બજેટ 2020: મોદી સરકારની મોટી જાહેરાત, IPO લઇને LIC પોતાની ભાગીદારી વેચશે સરકાર

નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) એ સામાન્ય બજેટ (budget 2020) રજૂ કરતાં LICને લઇને મોટી જાહેરાત કરી છે. નાણામંત્રીએ કહ્યું કે સરકાર એલઆઇસીનો આઇપીઓ લાવશે અને આઇપીઓ દ્વારા એલઆઇસીમાં સરકાર પોતાની ભાગીદારી વેચશે. 

બજેટ 2020: મોદી સરકારની મોટી જાહેરાત, IPO લઇને LIC પોતાની ભાગીદારી વેચશે સરકાર

નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) એ સામાન્ય બજેટ (budget 2020) રજૂ કરતાં LICને લઇને મોટી જાહેરાત કરી છે. નાણામંત્રીએ કહ્યું કે સરકાર એલઆઇસીનો આઇપીઓ લાવશે અને આઇપીઓ દ્વારા એલઆઇસીમાં સરકાર પોતાની ભાગીદારી વેચશે. 

આ પહેલાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે સંસદમાં સામાન્ય બજેટ રજૂ કરતાં કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થાનો આધાર મજબૂત છે અને ફૂગાવાને કાબૂમાં રાખવામાં આવ્યો છે. 

સીતારમણે લોકસભામાં સામાન્ય બજેટ રજૂ કરતાં કહ્યું કે ''અર્થવ્યવસ્થાનો આધાર મજબૂત છે અને ફૂગાવો સારી રીતે કાબૂમાં છે. આ બજેટ આવક અને ખરીદી શક્તિને વધારશે. આપણા લોકોને લભદાયક રોજગાર આપવો જોઇએ અને આપણા ઉદ્યોગોને તંદુરસ્ત બનાવવા જોઇએ. આ બજેટનો ઉદ્દેશ્ય અનુસૂચિત જાતિ અને જનજાતિના સભ્યો, તમામ મહિલાઓ અને અલ્પસંખ્યક સમુદાયના તમામ લોકોની આકાંક્ષાઓને પાંખો પુરી પાડવાનો છે. 

તેમણે એ પણ કહ્યું કે ઘટેલા જીએસટીના લીધે એક પરિવાર સરેરાશ હવે પોતાના માસિક ખર્ચના ચાર ટકા બચાવે છે. તેના માટે સિસ્ટમમાં 60 લાખ નવા ટેક્સપેયરોને જોડવામાં આવ્યા છે અને અર્થવ્યવસ્થાને ઔપચારિક બનાવવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news