BJP કરવા જઇ રહી છે અનોખો 'પ્રયોગ', તમારા શહેરમાં ભાડે ઘર લઇને રહેશે આ દિગ્ગજ નેતા

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી (UP Assembly Elections 2022) ભાજપ માટે ખૂબ મહત્વ ધરાવે છે. તેના પર 2024 નો પાયો નાખવાની પણ તૈયારી પણ છે, એટલા માટે ચૂંટણીમાં જીત પ્રાપ્ત કરવાની દરેક રણનીતિને જમીન પર ઉતારવાને તૈયારીઓ ચાલી રહી છે.

BJP કરવા જઇ રહી છે અનોખો 'પ્રયોગ', તમારા શહેરમાં ભાડે ઘર લઇને રહેશે આ દિગ્ગજ નેતા

લખનઉ: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી (UP Assembly Elections 2022) ભાજપ માટે ખૂબ મહત્વ ધરાવે છે. તેના પર 2024 નો પાયો નાખવાની પણ તૈયારી પણ છે, એટલા માટે ચૂંટણીમાં જીત પ્રાપ્ત કરવાની દરેક રણનીતિને જમીન પર ઉતારવાને તૈયારીઓ ચાલી રહી છે. આ ક્રમમાં પાર્ટી નેતૃત્વએ તમામ ચૂંટણી પ્રભારીઓને નિર્દેશ આપ્યા છે કે તે પોત પોતાના પ્રભાવવાળા વિસ્તારોમાં અસ્થાયી ઘર બનાવી લે. તમામ સહ પ્રભારીઓને પણ અસ્થાયી ઘર બનાવવાના નિર્દેશ છે. 

પ્રભારીઓએ ઘર શોધવાનું શરૂ કર્યું
ભાજપના ચૂંટણી પ્રભારી અને સહ પ્રભારીઓને નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે પોત-પોતાના પ્રભાવવાળા વિસ્તારોમાં અસ્થાયી ઘર/ફ્લેટ ભાડે લઇને આગામી 4 મહિના ત્યાં જ રહે. માનવામાં આવી રહ્યું છે કે ચૂંટણી પ્રભાર સાથે સંબંધિત આ ચૂંટણી પ્રભારી અને સહ પ્રભારી સંસદના શિયાળું સત્ર બાદ અને ચૂંટણી પુરી થાય ત્યાં સુધી અસ્થાયી ઘરમાં જ રહેશે. પાર્ટીનો વિચાર છે કે જો અસ્થાયી રીતે પોતાના પ્રભાર વિસ્તારમાં રહેશે તો તેનાથી કાર્યકર્તાઓ સાથે હંમેશા સંપર્કમાં રહેશે. સાથે જ પાર્ટીની જે રણનીતિ તે ક્ષેત્ર માટે બનશે, તેને પણ જલદી થી જલદી ધરતી પર ઉતારી શકશે. પાર્ટીના નિર્દેશક બાદ આ નેતાઓએ ઘર શોધવાનું શરૂ કરી દીધું છે. કેટલાક નેતાઓએ તો ઘર ફાઇનલ કરી દીધું છે. 

પ્રદેશ મુજબ પ્રભારીની નિમણૂંક
યૂપી ચૂંટણીને ધ્યાનમાં રાખતાં કેંદ્રીય મંત્રી ધમેન્દ્ર પ્રધાનને ચૂંટણી પ્રભારી બનાવવાની સાથે જ 7 સહ પ્રભારીઓની નિમણૂંક કરી હતી. આજે થયેલી બેઠકમાં ભાજપના પ્રદેશના તમામ છ ક્ષેત્રો- ગોરખપુર, કાનપુર, કાશી, અવધ, બૃજ તથા પશ્વિમના પ્રભારી પણ નિયુક્ત કરી દેવામાં આવ્યા છે. ભાજપે ત્રણ કદાવર નેતાઓને બે-બે ક્ષેત્રની જવાબદારી આપી છે. આ પ્રભારી ક્ષેત્રોના બૂથ અધ્યક્ષોની બેઠક લેશે. 

1.  ગોરખપુર અને કાનપુર- જેપી નડ્ડા
2. કાશી અને અવધ- રાજનાથ સિંહ
3. બૃજ અને પશ્વિમ- અમિત શાહ

કયા નેતા કયા જિલ્લામાં રહેશે?
તો બીજી તરફ ભાજપે ચૂંટણી પ્રભારી સહ પ્રભારીઓને પણ અલગ અલગ જિલ્લાની જવાબદારી સોંપી દીધી છે. તેમાં- 
1. ધમેન્દ્ર પ્રધાન (ચૂંટણી પ્રભારી)- લખનઉ
2. અનુરાગ ઠાકુર - લખનઉ
3. અર્જુન રામ મેઘવાલ- આગરા
4. અન્નપૂર્ણા દેવી- કાનપુર
5. કેપ્ટન અભિમન્યુ- મેરઠ
6. વિવેક ઠાકુર- ગોરખપુર
7. શોભા કરાંદલાજે- લખનઉ

આ તમામ નેતા પોત-પોતાના પ્રભારવાળા જિલ્લામાં જ ઘર લઇને રહેશે અને ચૂંટણી મેનેજમેન્ટનું કામ જોશે. એ પણ જાણવું જરૂરી છે કે પાર્ટી મહાસચિવ તરીકે હાલના ગૃહ મંત્રી અમિત શાહે 2014 માં વારાણસીમાં અસ્થાયી ઘરેથી પોતાની ચૂંટણી ગતિવિધિઓને અંજામ આપ્યો હતો. 

બેઠકમાં થઇ આ ચર્ચા
આજે દિલ્હીમાં યોજાયેલી ભાજપની બેઠકને લઇને ઉત્તર પ્રદેશ ભાજપ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહે કહ્યું કે સંગઠનાત્મક બિંદુઓ પર ચર્ચા થઇ. ઝાંસીમાં થનાર પીએમ મોદીની રેલીને લઇને પણ ચર્ચા કરવામાં આવી. વિજય સંકલ્પ યાત્રાનો રૂટ પણ નક્કી કરી દેવામાં આવ્યો છે. સાથે જ ભાજપે ચૂંટણી ઢંઢેરો પણ બનાવી દીધો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news