સરકારી નોકરી અંગે સૌથી મોટા સમાચાર, 2 થી વધુ બાળકો હશે તો નહીં મળે સરકારી નોકરી

Rajasthan Govt Job Verdict: સરકારી નોકરીની તૈયારી કરી રહેલાં લોકો માટે સૌથી મહત્ત્વના સમાચાર. આ સમાચાર જાણી લેજો નહીં તો ગમે તેટલાં હોશિયાર હશો તો પણ હાથમાંથી જશે સરકારી નોકરી. 2 થી વધુ બાળકો હશે તો તમને નહીં મળે સરકારી નોકરી..

સરકારી નોકરી અંગે સૌથી મોટા સમાચાર, 2 થી વધુ બાળકો હશે તો નહીં મળે સરકારી નોકરી

Sarkari Naukri Children Rule: દરેકનું સપનું હોય છે સરકારી નોકરી મેળવવાનું. જોકે, સરકારી નોકરી માટેના નિયમો પણ હવે કડક થઈ રહ્યાં છે. દેશમાં જે પ્રકારે વસ્તીમાં વધારો થઈ રહ્યો છે દરેકને સરકારી નોકરી મળી રહે તે શક્ય પણ નથી. ત્યારે હાલ એક મહત્ત્વના સમાચાર સામે આવ્યાં છે. ખસા કરીને સરકારી નોકરીની તૈયારી કરી રહેલાં લોકો માટે સૌથી મહત્ત્વના સમાચાર. આ સમાચાર જાણી લેજો નહીં તો ગમે તેટલાં હોશિયાર હશો તો પણ હાથમાંથી જશે સરકારી નોકરી. રાજસ્થાન સરકારના નિયમ પર સુપ્રીમ કોર્ટે પણ લગાવી દીધી મહોર. હવે જો તમારે બે કરતા વધારે બાળકો હશે તો તમે પણ સરકારી નોકરી મેળવવાના હકદાર નહી રહો. જાણી લો આખો ચુકાદો વિગતવાર.

ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાન સરકારનો એક નિયમ હાલ ભારે ચર્ચામાં આવ્યો છે. રાજસ્થાન સરકારે એક નિયમ બહાર પાડ્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે જો તમારે બે કરતા વધારે બાળકો હશે તો તમે સરકારી નોકરીના હકદાર નહીં રહો. રાજસ્થાન સરકારના આ નિયમને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા પણ મંજૂરી મળી ગઈ છે. જો તમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો અને તમારા બેથી વધુ બાળકો છે, તો આ સમાચાર તમારા માટે એક મોટો આંચકો છે. સુપ્રીમ કોર્ટે રાજસ્થાન સરકારના નિયમને મંજૂરી આપી દીધી છે.

સરકારી કર્મચારીઓ માટે લાગુ થશે ટુ ચાઈલ્ડ પોલીસીઃ
લાંબા સમયથી સરકારી નોકરી અંગે રાજસ્થાનના આ નિયમનો વિવાદ ચાલતો હતો. તમને જણાવી દઈએ કે, રાજસ્થાનમાં પંચાયત ચૂંટણીને લઈને આવો નિયમ પહેલાથી જ લાગુ કરી દેવાયેલો છે. જે લોકો બે કરતાં વધુ બાળકો ધરાવે છે તેઓ ચૂંટણી લડી શકતા નથી. આ ટુ ચાઈલ્ડ પોલિસી હવે સરકારી કર્મચારીઓ માટે પણ લાગુ થશે. પંચાયત ચૂંટણીને લઈને આ નીતિ રાજસ્થાનમાં 21 વર્ષ પહેલા લાગુ કરવામાં આવી છે. હવે આ શરત સરકારી નોકરીઓમાં પસંદગી માટે પણ લાગુ થશે. જે લોકો સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે અને જો તેમના બેથી વધુ બાળકો છે તો તેમના માટે આ એક મોટો આંચકો છે.

રાજસ્થાન વિવિધ સેવાઓ (સુધારા) નિયમો, 2001 શું છે?
રાજસ્થાન વિભિન્ન સેવા (સુધારા) નિયમો, 2001 હેઠળ એવી જોગવાઈ છે કે 1 જૂન, 2002 અથવા તેના પછી બેથી વધુ બાળકો ધરાવતા લોકોને સરકારી નોકરી નહીં મળે. તેમને સરકારી નોકરી માટે લાયક ગણવામાં આવશે નહીં.

ભૂતપૂર્વ સૈનિકની અરજી કોર્ટે ફગાવીઃ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચે પૂર્વ સૈનિક રામ લાલ જાટ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને ફગાવી દીધી છે. પૂર્વ સૈનિક રામ લાલ જાટ વર્ષ 2017માં નિવૃત્ત થયા હતા. ત્યારબાદ 25 મે 2018ના રોજ તેણે રાજસ્થાન પોલીસમાં કોન્સ્ટેબલની પોસ્ટ માટે અરજી કરી. જો કે, રાજસ્થાન પોલીસ સબઓર્ડિનેટ સર્વિસીસ રૂલ્સ, 1989ના નિયમ 24(4) હેઠળ ભૂતપૂર્વ સૈનિક રામ લાલ જાટની અરજી નકારી કાઢવામાં આવી હતી.

કોર્ટે કેમ ફગાવી દીધી પૂર્વ સૈનિકની અરજી?
જાણી લો કે પૂર્વ સૈનિક રામ લાલ જાટને બે કરતાં વધુ બાળકો છે. આથી સરકારી નોકરી માટેની તેમની ઉમેદવારી ફગાવી દેવામાં આવી છે. પૂર્વ સૈનિક રામ લાલ જાટે આ મામલે સરકારના નિર્ણયને રાજસ્થાન હાઈકોર્ટમાં પડકાર્યો હતો. ઓક્ટોબર 2022માં આ અંગે પોતાનો ચુકાદો આપતી વખતે રાજસ્થાન હાઈકોર્ટે આ મામલે હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કરી દીધો હતો.

રાજસ્થાનમાં કેમ લાગુ કરવામાં આવ્યો આવો નિયમ?
નોંધનીય છે કે જસ્ટિસ કાંતની ખંડપીઠે કહ્યું હતું કે પંચાયત ચૂંટણીમાં ઉમેદવારોની યોગ્યતા અંગે પણ સમાન જોગવાઈ છે. 2003માં જાવેદ વિરુદ્ધ રાજસ્થાન રાજ્યના કેસમાં સુપ્રીમ કોર્ટે તેને માન્ય રાખ્યો હતો. આ હેઠળ, ઉમેદવારોને બે કરતાં વધુ બાળકો હોય તો તે અયોગ્ય ગણવામાં આવે છે. આ જોગવાઈનો હેતુ કુટુંબ નિયોજનને પ્રોત્સાહન આપવાનો છે. બેન્ચે પૂર્વ સૈનિકની અપીલ પર હાઈકોર્ટના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news