ભવાનીપુર પેટાચૂંટણી: મમતા બેનર્જીને ટક્કર આપશે  ભાજપના નેતા Priyanka Tibriwal, ખાસ જાણો તેમના વિશે

ભવાનીપુર બેઠકના હાઈ પ્રોફાઈલ ચૂંટણી જંગ માટે ભારતીય જનતા પાર્ટીએ પ્રિયંકા ટિબરીવાલ (Priyanka Tibriwal) ને મમતા બેનર્જી સામે મેદાનમાં ઉતાર્યા છે.

ભવાનીપુર પેટાચૂંટણી: મમતા બેનર્જીને ટક્કર આપશે  ભાજપના નેતા Priyanka Tibriwal, ખાસ જાણો તેમના વિશે

કોલકાતા: ભવાનીપુર બેઠકના હાઈ પ્રોફાઈલ ચૂંટણી જંગ માટે ભારતીય જનતા પાર્ટીએ પ્રિયંકા ટિબરીવાલ (Priyanka Tibriwal) ને મમતા બેનર્જી સામે મેદાનમાં ઉતાર્યા છે. પ્રિયંકા ટિબરીવાલ વ્યવસાયે વકીલ છે. તેમણે વિધાનસભા ચૂંટણી બાદ થયેલી હિંસા વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. 

અત્રે જણાવવાનું કે ભવાનીપુર બેઠક માટે 30 સપ્ટેમ્બરે મતદાન થશે. આ દિવસે પંશ્ચિમ બંગાળના સમશેરગંજ અને જંગીપુર બેઠકોની સાથે સાથે ઓડિશાની પિપલી બેઠક માટે પણ મતદાન થશે. મત ગણતરી 3 ઓક્ટોબરે થશે. ભાજપ કોને ઉમેદવાર બનાવશે તેના પર બધાની નજર હતી કારણ કે નોમિનેશનમાં હવે 3 દિવસ બાકી રહ્યા છે. જ્યારે કોંગ્રેસે આ બેઠક પરથી ઉમેદવાર ઉતારવાની ના પાડી છે. 

કોણ છે પ્રિયંકા ટિબરીવાલ
41 વર્ષના પ્રિયંકા ટિબરીવાલ કોલકાતા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના વકીલ છે. આ સાથે જ તેઓ યુવા મોરચાના ભાજપ યુથ વિંગમાં ઉપાધ્યક્ષના પદે છે. પ્રિયંકાએ વર્ષ 2014માં ભાજપ જોઈન કર્યું હતું. તે સમયે તે બાબુલ સુપ્રીયોના કાનૂની સલાહકાર હતા. તેઓ જ પ્રિયંકાને ભાજપમાં લાવ્યા હતા. 

Party has fielded Milan Ghosh from Samserganj and Sujit Das from Jangipur pic.twitter.com/owyQf2b9no

— ANI (@ANI) September 10, 2021

પ્રિયંકા ટિબરીવાલને ભાજપે બંગાળ વિધાનસભા ચૂંટણીમાં એન્ટલી બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા હતા. જ્યાં ટીએમસી નેતા સ્વર્ણા કમલે તેમને 58 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા. મમતા બેનર્જી પણ આ ચૂંટણીમાં નંદીગ્રામથી હાર્યા હતા. તેમને ભાજપના શુભેન્દુ અધિકારીએ 1956 મતોથી હરાવ્યા હતા. સીએમ રહેવા માટે મમતાએ આ પેટાચૂંટણી જીતવી ખુબ જરૂરી છે. આથી તેઓ ભવાનીપુર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. મમતા બેનર્જીની આ પરંપરાગત બેઠક માટે ટીએમસી વિધાયક સોવન્દેવ ચટ્ટોપાધ્યાયે સીટ ખાલી કરી આપી હતી. 

ભવાનીપુરમાં મમતા બેનર્જીને ઘેરવા માટે ભાજપે મોટી રણનીતિ બનાવી છે. ઉમેદવાર પ્રિયંકા ટિબરીવાલની જાહેરાત પહેલા આજે જ બરાકપોર સાંસદ અર્જૂન સિંહને ભવાનીપુરના ઓબ્ઝર્વર બનાવવામાં આવ્યા હતા. અર્જૂન સિંહની સાથે સાથે સાંસદ સૌમિત્ર ખાન અને જ્યોતિર્મય સિંહને પણ ઓબ્ઝર્વર બનાવવામાં આવ્યા છે. ભવાનીપુરના ઈન્ચાર્જ મહામંત્રી સંજય સિંહને બનાવવામાં આવ્યા અને તેમની સાથે બે કો ઈન્ચાર્જ પણ છે. દરેક વોર્ડ માટે ભાજપે એક એક વિધાયક (કુલ 8) ને જવાબદારી સોંપી છે. અભિનેતા રુદ્રનિલ ઘોષને કેમ્પેઈન કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news