મોટો ઝટકો! Covid-19 ની સારવારમાં આ ચાર દવાઓ સાવ નિષ્ફળ, WHOનું નિવેદન

કોવિડ-19 (Covid 19) ને હરાવવામાં દુનિયાભરમાં ચાલી રહેલી કોશિશોને એક મોટો ઝટકો મળ્યો છે. આ મહામારીની સારવાર માટે બનાવવામાં આવેલી દવાઓમાં ચાર દવાઓ બેકાર સાબિત થઈ છે.

મોટો ઝટકો! Covid-19 ની સારવારમાં આ ચાર દવાઓ સાવ નિષ્ફળ, WHOનું નિવેદન

નવી દિલ્હી:કોવિડ-19 (Covid 19) ને હરાવવામાં દુનિયાભરમાં ચાલી રહેલી કોશિશોને એક મોટો ઝટકો મળ્યો છે. આ મહામારીની સારવાર માટે બનાવવામાં આવેલી દવાઓમાં ચાર દવાઓ બેકાર સાબિત થઈ છે. સ્ટડીમાં જાણવા મળ્યું છે કે સારવારમાં ઉપયોગમાં લેવાઈ રહેલી દવાઓ- રેમડેસિવિર, હાઈડ્રોક્સીક્લોરોક્વીન, લોપિનાવિર/રિટોનાવિર અને ઈન્ટરફેરોનની કોવિડ-19ના દર્દીઓ પર કાં તો એકદમ ઓછી અસર થઈ છે અથવા તો બિલકુલ કારગર સાબિત થઈ નથી. પીટીઆઈના અહેવાલ મુજબ WHOએ પોતાના છ મહિના લાંબા ચાલેલા એક ઈન્ટીગ્રેટેડ મેડિકલ સાયન્સ ટેસ્ટના રિઝલ્ટની જાહેરાત કરી. 

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)નું કહેવું છે કે કોવિડ-19ની સારવારને લઈને દુનિયાભરમાં મોટા પાયે કરાયેલા અલગ અલગ અભ્યાસથી એક વાતના 'નિર્ણાયક પુરાવા' મળ્યા છે કે ગંભીર રીતે ઘાયલ દર્દીઓ પર રેમડેસિવિર દવાનો ખુબ જ ઓછો પ્રભાવ કે બિલકુલ કારગર સાબિત થઈ નથી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બીમાર પડ્યા તો તેમના ઉપચાર માટે આ દવાનો ઉપયોગ કરાયો હતો. આ દવાઓના ટેસ્ટનો હેતુ એ જાણવાનો હતો કે હાલ ઉપલબ્ધ દવાઓ કોરોના વાયરસ સંક્રમણની સારવારમાં કેટલી પ્રભાવી સાબિત થઈ શકે છે. 

અમેરિકાએ મેલેરિયાની સારવારમાં ઉપયોગમાં લેવાતી રેમડેસિવિર દવાને વિશેષ પરિસ્થિતિઓમાં કોવિડ-19ની સારવાર માટે ઉપયોગમાં લેવા કેટેગરાઈઝ કરી છે. આ સાથે બ્રિટન અને યુરોપિય સંઘે પણ કોરોના વાયરસ સંક્રમણની સારવાર માટે આ દવાને મંજૂરી આપી છે. 

ઓક્સફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર માર્ટિન લેન્ડ્રેએ કહ્યું કે હાઈડ્રોક્સીક્લોરોક્વીન અને લોપિનાવિર વિશે WHO તરફથી કરાયેલા અભ્યાસના પરિણામ લગભગ એ જ દિશામાં છે, જેવા બ્રિટનમાં કરાયેલા અભ્યાસમાં સામે આવ્યા હતાં. તેમણે એક નિવેદનમાં કહ્યું કે WHOના અભ્યાસમાં એક ખાસ વાત સામે આવી. જાણવા મળ્યું કે કોવિડ-19ની સારવારમાં રેમડેસિવિરનો કોઈ ખાસ પ્રભાવ નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news