મહારાષ્ટ્ર: ઉદ્ધવ સરકારે ફ્લોર ટેસ્ટ પહેલાં અજિત પવારને મળ્યા BJP સાંસદ

નાંદેડથી ભાજપ (BJP) સાંસદ પ્રતાપરાવે એનસીપી (NCP) નેતા અજિત પવાર (Ajit Pawar)ને મળવા પહોંચ્યા છે. ઉદ્ધવ સરકાર દ્વારા શનિવારે બપોરે વિધાનસભામાં બહુમત સાબિત કરવાના થોડા કલાકો પહેલાં જ મુલાકાત થઇ છે.  

મહારાષ્ટ્ર: ઉદ્ધવ સરકારે ફ્લોર ટેસ્ટ પહેલાં અજિત પવારને મળ્યા BJP સાંસદ

મુંબઇ: નાંદેડથી ભાજપ (BJP) સાંસદ પ્રતાપરાવે એનસીપી (NCP) નેતા અજિત પવાર (Ajit Pawar)ને મળવા પહોંચ્યા છે.  ઉદ્ધવ સરકાર દ્વારા શનિવારે બપોરે વિધાનસભામાં બહુમત સાબિત કરવાના થોડા કલાકો પહેલાં જ મુલાકાત થઇ છે.  

મુલાકાત બાદ અજિત પવારે (Ajit Pawar) કહ્યું આ એક સદિચ્છા ભેટ હતી. રાજકારણમાં આવી મુલાકાતો થતી રહે છે. મને ઘણી પાર્ટીઓના નેતા મળે છે. તમને જણાવી દઇએ કે ઉદ્ધવ સરકારે બહુમત સાબિત કરવા, નવા અધ્યક્ષની ચૂંટણી, વિરોધ નેતાની જાહેરાત અને રાજ્યપાલના અભિભાષણ માટે મહારાષ્ટ્ર (Maharashtra) વિધાનસભાના બે દિવસનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. શિવસેના (Shiv Sena) -એનસીપી (NCP)-કોંગ્રેસ (congress)વાળી સત્તારૂઢ 'મહા વિકાસ અઘાડી'નો દાવો છે કે તેની પાસે 170 ધારાસભ્યોનો દાવો છે. મહારાષ્ટ્ર (Maharashtra) વિધાનસભામાં બહુમતનો આંકડો 145 છે.

શું થશે આજે વિધાનસભામાં?
શનિવારે બપોરે બે વાગે વિધાનસભા સદનની કાર્યવાહી શરૂ થશે. સદનમાં સૌથી પહેલાં પ્રોટેમ સ્પીકરના નામની જાહેરાત થશે. પ્રોટેમ સ્પીકરના આદેશ બાદ શિવસેનાની ઉદ્ધવ ઠાકરે સરકારની કેબિનેટમાં શપથ લઇ ચુકેલા નવા મંત્રીઓના પહેલા સદનમાં પરિચય કરાવવામાં આવશે.

ત્યારબાદ શનિવારે જ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (uddhav thackeray) શિવસેના નેતૃત્વવાળી મહારાષ્ટ્ર વિકાસ અઘાડીનું સદનમાં વિશ્વાસ મત રાખશે. નવા પ્રોટેમ સ્પીકરની અધ્યક્ષતામાં વિધાનસભાના સદનમાં શિવસેના સરકારના વિશ્વાસ મત વોટીંગ થશે. આ સાથે જ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સરકારને વિધાનસભા સદનમાં પોતાનો બહુમત સાબિત કરવો પડશે. 

દિલીપ વાલ્સે-પાટીલ થશે પ્રોટેમ સ્પીકર
એનસીપીના વરિષ્ઠ નેતા દિલીપ વાલ્સે-પાટીલ મહારાષ્ટ્ર વિધાનસભાના અસ્થાયી અધ્યક્ષ (પ્રો-ટેમ સ્પીકર) થશે. અધિકારીઓએ શુક્રવારે આ જાણકારી આપતાં કહ્યું કે દિલીપ વાલ્સે શનિવારે બોલાવવામાં આવેલી સદનમાં વિશેષ સત્રની અધ્યક્ષતા કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news