Rajasthan Election 2023: ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી કરી જાહેર, લિસ્ટમાં નીતિન પટેલનું નામ સામેલ
Rajasthan Elections 2023: રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી સતત ચૂંટણી પ્રચાર કરી રહી છે. ભાજપે રાજસ્થાનની ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે.
Trending Photos
નવી દિલ્હીઃ રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. રાજસ્થાનમાં 25 નવેમ્બરે મતદાન થશે અને 3 ડિસેમ્બરે પરિણામ જાહેર કરવામાં આવશે. રાજસ્થાનની ચૂંટણીમાં મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. તમામ પાર્ટીઓએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધી છે. આ સાથે ઉમેદવારોના નામ પણ જાહેર થઈ રહ્યાં છે. ભાજપે રાજસ્થાનની ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી પણ જાહેર કરી છે. જેમાં નીતિન પટેલનું નામ પણ સામેલ છે.
ભાજપે જાહેર કરી સ્ટાર પ્રચારકોની યાદી
ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે. 40 સ્ટાર પ્રચારકોના લિસ્ટમાં પ્રથમ નામ પીએમ મોદીનું છે. સ્ટાર પ્રચારકોની યાદીમાં જેપી નડ્ડા, રાજનાથ સિંહ, અમિત શાહ, નીતિન ગડકરી, યોગી આદિત્યનાથ, શિવરાજ સિંહ ચૌહાણ, હેમંતા બિસ્વ સરમા સહિત અન્ય કેન્દ્રીય મંત્રીઓ અને નેતાઓના નામ છે. આ યાદીમાં રાજસ્થાનના સહ પ્રભારી નીતિન પટેલને પણ સ્ટાર પ્રચારકોની લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે. આ સિવાય કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાનું નામ પણ છે.
BJP releases a list of 40-star campaigners for #RajasthanAssemblyElection2023.
PM Modi, party chief JP Nadda, Defence Min Rajnath Singh, HM Amit Shah, UP CM Yogi Adityanath, Assam CM HB Sarma and other leaders have been named as star campaigners. pic.twitter.com/EegheHuhVR
— ANI (@ANI) November 2, 2023
ભાજપે જાહેર કરી ઉમેદવારોની ત્રીજી યાદી
ભાજપે આજે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. ભાજપની ત્રીજી યાદીમાં 58 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. ભાજપે બુધવારે પાર્ટીમાં સામેલ થયેલા ત્રણ લોકોને પણ ટિકિટ આપી છે. ભાજપે આ પહેલા બે લિસ્ટમાં કુલ 124 ઉમેદવારો જાહેર કર્યાં હતા. ત્રીજા લિસ્ટ બાદ ભાજપે 200 વિધાનસભા સીટમાં કુલ 182 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે.
કેન્દ્રીય ચૂંટણી સમિટિએ લિસ્ટ પર લગાવી મહોર
રાજસ્થાનમાં ઉમેદવારી પત્રક ભરવાના શરૂ થઈ ગયા છે. પરંતુ પાર્ટીએ કેટલીક સીટો પર ઉમેદવારોની જાહેરાત કરી નથી. બુધવારે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં નામ પર મંજૂરીની મહોર લગાવવામાં આવી હતી. કાલની બેઠક બાદ ભાજપે 58 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે