જિંદગીથી હારી ગયા છો, તો નેત્રહીન અમરજીત સિંહ પાસેથી કંઇક શીખો
અમરજીત સિંહ ચાવલાની સ્ટોરી આ બધા શબ્દોથી વધારે ઉંડી અને પ્રેરણાદાયક છે. રવિવાર, 20 જાન્યુઆરી 2018ના દિવસે અમરજીત સિંહએ ટાટા મુંબઇ મેરેથોનમાં ભાગ લીધો હતો. આ તેમની 101મી મેરેથોન હતી અને અમરજીત સિંહ ચાવલા જોઇ શકતા નથી.
Trending Photos
લાચારી, અસમર્થતા, નિઃસહાય જેવા ઘણા શબ્દો છે જે માણસને ખરાબ પરિસ્થિતિમાં ઘુટણીયા ટેકવા મજબૂર કરી શકે છે. પરંતુ આ બધાથી સૌથી મોટો છે ‘જુસ્સો’. અમરજીત સિંહ ચાવલાની સ્ટોરી આ બધા શબ્દોથી વધારે ઉંડી અને પ્રેરણાદાયક છે. રવિવાર, 20 જાન્યુઆરી 2018ના દિવસે અમરજીત સિંહએ ટાટા મુંબઇ મેરેથોનમાં ભાગ લીધો હતો. આ તેમની 101મી મેરેથોન હતી અને અમરજીત સિંહ ચાવલા જોઇ શકતા નથી. તેમની આંખોનો પ્રકાશ બીમારીના કારણે જતી રહી છે.
વધુમાં વાંચો: બિહારની પુત્રીએ અમેરિકામાં ગીતા સાથે લીધા સેનેટર તરીકેના શપથ, કર્યા જય હિંદનો સૂત્રોચ્ચાર
Just 2 more days till Amarjeet Singh Chawla - @sportysikh aka the 'dancing sardar' runs marathon #101 at @TataMumMarathon this Sunday! #FreedomfromFear pic.twitter.com/EBpnTR6mKy
— 1947 (@Drink1947) January 18, 2019
14 વર્ષની ઉંમરમાં થઇ હતી બીમારીની જાણકારી
અમરજીત સિંહ જ્યારે 14 વર્ષના હતા, ત્યારે ડોક્ટરોએ જણાવ્યું કે તેઓ મૅક્યુલર ડિજેનરેશનના પીડિત છે. આંખના આ રોગનો કોઇ માટે કોઈ ઉપાય નથી. ડૉક્ટરોએ એમ પણ કહ્યું કે ધીમે ધીમે ચાવલાની આંખોનો પ્રકાશ જતો રહેશે.
40 વર્ષની ઉંમરે થઇ ગયા નેત્રહીન
જોકે, પરિવારે હાર સ્વિકારી ન હતી. દરેક પ્રકારની સારવાર કરાવી હતી. પરંતુ 40 વર્ષની ઉંમરે પહોંચતા-પહોંચતા અમરજીત સિંહ ચાવલા સંપૂર્ણ રીતે નેત્રહીન થઇ ગયા હતા. પરંતુ તેમના અંદર એક ખેલાડીની ભાવના જીવતી હતી. અમરજીત સિંહ ચાવલા એકમાત્ર એવા શખ્સ છે જે નેત્રહીન છે. જેમણે તિબેટના ડોલમા ખાતે ધ્વજ લહેરાવ્યો છે.
151 મેરેથોન દોડવાનું છે લક્ષ્ય
રવિવારે આયોજીત મુંબઇ મેરેથોન તેમના માટે 101મી મેરેથોન હતી. તેમાં 46 હજારથી વધારે લોકોએ ભાગ લીધો હતો. ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો ઘણો વાયરલ થયો છે. જેમાં ચાવલા કહે છે કે, મારુ લક્ષ્ય આવનારા 2થી 3 વર્ષમાં 151મી મેરેથોન દોડવાનું છે. સોહનલાલ દ્વિવેદીજીની કવિતા અમરજીત સિંહ ચાવલા જેવા લોકો માટે લખવામાં આવી છે- ‘લહેરો સે ડરકર નૌકા પાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી હાર નહીં હોતી.’
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે