VIDEO: યોગી સરકારના આ મંત્રી રસ્તાની વચ્ચોવચ SPના પગ પકડીને રડવા લાગ્યાં

મિર્ઝાપુરમાં ભાજપના એક નેતા એસપીના પગ પકડીને રડવા લાગ્યા ત્યારે લોકો તો આ જોઈને એકદમ હક્કાબક્કા રહી ગયાં.

VIDEO: યોગી સરકારના આ મંત્રી રસ્તાની વચ્ચોવચ SPના પગ પકડીને રડવા લાગ્યાં

મિર્ઝાપુર (રાજેશ મિશ્રા): મિર્ઝાપુરમાં ભાજપના એક નેતા એસપીના પગ પકડીને રડવા લાગ્યા ત્યારે લોકો તો આ જોઈને એકદમ હક્કાબક્કા રહી ગયાં. ભાજપના નેતાએ એસપીના પગ પકડી લીધા અને કહ્યું કે સાહેબ મારું સન્માન જતું રહ્યું. અમારી જ સરકારમાં આટલું અપમાન સહન થતું નથી. આટલું કહીને પ્રદેશ કાર્યસમિતિ, કાશી પ્રાંતના મંત્રી અને પૂર્વ જિલ્લાધ્યક્ષ અનિલ સિંહ રડી પડ્યાં. 

આ ઘટના શહેરના કોટવાલી વિસ્તારના નીબી પાસે ઘટી. વાત જાણે એમ હતી કે પોલીસ વાહન ચેકિંગ  કરી રહી હતી. આ દરમિયાન ભાજપના સાંસદ રામશકલના ઘરેથી પાછા ફરી રહેલા ભાજપના પૂર્વ જિલ્લાધ્યક્ષ અને કાંશી પ્રાંતના મંત્રી અનિલ સિંહના વાહનને પોલીસે રોક્યું. વરસાદમાં દસ્તાવેજો ભૂલી જવાની વાત કહીને ચલણ કાપવાનું કે વાહન સીઝ કરવાની વાત કરી. આ દરમિયાન પોલીસના જવાબ અને વ્યવહારથી તેઓ એટલા વ્યથીત થયા કે રસ્તા ઉપર જ ધરણા પર બેસી ગયાં. વાત આગની જેમ ફેલાતા કાર્યકરો ભેગા થવા લાગ્યાં. 

જુઓ VIDEO

એસપી પહોંચ્યા ઘટના સ્થળે
આ અંગેની જાણ થતા જ એસપી અવધેશ પાંડે ઘટનાસ્થળે પહોંચ્યાં. એસપી પહોંચ્યા કે અનિલ સિંહે તરત તેમના પગ પકડીને કહ્યું કે મારું સન્માન જતું રહ્યું. આટલું કહીને તેઓ રડવા લાગ્યાં. ભાજપના નેતાને મનાવવામાં લાગેલા એસપીએ તેમને સમજાવીને રસ્તા પરથી ઊભા કર્યાં. કાશી પ્રાંતના મંત્રીએ કહ્યું કે સાહેબ હું ગરીબ માણસ છું તમે મને ગોળી મરાવી શકો છો. ખુબ સમજાવ્યા ત્યારે તેઓ શાંત થયાં. કહ્યું કે સાંસદ રામસકલના ઘરેથી પાછા ફરતી વખતે સહયોગની વાત કરવા અને ચલણ સીઝ સહિત તમામ કાર્યવાહી મંજૂર કરવા છતાં પણ મારું અપમાન થયું. 

અનિલ સિંહાએ કહ્યું કે પ્રમાણિકતાથી કામ કરવા અને સરકારની નીતિઓનું સમર્થન કરવાનું પરિણામ આજે પોલીસે બેઈજ્જત કરીને આપ્યું. પરિચય આપવા છતાં પણ મને અપમાનિત કરતી રહી. જ્યારે પરિચય પત્ર આપવામાં આવ્યું તો ફેંકી દેવાયું. મને બેઈજ્જત કરવામાં આવ્યો. સામાન્ય જનતા સાથે તો પોલીસ કેવું વર્તન કરતી હશે. મારા  પિતાજી રાજનાથ સિંહની સાથે રાજકારણમાં મેં હતાં. મેં પણ પ્રમાણિકતાથી કામ કર્યું. આજે પોલીસે મને બેઈજ્જત કરી નાખ્યો. તેમણે કહ્યું કે પોલીસ સ્વચ્છંદ થઈ ગઈ છે. ચેકિંગના નામ પર બેઈજ્જત કરવા એ મૌલિક અધિકારોનું હનન છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news