મોદીની આ ફોર્મ્યુલા ચાલી તો 24 મંત્રી સહિત 56 કદાવર નેતાઓ કપાશે, રાજનાથ સહિત દિગ્ગજો છે લાઈનમાં
BJP First Lok Sabha List by January End: દેશમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ તેજ ચાલી રહી છે. ભાજપ જાન્યુઆરીના અંત સુધીમાં અથવા ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર કરવાનું શરૂ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટી આ વખતે 70 વર્ષથી વધુ ઉંમરના નેતાઓની ટિકિટ કાપી શકે છે.
Trending Photos
BJP Plan Mission 400: ભારતીય જનતા પાર્ટી (BJP) મિશન 2024માં જીત માટે આ વખતે યુવાનો અને મહિલાઓ પર મોટી દાવ લગાવી શકે છે. એટલું જ નહીં, સૂત્રોનું માનીએ તો પાર્ટી 70 વર્ષથી વધુ વયના નેતાઓને બહાર રાખવાની તૈયારી કરી રહી છે. જો આમ થાય છે તો રક્ષા મંત્રી રાજનાથ સિંહથી લઈને વીકે સિંહ જેવા મોટા નામો 24ની રેસમાંથી બહાર થઈ શકે છે. સૂત્રોનું કહેવું છે કે ભાજપ લોકસભા ચૂંટણીમાં વધુમાં વધુ બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યું છે. શાસક પક્ષે 2019માં 437 બેઠકો પર ચૂંટણી લડી હતી.
અડધા થઇ ગયા 32MP સેલ્ફી કેમેરાવાળા સેમસંગના ફોનની ભાવ, ધડાધડ ઓર્ડર કરી રહ્યા છે લોકો
સૌથી સારો મલ્ટીબેગર! 6 રૂપિયાથી 44 રૂપિયા થયો ભાવ, એક વર્ષમાં 335 ટકાની તેજી
ભાજપ સૌથી પહેલાં જાહેર કરશે આ સીટો પરના નામ
આ વખતે ભગવા પાર્ટી એ બેઠકો પર ખાસ આયોજન કરી રહી છે જ્યાં તે ક્યારેય ચૂંટણી જીતી શકી નથી. પાર્ટી જાન્યુઆરીના અંતમાં અથવા ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં 150-160 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી શકે છે. પાર્ટીએ સતત ત્રીજી વખત જીત માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં ભાજપ તેની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકનું આયોજન કરવા જઈ રહી છે. આ બેઠક બાદ તે તેના નેતાઓ માટે અંતિમ માર્ગદર્શિકા બનાવશે.
કેવી રીતે હટી સોમનાથની મસ્જિદ: રોમ રોમમાં ભક્તિ ભરી દે એવી છે સોમનાથ મંદિરની કહાની
ગાર્ડનો પુત્ર બન્યો સ્ટાર ક્રિકેટર, ધોની-વિરાટનો છે માનીતો, 'દેશી મુંડા બડા હૈ કમાલ'
70થી ઉપરના નેતાઓની ટિકિટ કેન્સલ થશે!
સૂત્રોના જણાવ્યા અનુસાર આ મહિનાના અંતમાં પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે. જેમાં લોકસભા ચૂંટણી માટે પ્રથમ યાદીમાં નામ ફાઈનલ થઈ શકે છે. એક સૂત્રએ જણાવ્યું કે પીએમ યુવાનો અને મહિલાઓને લઈને પહેલાથી જ સંકેતો આપી ચૂક્યા છે. આ માટે પાર્ટી 70થી ઉપરના નેતાઓને બહારનો રસ્તો બતાવી શકે છે. જો કે, આમ કરતી વખતે કોઈ પણ નેતાને ટિકિટ ન આપવાથી કોઈ નકારાત્મક પરિણામો ન આવે તેનું ધ્યાન રાખવામાં આવશે.
Cough: શિયાળામાં પરેશાન કરી રહ્યો છે જીદ્દી કફ? આ 5 આયુર્વેદિક ઉપાયોથી મળશે રાહત
લક્ષદ્વીપ જઇ રહ્યા છો તો 5 વસ્તુઓનો જરૂર માણજો આનંદર, સુંદરતા જોઇ મોહી જશે મન
56 સાંસદોનું ભવિષ્ય અદ્ધરતાલ
17મી લોકસભામાં ભાજપના 56 સાંસદો 70 કે તેથી વધુ ઉંમરના છે. કેન્દ્રીય મંત્રીઓ રાજનાથ સિંહ, વીકે સિંહ, રાવ ઈન્દ્રજીત સિંહ, શ્રીપદ નાઈક, અર્જુન રામ મેઘવાલ, ગિરિરાજ સિંહ, રાજેન્દ્ર અગ્રવાલ, રવિશંકર પ્રસાદ, એસએસ આહલુવાલિયા, પીપી ચૌધરી, સંતોષ ગંગવાર, રાધા મોહન સિંહ અને જગદંબિકા પાલ જેવા નેતાઓની ઉંમર 70 કે તેથી વધુ છે. જો કે, સૂત્રોએ એ પણ સ્પષ્ટ કર્યું કે 70 વર્ષથી ઓછી ઉંમરના નેતાઓનો અર્થ એ નથી કે તમામ 'વરિષ્ઠ' નેતાઓને બહાર ફેંકી દેવામાં આવશે. આની પાછળ માત્ર ઉંમર જ માપદંડ રહેશે નહીં. પાર્ટીમાં યોગદાન આપનારાઓને આ વખતે પણ તક મળી શકે છે. પાર્ટીને લોકસભામાં પણ અનુભવી નેતાઓની જરૂર છે. અન્ય વરિષ્ઠ નેતાએ કહ્યું કે વય માપદંડ અપવાદો સાથેનો નિયમ છે.
એકસાથે આવી રહ્યા છે 4 IPO, પૈસા લગાવતાં પહેલાં જાણી લો કરમ કુંડળી
2024 માં વધશે પ્રોપર્ટીના ભાવ? આ શહેરમાં આટલું મોંઘું બનશે સપનાનું ઘર!
મોદી અને અમિત શાહે ઘડી છે આ રણનીતિ
આ વખતે બીજેપી 2019માં 303થી વધુ લોકસભા સીટો જીતવાનું લક્ષ્યાંક રાખે છે. આ માટે પાર્ટી વધુમાં વધુ સીટો પર ચૂંટણી લડવાની રણનીતિ બનાવી રહી છે. એક નેતાએ કહ્યું કે 10 વર્ષ સુધી સત્તામાં રહ્યા બાદ અમારો પ્રયાસ છે કે શક્ય તેટલી વધુ સીટો પર ચૂંટણી લડીએ. એટલું જ નહીં, આ વખતે ભાજપ એ બેઠકો પર ખાસ ધ્યાન આપી રહ્યું છે જે તે ક્યારેય જીતી શકી નથી. ચૂંટણી પહેલાં લોકસભા સીટો માટેના ઉમેદવારોના નામ જાહેર કરવા પાછળ પણ પાર્ટીની રણનીતિ છે. વાસ્તવમાં આનો ફાયદો ભાજપને વિધાનસભા ચૂંટણીમાં મળ્યો. આવી સ્થિતિમાં પાર્ટી લોકસભામાં પણ તેનું પુનરાવર્તન કરવા માંગે છે. ચૂંટણી પહેલા ઉમેદવારનું નામ જાહેર કરવાથી પક્ષને ફાયદો તો થાય જ છે પરંતુ ઉમેદવારોને નબળી બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરવાની તક પણ મળે છે.
લક્ષદ્વીપને હડપવા માંગતું હતું પાકિસ્તાન, જાણો સરદાર પટેલે કેવી રીતે બચાવ્યું
માલદીવના અડધા ખર્ચામાં થઇ જશે અહીં વિદેશ ટૂર, બીચ અને પાર્ટી માટે પરફેક્ટ વ્યૂ!
2019ની અપનાવશે ફોર્મ્યુલા
ભાજપની રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં આ અંગેના નિર્ણય લેવાઈ શકે છે. આ બેઠકમાં જિલ્લા પરિષદ કક્ષાના આગેવાનોમાંથી કુલ 7 હજારથી વધુ આગેવાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે. જાન્યુઆરીના અંતિમ સપ્તાહથી કેન્દ્રીય નેતૃત્વને આમંત્રણ મોકલવામાં આવશે. આ બેઠકમાં છેલ્લા 10 વર્ષમાં મોદી સરકારની ઉપલબ્ધિઓ પર ચર્ચા કરવામાં આવશે. તેમાં આર્થિક મોરચે ગરીબો માટે કરવામાં આવેલા કામનો પણ ઉલ્લેખ કરવામાં આવશે. નેતાઓને લોકો સુધી પહોંચવા માટે કહેવામાં આવશે જેથી પાર્ટી 24ની ચૂંટણીમાં મોટી જીત નોંધાવી શકે. 2019ની લોકસભા ચૂંટણી પહેલાં પણ આવી જ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપે દેશભરના તમામ સ્થાનિક નેતાઓ અને સાંસદો અને ધારાસભ્યોને મેસેજ મોકલ્યા છે.
એક ટ્વિટે કરોડપતિને બનાવી દીધો કંગાળ, 12 હજાર કરોડની કંપની 74 રૂપિયામાં વેચવી પડી
એક આઇડીયાએ બદલી દીધી પટેલની જીંદગી, સ્ત્રીની પગની પાની જોઇ સ્થાપી 100 કરોડની કંપની
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે