અડવાણીની ટિકિટ કપાતા કોંગ્રેસનો વ્યંગ, મોદી વડીલોનો આદર નથી કરતા

ગાંધીનગરથી આ વખતે અડવાણીનાં સ્થાને ભાજપ અધ્યક્ષ અમિત શાહને ટીકિટ આપવામાં આવી છે

અડવાણીની ટિકિટ કપાતા કોંગ્રેસનો વ્યંગ, મોદી વડીલોનો આદર નથી કરતા

નવી દિલ્હી : ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને ગાંધીનગર લોકસભા સીટથી આ વખતે ટીકિટ નથી અપાઇ જે મુદ્દે કોંગ્રેસે ગુરૂવારે વ્યંગ કર્યો હતો. કોંગ્રેસે વ્યંગ કરતા કહ્યું કે, જ્યારે પોતાનાં પક્ષનાં જ વડીલોનું સન્માન મોદી નથી કરી રહ્યા તો પછી જનતાનાં વિશ્વાસનું સન્માન તેઓ ક્યાંથી કરશે. 

પાર્ટી પ્રવક્તા રણદીપ સુરજેવાલે ટ્વીટ કરીને કહ્યું કે, પહેલા લાલકૃષ્ણ અડવાણીને પરાણે માર્ગદર્શક મંડળમાં મોકલી દેવામાં આવ્યા. હવે તેમની સંસદીય સીટ પણ છીનવી લેવામાં આવી. જ્યારે મોદીજી વૃદ્ધોનો આદર નથી કરતા, તેઓ જનતાનો વિશ્વાસનો આદર શું કરશે ? ભાજપ ભગાવો, દેશ બચાવો.

અડવાણી ગાંધીનગરથી છ વખત સાંસદ રહી ચુક્યા છે. અડવાણીને 2014માં ભાજપની સત્તામાં આવ્યા બાદ માર્ગદર્શન મંડળનાં સભ્ય બનાવવામાં આવ્યા હતા. છેલ્લા ઘણા સમયથી અડવાણી ઉપરાંત મુરલી મનોહર જોશી સહિતનાં પક્ષનાં વરિષ્ઠ સભ્યોને નજર અંદાજ કરવામાં આવી રહ્યા છે. પક્ષ તરફથી તેમને કદ એટલા વેતરી નાખવામાં આવ્યા છે. એક સમયે દિગ્ગજ ગણાતા આ નેતાઓને કૌંસમાં ધકેલી દેવાતા હવે વિપક્ષ તેને મુદ્દો બનાવીને નિશાન સાધી રહ્યા છે. 

ઉલ્લેખનીય છે કે, ગુરૂવારે સાંજે લોકસભા ચૂંટણી માટે પોતાનાં ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડી હતી. યાદીમાં 184 સીટોનાં ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. ગાંધીનગરથી આ વખતે અડવાણીનાં બદલે ભાજપ અધ્યક્ષ અમિત શાહને ટીકિટ ફાળવવામાં આવી છે. શાહ હાલ રાજ્યસભા સાંસદ છે. તેઓ પહેલીવાર લોકસભા ચૂંટણી લડવા જઇ રહ્યા છે. જેથી તેમને સેફ સીટ ફાળવવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news