વિધાનસભામાં TMCનો કિલ્લો તોડવા BJPનો પ્લાન, 1 કરોડ સભ્યો જોડાશે

પશ્ચિમ બંગાળ ભાજપ અધ્યક્ષ અને પાર્ટીના સાંસદ દિલીપ ઘોષે રવિવારે કહ્યું કે, પાર્ટીની નજર આ વર્ષે પશ્ચિમ બંગાળમાં એક કરોડ સભ્યો બનાવવા પર છે. તેમણે કહ્યું કે, ગત્ત વર્ષે અમે 42 લાખ સભ્યો બનાવ્યા હતા. 2014ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીને 86 લાખ મત મળ્યા હતા. હાલમાં જ યોજાયેલ લોકસભા ચૂંટણીમાં 2.30 કરોડ મત મળ્યા અને તેમાંથી અડધાને પાર્ટી સભ્ય બનાવવા જોઇએ.
વિધાનસભામાં TMCનો કિલ્લો તોડવા BJPનો પ્લાન, 1 કરોડ સભ્યો જોડાશે

કોલકાતા : પશ્ચિમ બંગાળ ભાજપ અધ્યક્ષ અને પાર્ટીના સાંસદ દિલીપ ઘોષે રવિવારે કહ્યું કે, પાર્ટીની નજર આ વર્ષે પશ્ચિમ બંગાળમાં એક કરોડ સભ્યો બનાવવા પર છે. તેમણે કહ્યું કે, ગત્ત વર્ષે અમે 42 લાખ સભ્યો બનાવ્યા હતા. 2014ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીને 86 લાખ મત મળ્યા હતા. હાલમાં જ યોજાયેલ લોકસભા ચૂંટણીમાં 2.30 કરોડ મત મળ્યા અને તેમાંથી અડધાને પાર્ટી સભ્ય બનાવવા જોઇએ.

રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો, 1 જુલાઇથી થશે લાગુ
ઘોષે કહ્યું કે, હાવડા જિલ્લામાં પાર્ટી કાર્યકર્તાઓની એક બેઠકમાં કહ્યું, અમે હાલનાં સભ્યોનું સભ્યપદનાં નવીનીકરણ કરશે અને આ વર્ષે પશ્ચિમ બંગાળમાં એક કરોડ કરતા વધારે લોકોને સભ્ય બનાવશે. પાર્ટી કાર્યકર્તાઓને સભ્યોને સુચીબદ્ધ કરવાની પ્રકિયાને ઝડપી કરવા માટેનો આગ્રહ કરતા ઘોષે તે લોકો સુધી પહોંચવા માટેની અપીલ કરી, જેમણે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને મત નથી આપ્યો. સભ્ય બનાવવાની પ્રક્રિયા 6 જુલાઇથી ચાલુ થશે. 

10 કરોડથી વધારે કમાણી છે તો અડધો અડધ રકમ ટેક્ષ તરીકે ચુકવવી પડશે
ઘોષે કહ્યું કે, અન્ય રાજ્યોમાં સભ્યપદમાં 20-30 ટકાનો વધારો જોવા મળી શકે છે, જો કે પશ્ચિમ બંગાળ તેનાથી અલગ છે. આ રાજ્ય પર સમગ્ર દેશનું ધ્યાન કેન્દ્રીત છે. અમે અમારા સભ્યપદની પ્રક્રિયા બમણી કરવી જોઇએ. તેમમે કહ્યું કે, પાર્ટી લોકપ્રિય થઇ રહી છે, કારણ કે બીજી પાર્ટીઓનાં કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઇ રહ્યા છે. ઘોષ રાજ્યની સત્તારૂઢ તૃણમુલ કોંગ્રેસ પર પશ્ચિમ બંગાળમાં હિંસા ભડકાવવા તથા નાગરિકોને લોકશાહીના અધિકારોને નષ્ટ કરવાનો આરોપ લગાવ્યો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news