બિહારમાં નમતુ જોખીને પણ ભાજપે NDAના સાથી પક્ષોને સાચવ્યાં!, સીટ શેરિંગની કરી જાહેરાત

આગામી લોકસભા ચૂંટણીને લઈને બિહારમાં ભારતીય જનતા પાર્ટી, જનતા દળ યુનાઈટેડ અને લોક જનશક્તિ પાર્ટી (લોજપા) વચ્ચે સીટ શેરિંગને લઈને જાહેરાત થઈ ગઈ છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ અને જેડીયુ 17-17 બેઠકો પર જ્યારે એલજેપી 6 બેઠકો પર ચૂંટણી લડશે. આ સાથે જ રામવિલાસ પાસવાનને રાજ્યસભા પણ મોકલવામાં આવશે. અનેક તબક્કાની બેઠકો બાદ સીટ શેરિંગને લઈને ફાઈનલ કરાયું હતું. 
બિહારમાં નમતુ જોખીને પણ ભાજપે NDAના સાથી પક્ષોને સાચવ્યાં!, સીટ શેરિંગની કરી જાહેરાત

નવી દિલ્હી/પટણા: આગામી લોકસભા ચૂંટણીને લઈને બિહારમાં ભારતીય જનતા પાર્ટી, જનતા દળ યુનાઈટેડ અને લોક જનશક્તિ પાર્ટી (લોજપા) વચ્ચે સીટ શેરિંગને લઈને જાહેરાત થઈ ગઈ છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ અને જેડીયુ 17-17 બેઠકો પર જ્યારે એલજેપી 6 બેઠકો પર ચૂંટણી લડશે. આ સાથે જ રામવિલાસ પાસવાનને રાજ્યસભા પણ મોકલવામાં આવશે. અનેક તબક્કાની બેઠકો બાદ સીટ શેરિંગને લઈને ફાઈનલ કરાયું હતું. 

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, જેડીયુ અધ્યક્ષ અને બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર અને એલજેપીના સુપ્રીમો રામવિલાસ પાસવાને જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કરીને સીટ શેરિંગની જાણકારી આપી. 

ભાજપે આપવી પડી સૌથી વધુ કુરબાની
સીટ શેરિંગના નવા સમીકરણો મુજબ ભાજપે ગઠબંધનના ઘટક પક્ષો માટે સૌથી વધુ કુરબાની આપી છે. 2014ની લોકસભા ચૂંટણીની વાત કરીએ તો બિહારમાં ભાજપ 30, એલજેપી સાત અને આરએલએસપી 3 બેઠકો પર ચૂંટણી લડ્યા હતાં. ચૂંટણીમાં જેડીયુએ ભાજપ સાથે ગઠબંધન તોડ્યું હતું. જેડીયુ સાથે આવ્યા બાદ સૌથી વધુ નુકસાન ભાજપે ઉઠાવવું પડી  રહ્યું છે. 

નવા ફોર્મ્યુલાના આધારે ભાજપ અને જેડીયુ 17-17 બેઠકો પર ચૂંટણી લડવા જઈ રહ્યાં છે. જ્યારે એલજેપીના ફાળે છ બેઠકો ગઈ છે. ભાજપના વિશ્વાસનીય સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ પહેલેથી નક્કી સંખ્યાના આધારે એલજેપીના ફાળે ચાર લોકસભા અને એક રાજ્યસભાની સીટ ગઈ હતી. આરએલએસપીના ગયા બાદ પાસવાને તે બે સીટ ઉપર પણ દાવો ઠોક્યો હતો જે કુશવાહા માટે નક્કી કરાઈ હતી. અત્રે જણાવવાનું કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને જેડીયુ અધ્યક્ષ નીતિશકુમાર અગાઉથી જાહેરાત કરી ચૂક્યા હતાં કે બંને પાર્ટીઓ સરખી બેઠકો પર ચૂંટણી લડશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news