2019ની લોકસભા ચૂંટણીમાં ઝળહળતી જીત મેળવવા ભાજપે બનાવ્યો ટી-20 ફોર્મ્યુલા, ખાસ જાણો 

આગામી વર્ષે થનારી લોકસભા ચૂંટણીમાં વર્ષ 2014 જેવા પરિણામો દોહરાવવા માટે ભાજપ 'ટી-20 ફોર્મ્યુલા' અજમાવશે.

2019ની લોકસભા ચૂંટણીમાં ઝળહળતી જીત મેળવવા ભાજપે બનાવ્યો ટી-20 ફોર્મ્યુલા, ખાસ જાણો 

નવી દિલ્હી: આગામી વર્ષે થનારી લોકસભા ચૂંટણીમાં વર્ષ 2014 જેવા પરિણામો દોહરાવવા માટે ભાજપ 'ટી-20 ફોર્મ્યુલા' અજમાવશે. જો કે આ કોઈ ક્રિકેટવાળો ટી-20 ફોર્મ્યુલા નથી. તેનો અર્થ એ છે કે એક કાર્યકર્તા 20 ઘરોમાં જઈને ચા પીશે અને મોદી સરકારની ઉપલબ્ધિઓની જાણકારી તે ઘરોના સભ્યોને આપશે. ટી-20 ઉપરાંત ભાજપે 'દરેક બૂથ 10 યૂથ' નમો એપ સંપર્ક પહેલ અને બૂથ ટોલિયોના માધ્યમથી મોદી સરકારની ઉપલબ્ધિઓને ઘરે ઘરે પહોંચાડવાનો કાર્યક્રમ તૈયાર કર્યો છે. ભાજપે પોતાના સાંસદો, ધારાસભ્યો, સ્થાનિક અને બૂથ સ્તરના કાર્યકર્તાઓને પોત પોતાના ક્ષેત્રોમાં જનતાને સરકારી યોજનાઓની જાણકારી પહોંચાડવાનું કહ્યું છે. 

આ અંગે ભાજપના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે પાર્ટી કાર્યકર્તાઓને કહેવામાં આવ્યું છે કે તેઓ પોતાના ક્ષેત્રના પ્રત્યેક ગામમાં જાય અને ઓછામાં ઓછા 20 ઘરોમાં જઈને ચા પીવે. આ ટી-20 પહેલનો અર્થ જનતા સાથે સીધો સંવાદ સ્થાપિત કરવાનો છે. ઉલ્લેખનીય છે કે 2014ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ આક્રમક પ્રચાર શૈલી અપનાવી હતી. જેમાં ખાસ કરીને સૂચના ટેક્નોલોજી માધ્યમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેનું ખાસ આકર્ષણ 3ડી રેલીઓનું આયોજન હતું. 

બૂથ સ્તર માટે રણનીતિ
આ 3જી રેલીઓમાં એક જ સમયમાં અનેક સ્થળો પર બેઠેલા લોકો જોડે એક સાથે જોડાવવાની પહેલ કરવામાં આવી હતી. સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સાથે જોડાવવા અને ચાય પે ચર્ચાની પહેલ પણ કરવામાં આવી હતી. આગામી લોકસભા ચૂંટણી માટે ભાજપ પોતાના તે અભિયાનને વધુ વ્યાપક સ્તર પર લઈ જવા માંગે છે. ભાજપે બૂથ સ્તર માટે એક વિસ્તૃત રણનીતિ બનાવી છે. જેમાં પાર્ટી કાર્યકર્તાઓને કહેવામાં આવ્યું છે કે નરેન્દ્ર મોદી એપ જોડે વધુમાં વધુ લોકો જોડાય. 

નરેન્દ્ર મોદી એપનું નવું સંસ્કરણ
પાર્ટી સૂત્રોએ જણાવ્યું કે આગામી સપ્તાહે નરેન્દ્ર મોદી એપનું નવું સંસ્કરણ આવવાનું છે જેમાં પહેલીવાર કાર્યકર્તાઓના કાર્ય સંબંધમાં પણ એક વિભાગ હશે. તેમણે જણાવ્યું કે કાર્યકર્તાઓ શું કરવાના છે, તેનો એક વિભાગ એપમાં હશે. તેમાં જણાવવામાં આવશે કે લોકોને કેવી રીતે જોડવાના છે. એપમાં અમુક સાહિત્ય, નાના નાના વીડિયો અને ગ્રાફિક્સ સ્વરૂપે સૂચનાઓ પણ હશે. 

પાર્ટીએ દરેક મતદાન કેન્દ્ર પર 100 લોકોને નરેન્દ્ર મોદી એપ સાથે જોડવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. દરેક બૂથ પર પાર્ટીના તમામ મોરચાના પ્રમુખ કાર્યકર્તાઓની ટોળી બનાવવામાં આવી રહી છે. જે મોદી સરકાર અને રાજ્ય સરકાર (જ્યાં ભાજપની સરકારો છે)ની યોજનાઓથી થનારા સીધા લાભની જાણકારી આપશે. 

પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે કોશિશ કરવાની છે કે દરેક બૂથ પર 20 નવા સભ્યો જોડવામાં આવે. દરેક વર્ગમાંથી, દરેક સમાજના સભ્યોને પાર્ટી સાથે જોડવાના છે. પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં મંથન બાદ કાર્યકર્તાઓને ઘરે ઘરે દસ્તક અભિયાન પર ઝડપથી અમલ કરવાનું કહેવાયું છે. દરેક બૂથ પર લગભગ બે ડઝન કાર્યકર્તાઓની ટોળી બનાવવામાં આવી રહી છે. આ ટોળી દરરોજ સવાર સાંજ અને રજાના દિવસોમાં ઘરે ઘરે જઈને પરિવારોને મળશે અને આ સાથે જ ટોળી દુકાનદારો તથા નાના મોટા કામ કરનારા લોકોનો પણ સંપર્ક કરશે. 

ભાજપનું આ સંપર્ક અભિયાન અનેક તબક્કામાં ચાલશે અને લોકોને જણાવશે કે વિપક્ષના આરોપ અને સરકારના કામોની સચ્ચાઈ શું છે. દેશ પાંચ વર્ષમાં ક્યાંથી ક્યા પહોંચ્યો છે અને આગામી પાંચ વર્ષમાં શું થશે. ભાજપના કાર્યકર્તાઓ તથ્યો, આંકડા અને તર્કની મદદથી લોકોને સમજાવશે કે મોદી સરકારને સત્તામાં જાળવવી કેટલી જરૂરી છે. 

(ઈનપુટ: ભાષા)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news