ગુજરાતના આ 10 શહેરોમાં પ્રોપર્ટી ખરીદી રાખજો, સરકારની એક જાહેરાતથી વધી જશે પ્રોપર્ટીના ભાવ

Ahmedabad Property Market Investment : આજે સૌથી વધારે રૂપિયા પ્રોપર્ટી કમાઈ આપે છે.  જો તમે ગુજરાતમાં અમદાવાદ સિવાયના શહેરોમાં પ્રોપર્ટીમાં રોકાણ કરવા માંગો છો તો આ શહેરો પર ફોકસ કરો... જે તમને પ્રોપર્ટીમાં મોટો ફાયદો કરાવી શકે છે. સરકારે 9 મનપાની પણ જાહેરાત કરી છે જે તમને ફાયદો જ ફાયદો કરાવી શકે છે. આ શહેરો એવા છે જેનો હવે વિકાસ થવાનો છે, તમારું રોકાણ તમને ફાયદો કરાવી શકે છે. 
 

ગુજરાતના આ 10 શહેરોમાં પ્રોપર્ટી ખરીદી રાખજો, સરકારની એક જાહેરાતથી વધી જશે પ્રોપર્ટીના ભાવ

Ahmedabad Property Market અમદાવાદ : ગુજરાતીઓ માટે આ સૌથી મોટા સમાચાર છે. ગુજરાતના આ 10 શહેરોમાં રહી રહ્યાં છો તો તમારા માટે આ સૌથી મોટી ખુશખબર છે. ગુજરાતમાં ઓલિમ્પિકની તૈયારીઓને પગલે સરકાર ધૂમ રૂપિયા ખર્ચી રહી છે. જેના પગલે અમદાવાદની આસપાસના ગામોમાં સતત વિકાસ થઈ રહ્યો છે. જેને પગલે અમદાવાદની બાજુના ગામોના જમીનોના ભાવો ઉંચકાય તો નવાઈ નહીં. સરકારે બજેટમાં 7 પાલિકાઓને મહાનગરપાલિકાઓ જાહેર કર્યા બાદ ફરી બીજી 2 નગરપાલિકાઓને મહાનગર પાલિકા તરીકે જાહેરાત કરી છે. જેને પગલે પ્રોપર્ટીના ભાવમાં મસમોટો વધારો થઈ જશે. ગુજરાતમાં નવી 9 મહાનગર પાલિકાઓ બનવા જઈ રહી છે. આ શહેરોનો વિકાસ આગામી દિવસોમાં ચાર ચાંદ લગાવશે.

9 મહાનગર પાલિકાઓની ભેટ

ગુજરાત સરકારે આ વર્ષે સૌથી મોટી ગુજરાતીઓને ભેટ આપી હોય તો 9 નવી મહાનગરપાલિકાની જાહેરાત છે. જેમ જેમ આ શહેરોનો વિકાસ થશે એમ પ્રોપર્ટીના ભાવો વધશે. ગુજરાતમાં હવે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ નહીં પણ અન્ય શહેરોનો વિકાસ સતત વધી રહ્યો છે. સરકાર હવે મેગા શહેરોને છોડીને નાના શહેરોના વિકાસ પર ધ્યાન આપી રહી છે. જલ્દી જ વધવાના છે અહીંના ભાવ સરકારે આ પાલિકાઓને મહાનગરપાલિકા જાહેર કરી છે. પીએમ મોદીએ ગુજરાતમાં 1.06 લાખ કરોડ રૂપિયાની ભેટ આપી છે. હવે અમદાવાદને પણ મોટી ભેટ મળી છે. અમદાવાદની આસપાસ ઓલિમ્પિકની તૈયારીઓને પગલે સરકાર ધૂમ વિકાસ કરી રહી છે. જેને પગલે અમદાવાદની આસપાસના ગામોના વિકાસને ચારચાંદ લાગશે.

ગુજરાતની 9 પાલિકાને હવે મહાનગરપાલિકાનો દરજ્જો મળશે

રાજ્ય સરકારે  અગાઉ 7 નવી મહાનગરપાલિકાની જાહેરાત કરી છે. નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર-વઢવાણને મહાનગરપાલિકાનો દરજ્જો મળશે. ગુજરાતની 9 પાલિકાને હવે મહાનગરપાલિકાનો દરજ્જો મળશે. ત્યારે એક નાગરિકે તરીકે એ જાણવું જરૂરી છે કે, નગરપાલિકા કરતાં મનપા પાસે કેટલો વધુ પાવર? કોર્પોરેશનમાં આવ્યા બાદ પાલિકાઓને અનેક ફાયદા થાય છે. ગુજરાતમાં 2 પાલિકાઓને મહાનરપાલિકા બનાવવાની જાહેરાત થઈ છે. જેને પગલે આ શહેરોના વિકાસને ચારચાંદ લાગી જશે. અમદાવાદ પૂર્વના ટ્રાફિકને નાથવા માટે સરકારે વિશાલાથી સરખેજ સુધી એલિવેટેડ કોરીડોર અને નારોલ બ્રિજની 2 મંજૂરી આપતાં નારોલ આસપાસની પ્રોપર્ટીના ભાવમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. આ પાલિકાઓ મનપા બની જતાં અહીં ગ્રાન્ટ વધશે અને વિકાસ પણ વધશે. જે ગામો અહીં મનપામાં જોડાશે ત્યાં સુવિધાઓ પણ વધશે.

સરકારે આપ્યો મહાનગરપાલિકાનો દરજ્જો 
2024 ના લોકસભા ચૂંટણી પહેલા ભાજપે સૌથી પહેલો માસ્ટર સ્ટ્રોક માર્યો છે. ભુપેન્દ્ર પટેલની આગેવાની સરકારે રાજ્યમાં નગર નિગમોની સંખ્યા એક ઝાટકામાં ડબલ કરી દીધી છે. તાજેતરના 2024 ના બજેટમાં તેની જાહેરાત કરવામાં આવી છે. આવામાં ગુજરાતમાં હવે મહાનગરપાલિકાઓની સંખ્યા 15 પર પહોંચી જશે. સરકારે 13 વર્ષ પહેલા આ બદલાવ કર્યો હતો, તેના બાદ અત્યાર સુધી કોઈ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો ન હતો. આ જાહેરાતથી મહાનગરપાલિકા બનનારા શહેરોને મોટો ફાયદો થાય છે. તેથી જો તમે પ્રોપર્ટીમાં રોકાણ કરવા માંગો છો તો આ શહેરો પર ફોકસ કરો. 

ahm_property_zee2.jpg

2 વધુ નગરપાલિકાઓને ફાયદો

ગુજરાત સરકારે વધુ બે નગરપાલિકાઓને મહાનગરપાલિકા બનાવવાનો નિર્ણય લીધો છે.  રાજ્યની વધુ બે નગર પાલિકા મહાનગરપાલિકા બનશે, આ જાહેરાત ખુદ રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈની વિધાનસભામાં ગૃહમાં કરી છે. ગુજરાતની પોરબંદર-છાયાં નગરપાલિકા અને બનશે નડિયાદ નગરપાલિકા હવે મહાનગરપાલિકા બનશે. મહત્ત્વનું છેકે, અગાઉ સાત નગરપાલિકાની મહાનગરપાલિકા બનાવવાની ગુજરાત સરકારે થોડા સમય પહેલાં જ જાહેરાત કરી હતી. ગુજરાત સરકારે ગત બીજી ફેબ્રુઆરીએ રજૂ કરેલા બજેટમાં રાજ્યમાં વધુ સાત નગરપાલિકાઓને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરી હતી. જેમાં નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા અને સુરેન્દ્રનગર/વઢવાણનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે બજેટ સત્રમાં નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ વધુ બે નગરપાલિકાઓને મહાનગર પાલિકા તરીકે જાહેર કરી છે.

અમદાવાદના મણિપુર, ગોધાવી, ગરોડીયા વિસ્તારોમાં પ્રોપર્ટી માર્કેટમાં બુમ આવશે

અમદાવાદ શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળ-ઔડા દ્વારા સરદાર પટેલ સ્ટેડિયમની આસપાસના વિસ્તારોમાં સુવિધાઓ ઉભી કરવાના આયોજન સાથોસાથ અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં એસ.પી.રીંગરોડના બહારના વિસ્તારમાં પણ આવી વ્યાપક અંતરમાળખાકીય સુવિધા ઉભી કરવા અંગે પરામર્શ થયો હતો. સરદાર પટેલ રિંગરોડની પશ્ચિમ તરફ ઔડાના ડી.પી.માં સૂચિત ૯૦ મીટર પહોળા રીંગરોડ તથા બોપલ-પલોડીયાના ૩૬ મીટર રોડની આસપાસના મણિપુર, ગોધાવી, ગરોડીયા વિસ્તારોમાં નોલેજ એન્ડ સ્પોર્ટ્સ કોરિડોર નિર્માણ કરવા બાબતે પણ આ બેઠકમાં વિચારણા થઈ હતી. ઓલમ્પિક ૨૦૩૬ના આયોજન સંદર્ભે રાજ્ય સરકારના સંબંધિત વિભાગો અને ઔડા દ્વારા ગોધાવી વિસ્તારમાં થોડા સમય પૂર્વે જમીન અંગે સર્વે કરવામાં આવ્યો હતો તેની જાણકારી મુખ્યમંત્રીને આ બેઠક દરમિયાન આપવામાં આવી હતી.

