1984ના સિખ વિરોધી રમખાણોમાં કોંગ્રેસની આખી મશીનરી લાગી હતી: ભાજપ
તેમણે ગાંધી અને તેમના વલણનો બચાવ કરતાં પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ પર હુમલો કર્યો અને દાવો કર્યો કે અમરિંદરે રાજ્યની જનતા અને દેશભરના સિખોની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.
Trending Photos
નવી દિલ્હી: ભાજપ અને તેના ગઠબંધન સહયોગી અકાળી દળે સોમવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર તેમની આ ટિપ્પણીને લઇને નિશાન સાધ્યું કે વર્ષ 1984ના સિખ વિરોધી રમખાણોમાં તેમની પાર્ટી સામેલ હતી. ભાજપ અને અકાળી દળે આરોપ લગાવ્યો કે 1984ના નરસંહારમાં કોંગ્રેસની આખી મશીનરી સામેલ હતી અને તેમને તેમના પાપોમાંથી મુક્તિ ન મળી શકે.
તેમણે ગાંધી અને તેમના વલણનો બચાવ કરતાં પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ પર હુમલો કર્યો અને દાવો કર્યો કે અમરિંદરે રાજ્યની જનતા અને દેશભરના સિખોની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. અકાળી દળના વરિષ્ઠ નેતા પ્રેમ સિંહ ચંદૂમાઝરાએ દાવો કર્યો, ''અમરિંદર સિંહ પાસે આ આશા ન હતી. એક સિખ હોવાના નાતે તેમણે આ મુદ્દે 1984ના નરસંહારના ષડયંત્રકારીઓ સાથે ઉભા રહેવું જોઇતું ન હતું. પંજાબના મુખ્યમંત્રીએ પોતાના રાજ્યના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.'
ભાજપના રાષ્ટ્રીય સચિવ આર પી સિંહે આરોપ લગાવ્યો કે ''એક અથવા બે હાથ નહી, આખી કોંગ્રેસ મશીનરી રાષ્ટ્રીય રાજધાનીમાં સિખો વિરૂદ્ધ 1984ના નરસંહારમાં લિપ્ત હતી.''
તમને જણાવી દઇએ કે મુખ્યમંત્રી અમરિંદર સિંહ રવિવારે અકાળી દળના અધ્યક્ષ સુખવીર સિંહ બાદલ પર જોરદાર વરસ્યા હતા. તેમણે કહ્યું કે 1984ના રમખાણોના મુદ્દાને લઇને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર બાદલનો પ્રહાર અનુચિત અને ફાલતૂ છે. અમરિંદરે શિરોમણી અકાળી દળ (શિઅદ) પ્રમુખને તેમના આ નિવેદનને લઇને ફટકાર લગાવી કે 1984ના રમખાણોના અપરાધમાં રાહુલ 'ભાગીદરા' હતા. તેમણે કહ્યું કે ઓપરેશન બ્લૂસ્ટારના સમયે રાહુલ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા.
કોંગ્રેસ નેતા પી ચિંદંબરમે શનિવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો બચાવ કર્યો હતો. પી ચિદંબરમે 1984માં થયેલા રમખાણોમાં કોંગ્રેસ અને રાહુલ ગાંધીને જવાબદાર ગણાવતાં કેસ પર સ્પષ્ટતા આપી હતી. તેમણે કહ્યું કે સરકાર હતી. તે વર્ષ ખરેખર ખૌફનાક ઘટના થઇ, જેના લીધે પૂર્વ વડાપ્રધાનમંત્રી મનમોહન સિંહે પણ સંસદમાં ખેદ વ્યક્ત કર્યો હતો.'
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે