પીએમના 'સિંગલ યુઝ પ્લાસ્ટિક' અભિયાન સફળ બનાવવા યુવકે છોડી દીધી યુરોપની નોકરી
17 સપ્ટેમ્બરના રોજ જ્યારે દેશ વડાપ્રધાન મોદીનો જન્મદિવસ ઉજવી રહ્યો હતો એ સમયે આ યુવાને ગુજરાતની રાજધાની ગાંધીનગરથી સાઈકલ પર દેશની યાત્રા શરૂ કરી હતી. બ્રજેશ શર્મા નામનો આ યુવાન 23,000 કિમીની યાત્રા કરીને દેશભરના લોકોને 'સિંગલ યુઝ પ્લાસ્ટિક'નો ઉપયોગ ન કરવાનો સંદેશો પહોંચાડવાનો છે.
Trending Photos
હીતેન વિઠ્ઠલાણી/નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટના ભાષણમાં જ્યારે દેશને 'સિંગલ યુઝ પ્લાસ્ટિક'નો ત્યાગ કરવાની અપીલ કરી ત્યારે તેમની આ અપીની અસર છેક યુરોપમાં નોકરી કરી રહેલા એક ભારતીય યુવાનને પણ થઈ હતી. તે આ અપીલથી એટલો પ્રભાવિત થયો કે પોતાની યુરોપની નોકરી છોડીને ભારતમાં લોકોને 'સિંગલ યુઝ પ્લાસ્ટિક' અભિયાનમાં જોડવા સ્વદેશ પાછો આવી ગયો હતો.
17 સપ્ટેમ્બરના રોજ જ્યારે દેશ વડાપ્રધાન મોદીનો જન્મદિવસ ઉજવી રહ્યો હતો એ સમયે આ યુવાને ગુજરાતની રાજધાની ગાંધીનગરથી સાઈકલ પર દેશની યાત્રા શરૂ કરી હતી. બ્રજેશ શર્મા નામનો આ યુવાન 23,000 કિમીની યાત્રા કરીને દેશભરના લોકોને 'સિંગલ યુઝ પ્લાસ્ટિક'નો ઉપયોગ ન કરવાનો સંદેશો પહોંચાડવાનો છે.
પોતાના આ અભિયાનમાં બ્રજેશ દિલ્હી પહોંચ્યો ત્યારે તેની મુલાકાત ઝી મીડિયા સાથે થઈ હતી. તેણે ઝી મીડિયાને જણાવ્યું કે, "15 ઓગસ્ટનું વડાપ્રધાનનું ભાષણ સાંભલ્યા પછી તેને દેશભ્રમણ કરીને લોકોને જાગૃત કરવાનો નિર્મય લીધો હતો. તે છેલ્લા 3 વર્ષથી યુરોપની એક કંપનીમાં એડમિન વિભાગમાં કર્મચારી હતો. યુરોપનાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ થતો ન જોઈને ભારતમાં પણ તેને લાગુ કરવા અંગે તે વિચારતો રહેતો હતો. 15 ઓગસ્ટનું વડાપ્રધાનનું ભાષણ સાંભળીને તેણે પોતાની યુરોપની નોકરી જ છોડી દીધી."
બ્રજેશે 17 સપ્ટેમ્બરના રોજ પોતાની સાઈકલ યાત્રા શરૂ કરી હતી. તે ચાર રાજ્યોમાં થઈને 28 દિવસમાં 2500 કિમીની સફર પુરી કરીને માર્ગમાં આવતા તમામ ગામ અને શહેરમાં લોકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાની શપથ અપાવતો-અપાવતો દિલ્હી પહોંચ્યો છે.
બ્રજેશે જ્યારે વિદેશની નોકરી છોડીને ભારતમાં આ યાત્રાની શરૂઆત કરી ત્યારે તેના પરિવારનું પણ સમર્થન મળ્યું ન હતું. જોકે, હવે જ્યારે તેને દેશભરમાંથી સમર્થન મળી રહ્યું છે ત્યારે પરિવાર પણ તેના આ સાહસ અને પ્રયાસની પ્રશંસા કરી રહ્યો છે અને તેને ટેકો આપી રહ્યો છે. યુવકને હવે પરિવારની સાથે દેશભરમાંથી પ્રેમ મળી રહ્યો છે.
દિલ્હીમાં કેન્દ્રીય શિપિંગ મંત્રી મનસુખ માંડવિયા સાથેની મુલાકાત અંગે ઝી મીડિયાને તેણે જણાવ્યું કે, "તે હવે દિલ્હીથી દક્ષિણ ભારત તરફ રવાના થશે. આગામી એક વર્ષમાં સમગ્ર ભારતનું ભ્રમણ કરીને તે 23,000 કિમીની યાત્રા પુરી કરીને ફરી દિલ્હી પહોંચી પીએમ મોદીને મળવા માગે છે."
બ્રજેશે જણાવ્યું કે, તેણે જે કમાણી કરી હતી તે તમામ રકમ પીએમ મોદી માટે પોતાની આ યાત્રામાં ખર્ચી નાખી છે. ઠેર-ઠેર લોકો પણ તેના આ પગલાની પ્રશંસા કરી રહ્યા છે અને તેના રાત્રિ રોકાણ-ભોજનની પણ વ્યવસ્થા કરી આપે છે. બ્રજેશનો એકમાત્ર હેતુ લોકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતાં અટકાવીને પૃથ્વી અને પર્યાવરણને બચાવવાનો છે. જેથી આગામી પેઢીને સારું વાતાવરણ મળી શકે.
જુઓ LIVE TV.....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે