Budget Session: આજે ભારત દુનિયાની સમસ્યાઓના સમાધાનનું માધ્યમ બન્યું છે- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ
સંસદને સંયુક્ત રીતે સંબોધતા પોતાના અભિભાષણમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું કે અમૃતકાળનો આ 25 વર્ષનો કાળખંડ, સ્વતંત્રતાની સ્વર્ણિમ શતાબ્દીનો, અને વિક્સિત ભારતના નિર્માણનો કાળખંડ છે. આ 25 વર્ષ બધા માટે અને દેશના પ્રત્યેક નાગરિક માટે કર્તવ્યોની પરાકાષ્ઠા દેખાડવાના છે. સરકારના લગભગ નવ વર્ષમાં ભારતના લોકોએ અનેક સકારાત્મક પરિવર્તન પહેલીવાર જોયા છે.
Trending Photos
નવી દિલ્હી: આજથી બજેટ સત્રની શરૂઆત થઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બજેટ સત્રમાં સામેલ થતા પહેલા કહ્યું કે આજથી બજેટ સત્રની શરૂઆત થઈ રહી છે. આ પહેલા દિવસે જ અર્થ જગતમાં એવો અવાજ જે સર્વસામાન્ય હોય છે તેવો અવાજ ચારેબાજુથી સકારાત્મક સંદેશ લઈને આવી રહ્યો છે. તે આશાની કિરણ લઈને આવી રહ્યો છે, નવી આશાઓ લઈને આવી રહ્યો છે. રાષ્ટ્રપતિ જે પહેલીવાર સંયુક્ત સદનને સંબોધિત કરવા જઈ રહ્યા છે, રાષ્ટ્રપતિનું અભિભાષણ ભારતનું ગૌરવ છે. સંસદીય પરંપરાનું ગૌરવ છે. તેમણે કહ્યું કે ભારતના બજેટ પર સમગ્ર વિશ્વની નજર છે અને તે સમગ્ર દુનિયાની અર્થવ્યવસ્થાને રોશની આપશે. બજેટ સત્રની શરૂઆતમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ બંને સદનને સંયુક્ત રીતે સંબોધન કર્યું.
રાષ્ટ્રપતિનું સંબોધન
સંસદને સંયુક્ત રીતે સંબોધતા પોતાના અભિભાષણમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું કે અમૃતકાળનો આ 25 વર્ષનો કાળખંડ, સ્વતંત્રતાની સ્વર્ણિમ શતાબ્દીનો, અને વિક્સિત ભારતના નિર્માણનો કાળખંડ છે. આ 25 વર્ષ બધા માટે અને દેશના પ્રત્યેક નાગરિક માટે કર્તવ્યોની પરાકાષ્ઠા દેખાડવાના છે. સરકારના લગભગ નવ વર્ષમાં ભારતના લોકોએ અનેક સકારાત્મક પરિવર્તન પહેલીવાર જોયા છે. સૌથી મોટું પરિવર્તન એ થયું કે આજે દરેક ભારતીયોનો આત્મવિશ્વાસ ટોચ પર છે અને દુનિયાનો ભારતને જોવાનો દ્રષ્ટિકોણ બદલાયો છે.
जो भारत कभी अपनी समस्याओं के समाधान के लिए दूसरों पर निर्भर था, वही आज दुनिया की समस्याओं के समाधान का माध्यम बना है। जिन सुविधाओं के लिए देश की एक बड़ी आबादी ने दशकों तक इंतजार किया, वे इन वर्षों में उसे मिली हैः संसद में अपने अभिभाषण में राष्ट्रपति द्रौपदी मुर्मू#Budget2023 pic.twitter.com/Lncv4uurxl
— ANI_HindiNews (@AHindinews) January 31, 2023
રાષ્ટ્રપતિએ કહ્યું કે આપણા માટે યુગ નિર્માણનો અવસર છે. આપણે એક એવું ભારત બનાવવાનું છે જે આત્મનિર્ભર હોય અને જે આપણી માનવીય જવાબદારીઓ પૂરી કરવા માટે સમર્થ હોય, જેમાં ગરીબી ન હોય, જેનો મધ્યમ વર્ગ પણ વૈભવયુક્ત હોય. જેની યુવાશક્તિ, નારી શક્તિ સમાજ અને રાષ્ટ્રને દિશા આપવા માટે ઊભી હોય. હું આજે આ સત્રના માધ્યમથી દેશવાસીઓનો આભાર વ્યક્ત કરું છું કેતેમણે સતત બેવાર એક સ્થિર સરકારની પસંદગી કરી છે. મારી સરકારે દેશહિતને હંમેશા સર્વોપરિ રાખ્યું, નીતિ રણનીતિમાં સંપૂર્ણ પરિવર્તનની ઈચ્છાશક્તિ દેખાડી છે.
सरकार के लगभग नौ वर्षों में भारत के लोगों ने अनेक सकारात्मक परिवर्तन पहली बार देखे हैं। सबसे बड़ा परिवर्तन यह हुआ है कि आज हर भारतीय का आत्मविश्वास शीर्ष पर है और दुनिया का भारत को देखने का नज़रिया बदला हैः संसद में अपने अभिभाषण में राष्ट्रपति द्रौपदी मुर्मू#Budget2023 pic.twitter.com/6mK8U1cP8b
— ANI_HindiNews (@AHindinews) January 31, 2023
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું કે જે ભારત એક સમયે પોતાની સમસ્યાઓના સમાધાન માટે બીજા પર નિર્ભર હતું તે આજે દુનિયાની સમસ્યાઓના સમાધાનનું માધ્યમ બન્યું છે. જે સુવિધાઓ માટે દેશની એક મોટી વસ્તીએ દાયકાઓ સુધી રાહ જોએ તે આ વર્ષોમાં તેમને મળી છે. પહેલા ટેક્સ રિફંડ માટે લાંબી રાહ જોવી પડતી હતી. આજે ITR ભર્યાના ગણતરીના દિવસોની અંદર રિફંડ મળી જાય છે. આજે GST થી પારદર્શકતા સાથે સાથે કરદાતાઓની ગરિમાં પણ સુનિશ્ચિત થઈ રહી ચે.
आज बजट सत्र शुरू हो रहा है। अर्थ जगत में जिनकी मान्यता है उनकी आवाज आशा की किरण ला रही है। आज भारत की वर्तमान राष्ट्रपति संयुक्त सदन को पहली बार संबोधित करने जा रही हैं। उनका संबोधन भारत के संविधान, संसदीय प्रणाली का गौरव है और आज नारी सम्मान का भी अवसर है: PM नरेंद्र मोदी pic.twitter.com/yESLBNxdvd
— ANI_HindiNews (@AHindinews) January 31, 2023
સ્થાયી અને પારદર્શી વ્યવસ્થા તૈયાર કરી
તેમણે કહ્યું કે જનધન, આધાર, મોબાઈલથી ફેક લાભાર્થીઓને હટાવવાથી લઈને વન નેશન વન રાશનકાર્ડ સુધી, એક ખુબ મોટો સ્થાયી સુધારો અમે કર્યો છે. ગત વર્ષોમાં ડીબીટી રૂપે, ડિજિટલ ઈન્ડિયા રૂપે, એક સ્થાયી અને પારદર્શક વ્યવસ્થા દેશે તૈયાર કરી છે. જળ જીવન મિશન હેઠળ ત્રણ વર્ષોમાં લગભગ 11 કરોડ પરિવારો Piped Water Supply સાથ જોડાયા છે. જેનો સૌથી વધુ ફાયદો ગરીબ પરિવારોને થઈ રહ્યો છે.
ભેદભાવ વગર કામ
રાષ્ટ્રપતિએ અભિભાષણમાં કહ્યું કે હાલની સરકારે કોઈ પણ ભેદભાવ વગર દરેક વર્ગ માટે કામ કર્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મારી સરકારના પ્રયત્નોનું પરિણામ છે કે અનેક મૂળ સુવિધાઓ આજે કાં તો 100 ટકા લોકો સુધી પહોંચી ગઈ છે અથવા તો તે લક્ષ્યાંકની ખુબ નજીક છે. આયુષ્યમાન ભારત યોજનાએ દેશના કરોડો ગરીબોને વધુ ગરીબ થતા અટકાવ્યા છે. તેમના 80 હજાર ક રોડ રૂપિયા ખર્ચ થતા બચાવ્યા છે. 7 દાયકાઓમાં દેશમાં લગભગ સવા 3 કરોડ ઘરો સુધી પાણીનું કનેક્શન પહોંચ્યું. જળ જીવન મિશન હેઠળ 3 વર્ષમાં લગભગ 11 કરોડ પરિવાર પાઈપ દ્વારા જળ સાથે જોડાયા.
પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાને આગળ ચલાવવાનો નિર્ણય
તેમણે કહ્યું કે સરકારે ગરીબ કલ્યાણ અન્ન યોજનાને નવી પરિસ્થિતિઓ મુજબ આગળ વધારવાનો નિર્ણય લીધો છે. જે સંવેદનશીલ અને ગરીબહિતૈષી સરકારની ઓળખ છે. સરકારે સદીઓથી વંચિત રહેલા ગરીબો, દલિત, પછાત, આદિવાસી સમાજની ઈચ્છાઓ પૂરી કરી તેમને સપના દેખાડવાનું સાહસ કર્યું છે.
દેશના 11 કરોડ નાના ખેડૂત સરકારની પ્રાથમિકતા
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું કે મારી સરકારની પ્રાથમિકતા દેશના 11 કરોડ નાના ખેડૂતો છે. આ નાના ખેડૂતો દાયકાઓથી સરકારની પ્રાથમિકતાથી વંચિત રહ્યા હતા. હવે તેમને સશક્ત અને સમૃદ્ધ કરવા માટે દરેક પ્રકારે કોશિશો થઈ રહી છે.
मेरी सरकार की प्राथमिकता में देश के 11 करोड़ छोटे किसान हैं। ये छोटे किसान, दशकों से, सरकार की प्राथमिकता से वंचित रहे थे। अब इन्हें सशक्त और समृद्ध करने के लिए हर तरह की कोशिश की जा रही है: राष्ट्रपति द्रौपदी मुर्मू pic.twitter.com/pEaGOywQws
— ANI_HindiNews (@AHindinews) January 31, 2023
નોર્થ ઈસ્ટ પર કહી આ વાત
તેમણે કહ્યું કે નોર્થ ઈસ્ટ અને આપણા સરહદી વિસ્તારો વિકાસની એક નવી ગતિનો અનુભવ કરી રહ્યા છે. નોર્થ ઈસ્ટ અને જમ્મુ કાશ્મીરમાં તો દુર્ગમ સ્થિતિઓની સાથે સાથે અશાંતિ અને આતંકવાદ પણ વિકાસ સામે ખુબ મોટો પડકાર હતો. સરકારે સ્થાયી શાંતિ માટે અનેક સફળ પગલાં ભર્યા છે.
બેટી બચાવો બેટી પઢાઓ
રાષ્ટ્રપતિએ કહ્યું કે બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાનની સફળતા આપણે આજે જોઈ રહ્યા છીએ. દેશમાં પહેલીવાર પુરુષોની સરખામણીએ મહિલાઓની સંખ્યા વધી છે તથા મહિલાઓનું સ્વાસ્થ્ય પણ પહેલા કરતા વધુ સારું થયું છે. એ સુનિશ્ચિત કર્યું છે કે કોઈ પણ કાર્યક્ષેત્રમાં મહિલાઓ માટે કોઈ બંદિશ ન હોય.
સત્રની શરૂઆત પહેલા શું કહ્યું પીએમ મોદીએ?
પીએમ મોદીએ કહ્યું કે ભારત માટે આજે મહત્વનો અવસર છે. ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ આજે પહેલીવાર સંયુક્ત સદનને સંબોધિત કરશે. આજે નારી સન્માનનો અવસર છે. દૂર અંતરિયાળ જંગલોમાં જીવન જીવનારા આપણા દેશના મહાન આદિવાસીઓના સન્માનનો સમય છે. આ માત્ર સાંસદો જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે ગૌરવની પળ છે કે ભારતના રાષ્ટ્રપતિજીનું આજે પહેલું સંબોધન થઈ રહ્યું છે. એવી પરંપરા રહી છે કે જ્યારે કોઈ નવા સભ્ય પહેલીવાર ભાષણ આપે ત્યારે બધા તેમનો ઉત્સાહ વધારે છે. આજે પણ આવું જ જોવા મળવું જોઈએ.
मुझे पूरा भरोसा है कि निर्मला जी इन अपेक्षाओं को पूर्ण करने का भरपूर प्रयास करेंगी। BJP के नेतृत्व में NDA का एक ही लक्ष्य रहा है इंडिया फर्स्ट सिटीजन फर्स्ट। मुझे विश्वास है कि विपक्ष के सभी साथी बड़ी तैयारी के साथ बहुत बारीकी से अध्यन करके सदन में अपनी बात रखेंगे: PM मोदी pic.twitter.com/r2Sr8ksfit
— ANI_HindiNews (@AHindinews) January 31, 2023
આવતી કાલે નાણામંત્રી નિર્મલા સીતારમણ સદનમાં બજેટ રજૂ કરશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે નાણામંત્રી પણ મહિલા છે. કાલે તેઓ બજેટ લઈને આવી રહ્યા છે. આ બજેટ પર માત્ર ભારતની જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની નજર છે. આ બજેટ ડામાડોળ થતી દુનિયાની અર્થવ્યવસ્થાને પણ પ્રકાશ આપશે. મને આશા છે કે નિર્મલાજી દરેક આશા પર ખરા ઉતરશે. અમારો એક જ વિચાર છે કે સૌથી પહેલા દેશ હોય છે અને સૌથી પહેલા દેશવાસી. બજેટ સત્રમાં તકરાર પણ રહેશે અને તકરીર પણ રહેશે. સદનમાં દરેક મુદ્દા પર સારી રીતે ચર્ચા થશે. બધા સાંસદ પૂરી તૈયારી સાથે આ સત્રમાં ભાગ લેશે. આ સત્ર આપણા બધા માટે મહત્વપૂર્ણ રહેશે.
જુઓ વીડિયો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે