સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ બ્રહ્મોસનું સફળ પરીક્ષણ, અરબ સાગરમાં ટાર્ગેટ ભેદી નાખ્યો

ભારતે નેવી(Indian Navy)ના સ્વદેશી સ્ટીલ્થ ડિસ્ટ્રોયર આઈએનએસ ચેન્નાઈ(Stealth Destroyer INS Chennai) થી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ (BRAHMOS supersonic cruise missile)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. સુપરસોનિક ક્રૂઝ મિસાઈલના પરીક્ષણ દરમિયાન અરબ સાગરમાં એક લક્ષ્ય પર નિશાન સાધવામાં આવ્યું. મિસાઈલે તે લક્ષ્યને ખુબ જ સટીકતાથી ભેદી નાખ્યું. 
સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ બ્રહ્મોસનું સફળ પરીક્ષણ, અરબ સાગરમાં ટાર્ગેટ ભેદી નાખ્યો

નવી દિલ્હી: ભારતે નેવી(Indian Navy)ના સ્વદેશી સ્ટીલ્થ ડિસ્ટ્રોયર આઈએનએસ ચેન્નાઈ(Stealth Destroyer INS Chennai) થી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ (BRAHMOS supersonic cruise missile)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. સુપરસોનિક ક્રૂઝ મિસાઈલના પરીક્ષણ દરમિયાન અરબ સાગરમાં એક લક્ષ્ય પર નિશાન સાધવામાં આવ્યું. મિસાઈલે તે લક્ષ્યને ખુબ જ સટીકતાથી ભેદી નાખ્યું. 

ટાઈમિંગ ખુબ મહત્વનો
ઉલ્લેખનીય છે કે પરીક્ષણનો ટાઈમિંગ ખુબ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. એવા સમયે કે જ્યારે સરહદે ભારત અને ચીન વચ્ચે ગરમાગરમી છે ત્યારે ભારતનું આ મિસાઈલ પરીક્ષણ ચીનને કડક સંદેશ તરીકે ગણવામાં આવી રહ્યું છે. ભારત અરુણાચલ પ્રદેશ અને લદાખમાં ચીન સાથે જોડાયેલી સરહદો પર પહેલેથી આ બ્રહ્મોસ મિસાઈલો તૈનાત કરી ચૂક્યું છે. પહેલા તેની રેન્જ 290 કિમી હતી ત્યારબાદ 400 કિમી સુધી કરી દેવાઈ છે. એક અંદાજ મુજબ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ 450 કિમીથી વધુ અંતર સુધી દુશ્મનના નિશાનને તબાહ કરી શકે છે. 

— DRDO (@DRDO_India) October 18, 2020

ભારત-રશિયાનું સંયુક્ત ઉપક્રમ
અત્રે જણાવવાનું કે સુપરસોનિક બ્રહ્મોસ ક્રૂઝ મિસાઈલને ભારત અને રશિયાના સંયુકત ઉપક્રમ હેઠળ વિક્સિત કરવામાં આવેલ છે. તે 400 કિમીથી વધુ અંતરના ટાર્ગેટને ભેદી શકે છે. સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ બ્રહ્મોસને સબમરીન, યુદ્ધવાહક જહાજ, ફાઈટર વિમાન, અને જમીનથી પણ લોન્ચ કરી શકાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news