મિશન 2019 માટે વધ્યો શાહનો કાર્યકાળ, ભાજપમાં 1 વર્ષ સુધી સંગઠન ચૂંટણી સ્થગીત
શનિવારે યોજાયેલી ભાજપની કાર્યકારિણી બેઠકમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી અંગે મંથન ઉપરાંત કેટલાક મહત્વનાં નિર્ણયો લેવામાં આવ્યા હતા
Trending Photos
નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની શનિવારથી બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક ચાલુ થઇ રહી છે. ચાર રાજ્યોમાં યોજાનારી વિધાનસબા ચૂંટણી પહેલા આયોજીત આ બેઠકમાં એસસી-એસટી એક્ટમાં સંશોધનની પરિસ્થિતી પેદા થઇ છે, તેના પર ચર્ચા કરવામાં આવશે. પાર્ટી નિશ્ચિત કરશે કે આ મુદ્દે વિપક્ષને કઇ રીતે જવાબ આપવાનો છે અને જે ભ્રમની સ્થિતી પેદા થઇ છે તેનો ઉકેલ કઇ રીતે લાવવો. રાષ્ટ્રીય કાર્યકારિણીમાં પાર્ટી એનઆરસી મુદ્દે પણ ઘણી મહત્વની ચર્ચા કરવા જઇ રહ્યા છે.
બેઠક દરમિયાનનાં મહત્વનાં મુદ્દા
- અમીત શાહે કહ્યું કે અમે તે 30 કરોડ લોકો સુધી પહોંચવાનું છે જે મોદી સરકારનાં ગરીબ કલ્યાણ યોજનાના લાભાર્થી છે.
- બેઠકમાં નિશ્ચય કરવામાં આવ્યો કે અમિત શાહને અધ્યક્ષ તરીકે 1 વર્ષનો કાર્યકાળ વધારી દેવામાં આવશે. જાન્યુઆરી 2019માં અમિત શાહનો કાર્યકાળ પુર્ણ થઇ રહ્યો હતો. 1 વર્ષ બાદ જ સંગઠનની ચૂંટણી થશે.
- ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં દિલ્હી ભાજપના પ્રવક્તા હરીષ ખુરાના બેહોશ થયા. તેમને રામ મનોહર લોહિયા હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે.
- અમિત શાહ પદાધિકારીની બેઠકમાં બોલ્યા કે અમને 2014થી વધારે પ્રચંડ બહુમતી સાથે 2019માં જીતવાનું છે. અમારી પાસે વિશ્વના સર્વોચ્ચ લોકપ્રિય નેતા નરેન્દ્ર મોદી છે. તેમણે કહ્યું કે, 3 રાજ્યોના વિધાનસભા ચૂંટણી ઉપરાંત તેલંગાણા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.
- ભાજપ અધ્યક્ષ અમિત શાહની રાષ્ટ્રીય પદાધિકારીઓ, પ્રદેશ અધ્યક્ષો અને સંગઠન મહામંત્રીઓની સાથે બેઠક ચાલુ થઇ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે