Budget 2020: ટેક્સ સ્લેબની કાયાપલટ, હવે આટલી આવક સુધી નહીં ભરવો પડે ટેક્સ
નાણામંત્રી નિર્મલા સીતારમણે ( nirmala sitharaman) વર્ષ 2020-21 માટેનું સામાન્ય બજેટ સંસદમાં રજુ કર્યું. પોતાના બજેટ ભાષણમાં નાણામંત્રીએ સમાજના તમામ વર્ગો માટે મોટી જાહેરાતો કરી.
Trending Photos
નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણે ( nirmala sitharaman) વર્ષ 2020-21 માટેનું સામાન્ય બજેટ સંસદમાં રજુ કર્યું. પોતાના બજેટ ભાષણમાં નાણામંત્રીએ સમાજના તમામ વર્ગો માટે મોટી જાહેરાતો કરી. પરંતુ જે જાહેરાતની લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હતાં તે બજેટ ભાષણના લગભગ 2 કલાક બાદ થઈ. નાણામંત્રીએ કહ્યું કે વિકાસ માટે ટેક્સ સંરચનામાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યાં છે. કોર્પોરેટ ટેક્સને 15 ટકા કરાયો છે. આ ઉપરાંત નીચલા તબક્કાને અત્યાર સુધીની મોટી રાહત આપી છે. હકીકતમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે ટેક્સ છૂટની જાહેરાત કરી છે.
પહેલા 2.5 લાખથી 5 લાખની આવકવાળા લોકોએ 5 ટકા ટેક્સ ચૂકવવો પડતો હતો. જેને સરકારે હવે હટાવી દીધો છે. હવે 0 થી 5 લાખની આવકવાળા લોકોએ કોઈ ટેક્સ ભરવો પડશે નહીં. જ્યારે 5 લાખથી 7.5 લાખની આવકવાળા લોકોએ જે 20 ટકા ટેક્સ ભરવો પડતો હતો તેની જગ્યાએ 10 ટકા કરાયો છે.
આ ઉપરાંત 7.5 ટકાથી 10 લાખની આવકવાળા લોકોએ 15 ટકા ટેક્સ ભરવો પડશે જે પહેલા 20 ટકા હતો. જ્યારે 10 લાખથી 12.5 લાખની આવકવાળા લોકો પર જે 30 ટકા ટેક્સ લાગતો હતો તે હવે 20 ટકા થયો છે. 15 લાખથી વધુની આવકવાળાઓ લોકોએ 30 ટકા ટેક્સ ચૂકવવાનો રહેશે.
આ પ્રમાણેના કરાયા ફેરફાર
1. 0 થી 5 લાખ રૂપિયા સુધીની આવક માટે કોઈ ટેક્સ નહીં
2. 5 લાખથી 7.5 લાખ રૂપિયા સુધીની આવકવાળાઓએ અત્યાર સુધી 20 ટકા ટેક્સ ભરવો પડતો હતો પરંતુ હવે તેને ઘટાડીને 10 ટકા કરાયો છે.
3. 7.5 લાખથી 10 લાખ રૂપિયાની આવકવાળાઓ માટે 15 ટકા ટેક્સ રહેશે જે પહેલા 20 ટકા હતો.
4. 10 લાખથી 12.5 લાખની આવકવાળા લોકોને જે 30 ટકા ટેક્સ ભરવો પડતો હતો તે હવે ઘટાડીને 20 ટકા કરાયો છે.
5. 12.5 લાખથી 15 લાખની આવકવાળા પર 25 ટકા ટેક્સ લાગશે.
6. જ્યારે 15 લાખથી વધુની આવકવાળાઓ પર 30 ટકા ટેક્સ લાગુ રહેશે.
આ VIDEO પણ ખાસ જુઓ...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે