Climate Change: વલસાડ પર મોટો ખતરો, ગુજરાતના નક્શામાંથી ગાયબ થતુ બચાવવું હોય તો આ વૃક્ષ બનશે સંજીવની

છેલ્લા બે દાયકામાં સમગ્ર પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે અને વૈજ્ઞાનિકોના મતે ગ્લોબલ વોર્મિંગના કારણે દરિયાનું લેવલ સતત વધી રહ્યું છે. જેના કારણે આગામી સમયમાં દુનિયાના નકશામાંથી કેટલાક શહેરો ગાયબ થઈ જશે. ત્યારે રાજ્યમાં છેવાડે આવેલ વલસાડ જિલ્લામાં પણ દરિયા કિનારે માટીનું સતત ધોવાણ થઈ રહ્યું છે, જે એક ચિંતાનો વિષય છે. ત્યારે દરિયાઈ કિનારે જમીન ધોવાણની સમસ્યા મેન્ગ્રોવના વૃક્ષથી થઈ શકે છે. ત્યારે કઈ રીતે મેન્ગ્રોવ  દરિયાઈ પટ્ટીનું ધોવાણ અટકાવી શકે છે જોઈએ આ વિશે અહેવાલ.
Climate Change: વલસાડ પર મોટો ખતરો, ગુજરાતના નક્શામાંથી ગાયબ થતુ બચાવવું હોય તો આ વૃક્ષ બનશે સંજીવની

Mangrove Plant Help In Climate Change નિલેશ જોશી/ઉમરગામ : છેલ્લા બે દાયકામાં સમગ્ર પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે અને વૈજ્ઞાનિકોના મતે ગ્લોબલ વોર્મિંગના કારણે દરિયાનું લેવલ સતત વધી રહ્યું છે. જેના કારણે આગામી સમયમાં દુનિયાના નકશામાંથી કેટલાક શહેરો ગાયબ થઈ જશે. ત્યારે રાજ્યમાં છેવાડે આવેલ વલસાડ જિલ્લામાં પણ દરિયા કિનારે માટીનું સતત ધોવાણ થઈ રહ્યું છે, જે એક ચિંતાનો વિષય છે. ત્યારે દરિયાઈ કિનારે જમીન ધોવાણની સમસ્યા મેન્ગ્રોવના વૃક્ષથી થઈ શકે છે. ત્યારે કઈ રીતે મેન્ગ્રોવ  દરિયાઈ પટ્ટીનું ધોવાણ અટકાવી શકે છે જોઈએ આ વિશે અહેવાલ.

વલસાડ જિલ્લાનો 70 કિલોમીટરનો દરિયો સામાન્ય દિવસોમાં ખૂબ શાંત અને રમણીય જોવા મળી રહ્યો હોય છે. પરંતુ ચોમાસા દરમિયાન વલસાડ જિલ્લાનો દરિયો તોફાની બને છે. દરિયાના પાણીમાં ભારે કરંટ જોવા મળે છે. તો સાથે સાથે અમાસ અને પૂનમની ભરતીમાં દરિયામાં 15 થી 20 ફૂટ જેટલા ઊંચા મોજાઓ ઉછળે છે. જેના કારણે દરિયાના પાણી પોતાની તમામ હદો વટાવી કિનારા આવેલા વૃક્ષોને પણ ધરાશાહી કરી રહ્યા છે. જેના કારણે કાંઠા વિસ્તારના આવેલા અનેક વિસ્તારોમાં મોટા પાયે દરિયાએ જમીનનું ધોવાણ કર્યું છે. ત્યારે જાણકારોના મતે દરિયા કિનારે જો મેન્ગ્રોવ વૃક્ષનું વાવેતર થાય તો મોટી ભરતી અને દરિયાના વિશાળકાય મોજા સમયે જમીનનું ધોવાણ અટકી શકે છે. 

સ્થાનિક યતીન ભંડારીએ જણાવ્યું કે, વલસાડ જિલ્લાના નાગોલ અને ઉમરગામ વિસ્તારમાં દરિયાકિનારે મોટાપાયે શરૂના ઝાડ આવેલા છે. એક સમયે દરિયા કિનારે શરૂના ઝાડનું જંગલ આવેલું હતું. પરંતુ સમય અને દરિયાના વિશાળકાય મોજાએ શરૂના ઝાડનું નિકંદન વાળી દીધું છે. સ્થાનિકોના મતે દર ચોમાસાના મોસમમાં 15 થી 20 મોટા મહાકાય વૃક્ષો દરિયાઈ ભરતીનો ભોગ બને છે. આ મહાકાય વૃક્ષના મૂળ સાથે જમીન જોડાયેલા રહે છે. જેના કારણે દરિયા કિનારે આવેલ જમીનની માટી અને રેતીનું ધોવાણ અટકે છે, ત્યારે દરિયા કિનારે મેન્ગ્રોવના વૃક્ષો વધારામાં વધારે વાવવામાં આવે તે ખૂબ જરૂરી છે.

