West Bengal Election 2021: જબરદસ્ત વળાંક, શું મમતા બેનર્જીની ઉમેદવારી રદ થશે? જાણો શું છે મામલો

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી (West Bengal Election 2021) નો સંગ્રામ હવે દિન પ્રતિદિન તેજ થઈ રહ્યો છે. ભાજપે (BJP) નંદીગ્રામ બેઠકથી ચૂંટણી લડી રહેલા મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) નું નોમિનેશન રદ કરવાની માગણી કરી છે.

West Bengal Election 2021: જબરદસ્ત વળાંક, શું મમતા બેનર્જીની ઉમેદવારી રદ થશે? જાણો શું છે મામલો

કોલાકાતા: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી (West Bengal Election 2021) નો સંગ્રામ હવે દિન પ્રતિદિન તેજ થઈ રહ્યો છે. ભાજપે (BJP) નંદીગ્રામ બેઠકથી ચૂંટણી લડી રહેલા મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) નું નોમિનેશન રદ કરવાની માગણી કરી છે. ભાજપનો આરોપ છે કે મમતાએ પોતાના નામાંકનમાં 6 કેસ અંગે જાણકારી આપી નથી. ભારતીય જનતા પાર્ટીએ આ અંગે રિટર્નિંગ ઓફિસરને ફરિયાદ કરી. મામલો હવે ચૂંટણી પંચ સુધી પહોંચી ગયો છે. 

શુભેન્દુ અધિકારીનો દાવો
ડિસેમ્બરમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) છોડીને ભાજપ (BJP) માં આવેલા સુવેન્દુ અધિકારી (suvendu adhikari) એ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee)  પર આકરા પ્રહાર કરીને 'જુઠ્ઠા' ગણાવ્યા છે. તમલુકમાં એક જનસભાને સંબોધિત કરતા અધિકારીએ કહ્યું કે મમતા બેનર્જીએ પોતાના નામાંકનમાં સત્ય છૂપાવ્યું છે. મમતા વિરુદ્ધ દાખલ છ કેસની આ નામાંકનમાં જાણકારી અપાઈ નથી. સુવેન્દુએ દાવો કર્યો છે કે 2018માં અસમમાં પાંચ કેસ દાખલ થયા હતા, જેનો ઉલ્લેખ કરાયો નથી. એક કેસમાં CBI તપાસ ચાલુ છે. 

ચૂંટણી પંચને ફરિયાદ
આ બધા વચ્ચે ભાજપના પ્રતિનિધિમંડળે સોમવારે ચૂંટણી પંચને મુખ્યમંત્રી મમતા બેનર્જીની ફરિયાદ કરી. ભાજપે નંદીગ્રામથી મમતાનું નામાંકન રદ કરવાની માગણી કરી છે. ભાજપના નેતા શિશિ બાજોરિયાએ કહ્યું કે અમે ચૂંટણી પંચ પાસે મુખ્યમંત્રી મમતા બેનર્જીનું નામાંકન રદ કરવાની માગણી કરી છે. કારણ કે તેમના વિરુદ્ધ છ કેસ છે પરંતુ તેમના સોગંદનામામાં તેનો ઉલ્લેખ નથી. આ અગાઉ રિટર્નિંગ ઓફિસરને ફરિયાદ કરાઈ હતી પરંતુ ત્યાં કોઈ સુનાવણી થઈ નહીં. 

સુપ્રીમ કોર્ટના ચુકાદાનો હવાલો
ભાજપે સુપ્રીમ કોર્ટના એક ચુકાદાનો ઉલ્લેખ કરતા કહ્યું કે ઉમેદવારે પોતાના ઉપર થયેલા તમામ કેસની જાણકારી આપવી જરૂરી છે. જો ઉમેદવાર તેમા નિષ્ફળ જાય તો તેની ઉમેદવારી રદ થઈ શકે છે. આવામાં અડધા ડઝન કેસ છૂપાવવાના મામલામાં મમતા બેનર્જી (Mamata Banerjee) ની નંદીગ્રામ સીટથી ઉમેદવારી રદ થવી જોઈએ. અત્રે જણાવવાનું કે નંદીગ્રામ પશ્ચિમ બંગાળ ચૂંટણીની સૌથી હાઈ પ્રોફાઈલ બેઠક છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી અને પૂર્વ મંત્રી તથા મમતાના સહકર્મી રહી ચૂકેલા સુવેન્દુ અધિકારી આમને સામને છે. અધિકારી દાવો કરી રહ્યા છે કે નંદીગ્રામમાં મમતાને તેઓ 50 હજારથી વધુ મતોથી હરાવશે. પશ્ચિમ બંગાળ વિધાનસભાની 294 બેઠકો માટે 27 માર્ચથી મતદાન શરૂ થશે. 

પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં થશે મતદાન
અત્રે જણાવવાનું કે પશ્ચિમ બંગાળમાં 294 બેઠકો માટે 8 તબક્કામાં મતદાન થશે. રાજ્યમાં 27 માર્ચ, 1 એપ્રિલ, 6 એપ્રિલ, 10 એપ્રિલ, 17 એપ્રિલ, 22 એપ્રિલ, 26 એપ્રિલ અને 29 એપ્રિલના રોજ મતદાન થશે. જ્યારે ચૂંટણી પરિણામ 2 મેના રોજ થશે. પહેલા અને બીજા તબક્કામાં 30-30 સીટો, ત્રીજા તબક્કામાં 31 બેઠકો, ચોથા તબક્કામાં 44 બેઠકો, પાંચમા તબક્કામાં 45 બેઠકો, છઠ્ઠા તબક્કામાં 43 બેઠકો, સાતમા તબક્કામાં 36 બેઠકો અને આઠમા તબક્કામાં 35 બેઠકો પર મતદાન કરાવવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news