અમદાવાદને ઓલિમ્પિક ફળી જશે

ઓલમ્પિકના આયોજન માટે આ વિસ્તારમાં જમીનોના થયેલ સર્વેની સમીક્ષા કરવા અને સૂચિત સ્પોર્ટ્સ, સ્કિલ, નોલેજ ઝોન અમલી થાય તે માટેની જરૂરી કાર્યવાહી સત્વરે કરવા સૌ સંબંધીતોને જરૂરી દિશાનિર્દેશ આ બેઠકમાં આપવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા આ વિસ્તારને સ્પોર્ટ્સ, સ્કિલ, એજ્યુકેશન માટેના ઝોન તરીકે વિકસિત કરવા માટે સર્વે, જમીન સંપાદન, પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપનાં વિકલ્પો વગેરેની સમીક્ષા કરીને તથા તમામ સંબંધિત સ્ટેક હોલ્ડર્સનો સમાવેશ કરીને આ દિશામાં આગળ વધવા તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટીઝ સત્વરે કેવી રીતે ઊભી થઈ શકે તે માટેનું સમયબદ્ધ આયોજન કરવાની વિચારણા પણ આ બેઠકમાં કરવામાં આવી હતી.

એટલું જ નહીં, સુચિત સ્પોર્ટ્સ, સ્કિલ, નોલેજ ઝોનને કનેક્ટિવિટીના હેતુસર બી.આર.ટી.એસ અને મેટ્રો રેલ દ્વારા કેવી રીતે જોડી શકાય તે અંગે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અભ્યાસ કરવા માટેના જરૂરી નિર્દેશ આપ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા આ આંતર માળખાકીય સગવડો ઊભી કરવા માટે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપના વિકલ્પો અંગે પણ આ બેઠકમાં વિચારણા થઈ હતી તથા અમદાવાદ શહેરની પશ્ચિમના આ સૂચિત વિસ્તારને સ્પોર્ટ્સ, સ્કિલ, નોલેજ/ઇન્સ્ટીટ્યુટ ઝોન અથવા સ્પેશિયલ ઝોન તરીકે જ વિકસિત કરવા માટે પણ જરૂરી વિચારણા મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આ બેઠકમાં કરવામાં આવી હતી.

ahm_property_zee.jpg

આ 7 શહેરોને શું ફાયદો થશે
હવે વાત તમારા ફાયદાની કરીએ તો, હાલ ગુજરાતમાં 8 મહાનગરપાલિકાઓ છે. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર, ભાવનગર, જુનાગઢ અને ગાંધીધામ સામેલ છે. ગાંધીનગર મહાનગરપાલિકા 2010 માં રાજ્ય સરકાર દ્વારા નિર્મિત કરાયેલી અંતિમ મહાનગરપાલિકા હતી. ત્યારે હવે નવસારી, નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર-વઢવાણને મહાનગરપાલિકાનો દરજ્જો મળશે. ત્યારે આ શહેરોને વિકાસ માટે રાજ્ય સરકાર તરફથી વધુ ફંડ મળશે. આ શહેરોમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ જેવી વ્યવસ્થાઓ વિકસશે. જાહેર સુવિધાઓમાં વધુ વિકાસ થશે. એટલું જ નહિ, રાજ્ય સરકાર હવે આ ક્ષેત્રો પર વધુ સારી વ્યવસ્થા માટે કમિશનરની નિમણૂંક કરશે. 

ahm_property_zee3.jpg

ગુજરાતની લગભગ 50 ટકા વસ્તી શહેરોમાં વસે છે. એક અંદાજ છે કે, 2047 સુધીમાં રાજ્યમાં શહેર આવાસીય ક્ષેત્રોનો વિકાસ 75 ટકા સુધી જઈ શકે છે. તે જોતા ગુજરાતના મોટા શહેરોમાં પ્રોપર્ટી પણ વધશે. આ જોતા ભવિષ્યમાં મોટા શહેરોમાં પ્રોપર્ટીના ભાવ પણ આસામાને જશે. પંરતું જો તમે અત્યારથી જ 7 નવી મહાનગરપાલિકાઓ તરફ નજર દોડાવશો, તો તમે ભવિષ્યમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં તગડો નફો મેળવશો. હાલ લાખોનું ઈન્વેસ્ટમેન્ટ ભવિષ્યમાં કરોડોમાં ઉગશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news