Budget 2021: બજેટમાં ચૂંટણી પર પણ નાણામંત્રીનું ફોકસ, અસમ, તમિલનાડુ અને કેરલ માટે ખોલ્યો ખજાનો
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને આજે સંસદમાં બજેટ રજૂ કર્યું. કોરોના કાળમાં અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા અનેક જાહેરાત કરવામાં આવી તો સાથે આગામી મહિનાઓમાં કેટલાક રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે તો બજેટમાં આ રાજ્યોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.
Trending Photos
નવી દિલ્હીઃ સરકારે સામાન્ય બજેટ (Budget 2021) માં જ્યા પોતાનું સંપૂર્ણ ધ્યાન કોવિડ કાળમાં પાટા પરથી ઉતરેલી અર્થવ્યવસ્થાની ગાડીને પાટા પર લાવવા માટે રાખ્યું તો બીજીતરફ પોતાની રાજનીતિ કરવા કોઈ કસર છોડી નથી. બજેટમાં ચાર મોટા રાજ્યોની ચૂંટણીનો રંગ સ્પષ્ટ રીતે જોવા મળ્યો જેના માટે નાણામંત્રીએ દરિયાદિલી દેખાડતા ખજાનો ખોલી દીધો. પશ્ચિમ બંગાળ, અસમ, તમિલનાડુ અને કેરલમાં મોટા-મોટા રાજમાર્ગોના નિર્માણ માટે 2.27 લાખ કરોડ રૂપિયાની મોટી રકમ ફાળવવાની જાહેરાત કરી છે. એટલું જ નહીં બંગાળ અને અસમના ચાય બગિચામાં કામકરતી મહિલાઓને આકર્ષવા માટે પણ 1000 કરોડ રૂપિયાની કલ્યાણકારી યોજનાની જાહેરાત કરી છે.
ચૂંટણી રાજનીતિની રંગતથી દૂર ન રહ્યું બજેટ
આ ચૂંટણી રાજ્યોમાં ભાજપની રાજકીય મૂળીમાં વધારાના લક્ષ્યને સાધતા નાણામંત્રીએ કોવિડ કાળમાં આવક વધારવાના પડકાર છતાં તમિલનાડુ માટે તિજોરી ખોલવામાં સૌથી વધુ દરિયાદિલી દેખાડી. નાણામંત્રીએ તમિલનાડુને 1.03 લાખ કરોડ રૂપિયા રાજમાર્ગોના નિર્માણ માટે ફાળવણી કરતા કહ્યું કે, રાષ્ટ્રીય રાજમાર્ગોના વિસ્તારની સાથે રાજ્યમાં અન્ય આર્થિક કોરિડોર બનાવવામાં આવશે. તેમાં મદુરૈ-કોલ્લમ અને ચિતૂર-થટચૂર કોરિડોરનું નિર્માણ આગામી વર્ષે શરૂ થશે. આ રીતે કેરલમાં 1100 કિલોમીટર લાંબા રાજમાર્ગોના નિર્માણ માટે નાણામંત્રીએ 65000 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી જેમાં મુંબઈ-કન્યાકુમારી કોરિડોરનો 600 કિમીનો કેરલના ભાગનો રાજમાર્ગ પણ સામેલ છે.
નાણામંત્રી જ્યારે આ રાજ્યો સાથે જોડાયેલી જાહેરાત કરી રહ્યા હતા ત્યારે લોકસભામાં વિપક્ષી બેંચ તરફથી તેને ચૂંટણી લોલીપોપ કહેવામાં આવ્યો અને કટાક્ષ કર્યા હતા. તૃણમૂલ સાંસદ કલ્યાણ બેનર્જી અને કેન્દ્રીય રાજ્યમંત્રી બાબુલ સુપ્રીયો વચ્ચે આપસી કટાક્ષ પણ જોવા મળ્યો. આ વચ્ચે નાણામંત્રીએ બંગાળમાં 675 કિમી રાજમાર્ગના નિર્માણ અને વિસ્તાર માટે 25000 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી. તેમાં કોલકત્તા-સિલીગુડી રાજમાર્ગના વિસ્તારની યોજના પણ સામેલ છે. બંગાળની ચૂંટણી પર લાગેલી ભાજપની રણભેદી આંખ પર લક્ષ્ય રાખતા નાણામંત્રીએ આ સાથે આગામી ત્રણ વર્ષમાં 34000 કરોડ રૂપિયાના ખર્ચથી પ્રદેશના રાષ્ટ્રીય રાજમાર્ગના નિર્માણ-વિસ્તારની જાહેરાત પણ કરી દીધી.
આ રીતે તમિલનાડુના માછીમારો પર દાવ લગાવવા માટે સમુદ્રી ઘાસની ખેતી માટે અસમ તથા બંગાળના ચાના બગિચામાં કાર્યરત મહિલા કારીગરોના કલ્યાણ માટે 1000 કરોડ ફાળવવાની જાહેરાત કરી. બજેટમાં જુઓ તો આ ચૂંટણી રંગ પર વિપક્ષના ઘણા સાથીઓએ ભાજપ સરકારના બજેટમાં પોતાના પ્રદેશને સામેલ ન કરવા પર કટાક્ષ કર્યો અને કહ્ુયું કે, ભાજપ સરકાર બજેટમાં પણ રાજનીતિ કરે છે. તો ટીએમસીના એક સભ્યએ કટાક્ષ કરતા કહ્યું કે, પુડ્ડુચેરી માટે પણ કોઈ જાહેરાત કરવાની જરૂર હતી કારણ કે ચૂંટણી ત્યાં પણ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે