મધ્યપ્રદેશ: ભાજપનાં ધારાસભ્યો સાંસદ બન્યા, તેમાં કોંગ્રેસને ફાયદો થયો !

મધ્યપ્રદેશમાં લોકસભા ચૂંટણીમાં ભાજપનાં એક ઉમેદવારની જીતના કારણ રાજ્યમાં કોંગ્રેસ સરકાર મજબુત બની ચુકી છે

મધ્યપ્રદેશ: ભાજપનાં ધારાસભ્યો સાંસદ બન્યા, તેમાં કોંગ્રેસને ફાયદો થયો !

ભોપાલ : રાજનીતિમાં ઘણી વખત એવું પણ જીત કોઇ અન્ય પક્ષની થાય છે અને ફાયદા સામેવાળા પક્ષનાં થાય છે. મધ્યપ્રદેશમાં પણ કંઇક એવું જ સમીકરણ જોવા મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશનાં રતલામથી ભાજપ ધારાસભ્ય લોકસભા ચૂંટણીમાં વિજયી થઇને સાંસદ બની ગયા. ભાજપ ધારાસભ્યની જીત સાથે તેઓ અહીં વિધાનસભામાં કોંગ્રેસની સ્થિતી થોડી વધારે મજબુત બની છે. 

'રામ રામ'નો જવાન નહી આપનાર વિદેશી નાગરિક પર ચાકુથી હુમલો
અત્રે ઉલ્લેખનીય છે કે, રતલામથી ભાજપ ધારાસભ્ય જીએસ દામોરને પાર્ટીએ લોકસભાની ટિકિટ  આપી અને તેઓ ચૂંટણી જીતી પણ ગયા. જો દામોર ધારાસભાથી તેઓ રાજીનામું આપે તો વિધાનસભામાં સંખ્યાબળ 229નું થઇ જશે. (કુલ સીટો 230 સીટ છે) આ સ્થિતી ઓછામાં ઓછા છ મહિના સુધી રહેશે, જ્યારે ઝાબુવા સીટ પર પેટા ચૂંટણી થવાની છે. એવામાં કોંગ્રેસ પાસે 115 ધારાસભ્યોના સંખ્યાદળ સાથે વિધાનસભામાં પુરતી સીટો હશે અને તેને હાલ બહારથી કોઇનાં સમર્થનની જરૂર નહી પડે. 

રાજસ્થાનઃ કોંગ્રેસના 15 ધારાસભ્યો સંપર્કમાં, ભાજપના નેતા જ્ઞાનદેવ આહુજાનો દાવો
પૂર્વ સ્પીકર અને ભાજપ નેતા સીતારામ શર્મા અને પૂર્વ પ્રમુખ સચિવ ભગવાનદાસ પણ માને છે કે 229 સંખ્યા થવા પર કોંગ્રેસ પાસે 115 ધારાસભ્યો સાથે હવે પુર્ણ બહુમત છે. બીજી તરફ, વિપક્ષનાં નેતા ગોપાલ ભાર્ગવ જેમણે આ ઘટના પર કહ્યું કે રાજ્યમાં કમલનાથ સરકારની ઉલ્ટી ગિનતી ચાલુ થઇ ગઇ છે, કહે છેકે અમે કોઇ જ ઉતાવળમાં નથી. 
 

રાહુલ રાજીનામા પર અડગ, પાર્ટીના નેતાઓને કહ્યું "એક મહિનામાં મારો વિકલ્પ શોધી લો"
...તો કોંગ્રેસ પાસે હશે પુરતા આંકડા
દામોરનાં રાજીનામા અંગે વિધાનસભાના આંકડા કોંગ્રેસનાં પક્ષમાં જવાના સવાલ અંગે ભાજપ નેતા શર્માએ કહ્યું કે, બિલ્કુલ અમે તો આ અંગેવિચાર્યું જ નહોતું. જો દામોર રાજીનામું આપે છે તો કોંગ્રેસ પાસે બહુમતી માટે હવે પુરતા આંકડા છે. જો કે શર્માએ તેમ પણ જોડ્યું કે ભાજપ રાજ્યમાં કમલનાથ સરકાર તોડી પાડવાનાં કોઇ પ્રયાસો નથી કરી રહી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news