આ પણ વાંચો : 

વનસ્પતિ શાસ્ત્રી વર્ષા પેઠેએ જણાવ્યું કે, મેન્ગ્રોવ જંગલો, જેને મેન્ગ્રોવ સ્વેમ્પ્સ, મેન્ગ્રોવ ગીચ ઝાડીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભીની જમીનાં જોવા મળે છે. જે દરિયાકાંઠાના આંતર ભરતી ઝોનમાં જોવા મળે છે. મેન્ગ્રોવની લગભગ 80 વિવિધ પ્રજાતિઓ છે, જે તમામ ઓછી ઓક્સિજનવાળી જમીન ધરાવતા વિસ્તારોમાં ઉગે છે, જ્યાં ધીમી ગતિએ ચાલતા પાણી ઝીણા કાંપને એકઠા થવા દે છે. ઘણા મેન્ગ્રોવ જંગલો તેમના પ્રોપ મૂળની ગાઢ ગૂંચ દ્વારા ઓળખી શકાય છે. જે વૃક્ષો પાણીની ઉપરના કાંઠા પર ઊભા હોય તેવું લાગે છે. 

દરિયાને આગળ વધતા કેવી રીતે અટકાવે છે મેન્ગ્રોવ

  • મૂળની આ ગૂંચ વૃક્ષોને ભરતીના દૈનિક ઉદય અને પતનને નિયંત્રિત કરવા કરે છે
  • તેના મૂળ ભરતીના પાણીની ગતિને ધીમી કરે છે, જેના કારણે કાંપ પાણીની બહાર સ્થાયી થાય છે અને કાદવવાળું તળિયું બનાવે છે
  • મેન્ગ્રોવ જંગલો દરિયાકાંઠાને સ્થિર કરે છે
  • તોફાન, પ્રવાહ, મોજા અને ભરતીથી થતા ધોવાણને ઘટાડે છે
  • મેન્ગ્રોવ્ઝની જટિલ મૂળ વ્યવસ્થા પણ આ જંગલોને માછલીઓ અને અન્ય જીવો માટે આકર્ષક બનાવે છે જે શિકારીથી ખોરાક અને આશ્રય આપે છે
  • આમ તમામ ખૂબીઓ વાળા મેંગ્રોવના વૃક્ષઓ વલસાડના દરિયાકાંઠે હોવા જરૂરી છે

આ પણ વાંચો : 

મેન્ગ્રોવ ઇકોસિસ્ટમના વિવિધ ઇકોલોજીકલ કાર્યોને કારણે દરિયાઈ સૃષ્ટિ માટે લાભદાયી છે. વહેણ અને પૂર નિવારણ, પોષક તત્ત્વો અને કચરાનો સંગ્રહ અને રિસાઈક્લિંગ કરતા મેંગ્રોવના વૃક્ષો વલસાડમાં વધે તે માટે સરકાર કોઈ નક્કર પગલાં લે તે ખૂબ જરૂરી છે. ત્યારે રાજ્ય સરકાર પણ મેન્ગ્રોવના વૃક્ષઓ વાવી રહ્યાં છે. ઉમરગામમાં વિવિધ વિસ્તારોમાં પ્રોટેક્શન વોલની સાથે સાથે અનેક વૃક્ષોનું વાવેતર કરી દરિયાઈ ધોવાણ અટકાવવાના પ્રયાસ થઇ રહ્યાં છે.

મેન્ગ્રોવ ઇકોસિસ્ટમના વિવિધ ઇકોલોજીકલ કાર્યોને કારણે દરિયાઈ સૃષ્ટિ માટે લાભદાયી છે. વહેણ અને પૂર નિવારણ, પોષક તત્ત્વો અને કચરાનો સંગ્રહ અને રિસાઈક્લિંગ કરતા મેંગ્રોઝના વૃક્ષો વલસાડમાં વધે તે માટે સરકાર કોઈ નક્કર પગલાં લે તે ખૂબ જરૂરી છે.
વલસાડ જિલ્લાના દરિયાઈ ધોવાણ અટકાવવા માત્ર કરોડોની પ્રોક્ટેશન વોલ બનાવતી સરકાર મેંગ્રોવના વૃક્ષો પણ દરિયા કિનારે જતન કરે તો દરિયાઈ જમીન અને બીચનું ધોવાણ અટકી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news