરી શકે છે. 
 

IND vs AUS: સ્મિથ-વોર્નર વિના પણ ઓસ્ટ્રેલિયા ફેવરિટઃ રહાણે

સિડનીઃ ટીમ ઈન્ડિયાના વાઇસ કેપ્ટન અંજ્કિય રહાણેનું માનવું છે કે, ભલે આ સિરીઝમાં ઓસ્ટ્રેલિયન ટીમ સ્ટીવ  સ્મિથ અને ડેવિડ વોર્નર વિના રમી રહી હોય પરંતુ તેમ છતાં તે સિરીઝ જીતની મજબૂત દાવેદાર છે. રહાણેએ  કહ્યું કે, કાંગારૂ ટીમ પોતાની મજબૂત બોલિંગને કારણે આ સિરીઝમાં ફેવરિટ છે. 

પરંતુ ક્રિકેટના ઘણા પંડિતો એવું માની રહ્યાં છે કે, આ વખતે ટીમ ઈન્ડિયા અહીં સિરીઝ જીતીને 70 વર્ષનો દુષ્કાળ  પૂર્ણ કરી દેશે. ઓસ્ટ્રેલિયન ટીમ સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર વિના મેદાનમાં ઉતરશે. આ બંન્ને ખેલાડીઓ પર  ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એક વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે. આ ખેલાડી માર્ચમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટમાં બોલ  ટેમ્પરિંગમાં ફસાયા હતા. ત્યારબાદ તેમના પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. 

અંજ્કિય રહાણેએ વિરોધી ટીમની પ્રશંસા કરતા કહ્યું, હું માનું છું કે, જે પણ ટીમ પોતાના ઘરમાં રમે છે તે સારો  અનુભવ કરે છે અને હું માનું છું કે ઓસ્ટ્રેલિયા હજુ પણ આ સિરીઝ જીતવા માટે ફેવરિટ છે. અમે તેને હળવાશમાં  લેતા નથી. હા તે જરૂર છે કે, સ્મીથ અને વોર્નરની ગેરહાજરીનો અનુભવ થશે પરંતુ તેવું નથી કે આ ટીમ નબળી  થઈ ગઈ છે. 

રહાણેએ કાંગારૂ ટીમના બોલિંગ આક્રમણની પ્રશંસા કરતા કહ્યું, તમે તેના બોલિંગ એટેકને જુઓ, તેની પાસે  શાનદાર બોટિંગ એટેક છે અને હું માનું છું કે, ટેસ્ટ મેચ જીતવા માટે તમારી પાસે સારો બોટિંગ એટેક હોવો  જોઈએ, તેથી હું માનું છે કે, ઓસ્ટ્રેલિયન ટીમ આ સિરીઝ જીતવા માટે ફેવરિટ છે. 

આ તકે રહાણેએ પોતાની અને વિરાટ કોહલી વચ્ચે ગત સિઝનમાં થયેલી ભાગીદારીને પણ યાદ કરી હતી.  રહાણેએ અહીં કોહલીની સાથે 262 રનની ભાગીદારી કરી હતી. આ બંન્નેએ ક્રમશઃ 147 અને 169 રન બનાવ્યા  હતા. રહાણેએ આ ભાગીદારીને યાદ કરતા કહ્યું, અમે બંન્નેએ ગઈ સિરીઝમાં અહીં બેટિંગનો આનંદ ઉઠાવ્યો હતો. 

તેણે કહ્યું, ત્યારે મિશેલ જોનસ વિરાટ કોહલીને પોતાનું નિશાન બનાવવા માટે તેના પર એટેક કરી રહ્યો હતો અને  એક તરફ હું મારી સ્વાભાવિક રમત રમી રહ્યો હતો. બીજીતરફ વિરાટ આક્રમક હતો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news